Lifestyle/ સવારના નાસ્તામાં બનાવો હૅલ્ધી પાલખ ચીલા, આ રહી ફટાફટ બ્રેકફાસ્ટ રેસિપી…!

Palak Chilla (પાલખ ચીલા) એવી હૅલ્ધી રેસિપી છે જેને વ્યસ્ત જીવનશૈલીમાં ફટાફટ બ્રેકફાસ્ટ કે ડિનરના રુપમાં તમે અપનાવી શકો છો…

Trending Food Health & Fitness Lifestyle
Palak Chilla, પાલખ ચીલા, હૅલ્ધી બ્રેકફાસ્ટ, રેસિપી

Lifestyle: આ એક એવી રેસિપી છે જે હૅલ્ધી તો છે જ કારણ કે, એમાં ગુણકારી પાલખની ભાજીના અનેક પોષક તત્વો સમાવિષ્ટ હોય છે. પાલખ ચીલા (Palak Chilla)…આ ટેસ્ટી બ્રેકફાસ્ટને હળવા ડિનર તરીકે પણ ખાઇ શકાય છે. એ હૅલ્થ માટે લાભકારક હોવાની સાથોસાથ ટેસ્ટી રેસિપી (Tasty & Healthy Recipe)  છે જેને ફટાફટ તૈયાર કરી શકાય છે.

વ્યસ્ત જીવનશૈલીમાં સરળ રેસિપીનો ઓપ્શન

આજકાલ તો લોકોને જમવાનું બનાવવાનો સમય પણ ઘણો જ ઓછો મળતો હોય છે. આથી જ એ એવી રેસિપીની શોધમાં રહેતા હોય છે કે, જે ઝડપથી બની જાય અને સ્વાદિષ્ટ હોવા ઉપરાંત સ્વાસ્થ માટે પણ લાભકારક હોય. આમ તો ચીલા જાત-જાતના બને છે અને સમગ્ર ભારતમાં એના ચાહકોએ એને રોજબરોજના આહારમાં અપનાવી લીધેલા છે. સવારનો નાસ્તો હોય, ડિનર કે બાળકોનું લંચ બોક્સ (Dinner or Lunchbox), ચીલા તો હોટ-ફેવરિટ હોય છે! જો તમે આહારની પોષણ વેલ્યૂ (Nutrition Value)ને ઓર વધારવા માગતા હો તો પાલખ ચીલા (Palak Chilla) એક જબરદસ્ત વિકલ્પ છે. સ્વાદ અને સ્વાસ્થનો સંગમ એટલે પાલખ ચીલા (Palak Chilla)!

Palak Chilla, પાલખ ચીલા, હૅલ્ધી બ્રેકફાસ્ટ, રેસિપી

આજની વ્યસ્ત જીવનશૈલી (Lifestyle)માં કામધંધે જવાની ઉતાવળમાં મોટા ભાગના લોકો સવારનો બ્રેકફાસ્ટ યોગ્ય રીતે લઈ પણ શકતા નથી! વાસ્તવમાં બદલાઇ રહેલી જીવનશૈલી અને ભાગમભાગ ભર્યા જીવનમાં લોકો પાસે સમયની કમી હોય છે અને આથી ઘણા લોકો કશું પણ ખાધા વિના જ કામ પર નીકળી જાય છે. જો કે, સવારનું શિરામણ અર્થાત્ સવારનો નાસ્તો કરવો એક સ્વસ્થ આદત છે. એનાથી તંદુરસ્તી (Health) જાળવવામાં સહાયતા મળી રહે છે. આખી રાતના ઉપવાસ પછી સવારમાં હૅલ્ધી બ્રેકફાસ્ટ (Healthy Breakfast) કરવાથી શરીરમાં એનર્જીનો સંચાર થાય છે અને દિવસભર કામ કરવાની શક્તિ મળી રહે છે અને આખો દિવસ જળવાઇ પણ રહે છે.

Palak Chilla (પાલખ ચીલા)… બ્રેકફાસ્ટ ની હૅલ્ધી રેસિપી 

પાલખ (Spinach) એવી ભાજી છે જેમાં આયર્ન, વિટામિન અને મિનરલ્સ (Iron, Vitamins, Minerals) ભરપૂર માત્રામાં હોય છે. આમ જોઇએ તો બાળકો (Children) પાલખ ખાવાથી મોં ફેરવતા હોય છે, પણ આ રીતે પાલખ ખવડાવશો તો એ હોંશે-હોંશે ખાશે!

આ સંજોગોમાં તમે જો પરિવાર માટે નાસ્તો બનાવવાનો સરળ અને હૅલ્ધી વિકલ્પ શોધી રહ્યાં હો તો ફટાફટ પાલખ ચીલા (Palak Chilla) બનાવીને ખાઈ શકો છો. આ કેવળ હૅલ્ધી જ નહિં પણ ઝડપથી બની જતી રેસિપી છે આથી તમને વધુ વાર પણ નહિં લાગે! આ રેસિપીમાં આયર્ન ઉપરાંત, વિટામિન અને પણ ભરપૂર માત્રામાં હોય છે જે શરીરને અંદરથી સ્વસ્થ, મજબૂત અને એનર્જેટિક બનાવવામાં મદદ કરે છે.

Palak Chilla, પાલખ ચીલા, હૅલ્ધી બ્રેકફાસ્ટ, રેસિપી

શી રીતે બનાવશો પાલખ ચીલા?

પાલખ ચીલા (Palak Chilla) બનાવવા માટે તમને આટલી સામગ્રી (Ingredients)ની આવશ્યકતા રહેશે.

સામગ્રી

બેસન (ચણાનો લોટ) 1 કપ

ઝીણી સમારેલી પાલખ 1 કપ

લીલા મરચા 1-2 નંગ

હળદર પાવડર 1/2 નાની ચમચી

લાલ મરચું પાવડર 1/2 નાની ચમચી

જીરાનો પાવડર 1/2 નાની ચમચી જીરાનો પાવડર

મીઠું સ્વાદાનુસાર

પાણી જરુર મુજબ

તેલ શેકવા માટે

Palak Chilla, પાલખ ચીલા, હૅલ્ધી બ્રેકફાસ્ટ, રેસિપી

બનાવવાની વિધિ

1. સૌપ્રથમ ફ્રેશ પાલખ (Spinach)ને બે થી ત્રણ પાણીમાં ધોઇ લેવી જેથી એની ગંદકી દૂર થઇ જાય. આ માટે તમે પાણીમાં થોડું મીઠું (Salt) પણ ઉમેરી શકો છો. એનાથી પાન પરની ગંદકી જલદીથી પાણીમાં આવી જશે.

2. સ્વચ્છ પાલખના પાનને થોડાં કોરા કરીને બારીક-બારીક સમારી લેવા.

3. એક બાઉલમાં બેસન (Basan) કાઢો. એમાં હળદર, લાલ મરચું, જીરા પાવડર અને મીઠું ઉમેરીને સારી રીતે મિક્સ કરી લો. ત્યાર બાદ એમાં ધીમે-ધીમે જરુર મુજબ પાણી ઉમેરતા જઇને હલાવીને એક સ્મૂધ બેટર બનાવી લો. ધ્યાન રાખો કે એ બહુ પાતળું ન બની જાય અને એમાં ગઠ્ઠા ન પડે!

4. આ તૈયાર મિશ્રણમાં બારીક સમારેલી પાલખ અને લીલા મરચાં ઉમેરી હલાવી લો. તમે ઇચ્છો તો એમાં અન્ય ભાજી જેવી કે મેથી વગેરેને પણ આ જ રીતે ધોઇ તથા સમારીને ઉમેરી શકો છો. ઝીણું સમારેલું લીલું લસણ પણ એમાં ઉમેરવાથી ઓર સ્વાદિષ્ટ લાગશે!

5. હવે એક નૉન સ્ટિક પૅન (Non Stick Pen) અથવા લોખંડનો સ્વચ્છ તવો ગરમ કરી લો અને એને તેલથી સારી રીતે ગ્રીસ કરી લો.

6. તવો ગરમ થાય એટલે કડછી વડે બેટર લઇ એની ઉપર રેડો અને હળવા હાથે કડછી ફેરવીને ગોળાકારમાં ફેલાવી લો.

7. હવે મધ્યમ તાપે 2 થી 3 મિનિટ સુધી પકાવી લો. આ પછી ચીલા ફરતે 1 ચમચી તેલ રેડો અને એને પલટાવીને બંને તરફ ગોલ્ડન થાય ત્યાં સુધી શેકી લો.

તો તૈયાર છે ટેસ્ટી અને હૅલ્ધી પાલખ ચીલા (Palak Chilla)! તમે ચા, ચટણી અને ટોમેટો કેચઅપ (Ketchup) સાથે બ્રેકફાસ્ટમાં એનો આનંદ માણો!!


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: શિયાળામાં સરસવ કે બથુઆ…કઇ ભાજી ઉત્તમ, હૅલ્થ માટે શું ખાવું બહેતર?

આ પણ વાંચો: મૂળાની ભાજીને ફેંકશો નહિં…બનાવો ચટાકેદાર મૂળાની ચટણી…ફટાફટ રેસિપી..!