Cell Broadcast Alert India 2026: જો આજે તમારો અને તમારી આસપાસના લોકોના ફોન એકસાથે જોરદાર સાયરન સાથે વાગવા લાગ્યા હોય, તો તે કોઈ ખતરો નથી પણ ભારત સરકારના પરીક્ષણનો એક ભાગ છે. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (NDMA) અને ટેલિકોમ વિભાગ દ્વારા દેશભરમાં ‘સેલ બ્રોડકાસ્ટ ડિઝાસ્ટર વોર્નિંગ સિસ્ટમ’નું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.
શું છે આ Cell Broadcast Alert સિસ્ટમ?
આ એક અત્યાધુનિક ઈમરજન્સી એલર્ટ સિસ્ટમ છે, જેનો ઉપયોગ ભૂકંપ, સુનામી, પૂર કે ગેસ લીક જેવી કટોકટીની સ્થિતિમાં લોકોને તાત્કાલિક જાણ કરવા માટે કરવામાં આવશે.
કેવી રીતે કામ કરે છે?: આ સિસ્ટમ દ્વારા પ્રભાવિત વિસ્તારના તમામ મોબાઈલ ફોન પર એકસાથે મેસેજ મોકલવામાં આવે છે. ભલે તમારો ફોન સાયલન્ટ મોડ પર હોય, તો પણ તેમાં જોરદાર એલાર્મ વાગશે અને સ્ક્રીન પર ફ્લેશ મેસેજ દેખાશે.
SACHET સિસ્ટમ: આ એલર્ટ્સ સ્વદેશી રીતે વિકસિત SACHET (Integrated Alert System) દ્વારા મોકલવામાં આવે છે, જેને C-DOT દ્વારા તૈયાર કરવામાં આવી છે.
સરકાર આ ટેસ્ટિંગ કેમ કરી રહી છે?
સરકાર વાસ્તવિક આફત સમયે આ સિસ્ટમ કેટલી વિશ્વસનીય અને ઝડપી છે તેની ચકાસણી કરવા માંગે છે. આ ટેસ્ટિંગ દ્વારા નેટવર્કની ક્ષમતા અને એલર્ટ પહોંચવાની ગતિની તપાસ કરવામાં આવે છે. NDMA એ સ્પષ્ટ કર્યું છે કે આ માત્ર પરીક્ષણ છે અને જનતાએ કોઈ ગભરાવાની કે પગલાં લેવાની જરૂર નથી.
જો તમારે આ એલર્ટ ઓન કે ઓફ કરવું હોય તો?
જોકે આ સુરક્ષા માટે છે, પરંતુ જો તમે તેને મેનેજ કરવા માંગતા હોવ તો:
ફોનના Settings માં જાઓ.
Safety & Emergency વિકલ્પ પસંદ કરો.
Wireless Emergency Alerts માં જઈને ટેસ્ટ એલર્ટ્સને ઓન કે ઓફ કરી શકો છો.
ભવિષ્યમાં આ એલર્ટ્સ તમામ ભારતીય ભાષાઓમાં ઉપલબ્ધ થશે, જે ડિજિટલ ડિઝાસ્ટર મેનેજમેન્ટની દિશામાં ભારતનું મોટું ડગલું છે.
આ પણ વાંચો: ભીડભાડમાં પણ WhatsApp કોલ પર અવાજ આવશે એકદમ સાફ, જાણો શું છે નવું નોઈઝ કેન્સલેશન ફીચર

