Tech News/ હવે બાળકોના WhatsApp પર રહેશે માતા-પિતાનો કંટ્રોલ! આવી રહ્યું છે ‘Parent-Managed Accounts’ ફીચર

WhatsApp ટૂંક સમયમાં ‘Parent-Managed Accounts’ ફીચર રોલઆઉટ કરવા જઈ રહ્યું છે. આ ફીચરની મદદથી માતા-પિતા તેમના બાળકોના WhatsApp એકાઉન્ટને પોતાના ફોન સાથે લિંક કરી શકશે અને તેમના કોન્ટેક્ટ્સ, પ્રાઈવસી તથા સ્ક્રીન ટાઈમ પર દેખરેખ રાખી શકશે.

Trending Tech & Auto
WhatsApp

Child Safety: ડિજિટલ યુગમાં બાળકોની ઓનલાઇન સુરક્ષા હંમેશા માતા-પિતા માટે ચિંતાનો વિષય રહી છે. સોશિયલ મીડિયાના વધતા ઉપયોગ અને સાયબર ક્રાઈમના જોખમોને ધ્યાનમાં રાખીને, વિશ્વનું સૌથી લોકપ્રિય મેસેજિંગ પ્લેટફોર્મ WhatsApp એક ક્રાંતિકારી ફીચર લાવી રહ્યું છે. ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક બાદ હવે WhatsApp પણ ‘Parent-Managed Accounts’ ફીચર લોન્ચ કરવાની તૈયારીમાં છે. આ ફીચરની મદદથી માતા-પિતા તેમના બાળકોના એકાઉન્ટ પર વધુ સારી રીતે દેખરેખ રાખી શકશે. WhatsApp ના આ નવા અપડેટની મુખ્ય વિગતો..

WhatsApp  પર સગીરો માટે ખાસ સુરક્ષા કવચ

WhatsApp દ્વારા આ ફીચર ખાસ કરીને એવા બાળકો માટે તૈયાર કરવામાં આવ્યું છે જેમની ઉંમર 13 વર્ષથી ઓછી (અથવા સ્થાનિક કાયદા મુજબ નક્કી કરેલી ઉંમર) છે. આ ફીચર હેઠળ, જ્યારે કોઈ સગીર બાળક WhatsApp એકાઉન્ટ બનાવશે, ત્યારે તેને તેના માતા-પિતાના એકાઉન્ટ સાથે લિંક કરવું ફરજિયાત હશે. આનાથી બાળકો અજાણ્યા લોકોના સંપર્કમાં આવતા બચશે અને ખોટી સામગ્રીથી દૂર રહેશે.

WhatsApp

માતા-પિતાને કયા કયા કંટ્રોલ્સ મળશે?

‘Parent-Managed Accounts’ અંતર્ગત માતા-પિતાને અનેક શક્તિશાળી ટૂલ્સ મળશે:

કોન્ટેક્ટ મેનેજમેન્ટ: બાળક કોની સાથે વાત કરી શકે છે અને કોની સાથે નહીં, તે માતા-પિતા નક્કી કરી શકશે.

સ્ક્રીન ટાઈમ લિમિટ: બાળક દિવસમાં કેટલો સમય WhatsApp વાપરે છે તેના પર મર્યાદા સેટ કરી શકાશે.

પ્રાઈવસી સેટિંગ્સ: બાળકની પ્રોફાઈલ ફોટો, સ્ટેટસ અને ‘લાસ્ટ સીન’ કોણ જોઈ શકે તે માતા-પિતા મેનેજ કરી શકશે.

બ્લોકિંગ અને રિપોર્ટિંગ: કોઈ શંકાસ્પદ નંબરને બ્લોક કરવાનો અધિકાર પણ પેરેન્ટ્સ પાસે રહેશે.

WhatsApp

એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન સાથે કોઈ સમાધાન નહીં

WhatsApp એ સ્પષ્ટ કર્યું છે કે આ સુવિધા આપતી વખતે પણ યુઝર્સની પ્રાઈવસી સાથે કોઈ બાંધછોડ કરવામાં આવશે નહીં. બાળકોના મેસેજ હંમેશની જેમ ‘એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ’ રહેશે. તેનો અર્થ એ કે માતા-પિતા બાળકના મેસેજની વિગતો કે કોન્ટેક્ટ લિસ્ટ પર નિયંત્રણ રાખી શકશે, પરંતુ કંપની કે અન્ય કોઈ ત્રીજી વ્યક્તિ તેમના અંગત મેસેજ વાંચી શકશે નહીં.

સેટિંગ્સ કેવી રીતે કામ કરશે?

રિપોર્ટ્સ મુજબ, આ ફીચર WhatsApp સેટિંગ્સમાં ‘Family Center’ અથવા ‘Parental Control’ ના નામે જોવા મળી શકે છે. માતા-પિતાએ તેમના ફોનમાંથી એક QR કોડ સ્કેન કરીને બાળકના એકાઉન્ટને લિંક કરવાનું રહેશે. એકવાર લિંક થયા પછી, બાળકના એકાઉન્ટમાં થતા કોઈ પણ મોટા ફેરફાર (જેમ કે નવો કોન્ટેક્ટ એડ કરવો) માટે માતા-પિતાની મંજૂરી લેવી પડશે.

સાયબર બુલિંગ અને ઓનલાઇન સુરક્ષા

આ ફીચર લાવવા પાછળનું મુખ્ય કારણ સાયબર બુલિંગ અને ઓનલાઇન છેતરપિંડીના વધતા કિસ્સાઓ છે. બાળકો ઘણીવાર અજાણતામાં અજાણ્યા લોકો સાથે વાત કરવા લાગે છે અથવા ખોટી લિંક્સ પર ક્લિક કરી દે છે. ‘Parent-Managed Accounts‘ થી આવી ભૂલો થવાની શક્યતા નહિવત થઈ જશે. આ ફીચર હાલમાં ડેવલપમેન્ટ સ્ટેજ પર છે અને ટૂંક સમયમાં બીટા ટેસ્ટર્સ માટે ઉપલબ્ધ કરાશે.


આ પણ વાંચો:Chrome વાપરનારાઓ માટે ભારત સરકારની હાઈ-રિસ્ક ચેતવણી, હેકર્સ કરી શકે છે તમારા ડેટાની ચોરી

આ પણ વાંચો:બાળકોને ખોટા રસ્તે જતા અટકાવશે Instagram! જાણો શું છે નવું ફીચર અને પેરેન્ટ્સ કેવી રીતે રાખી શકશે નજર

આ પણ વાંચો:એન્ડ્રોઇડ ફોનમાં જોવા મળી ગંભીર ખામી, તમારા પર્સનલ ડેટાને બચાવવા માટે ફોલો કરો આ સ્ટેપ્સ