Gippy Grewal Threat: પંજાબી મ્યુઝિક ઇન્ડસ્ટ્રી પર ફરી એકવાર ગેંગસ્ટર્સનો પડછાયો જોવા મળી રહ્યો છે. પ્રખ્યાત પંજાબી ગાયક અને અભિનેતા ગિપ્પી ગ્રેવાલ (Gippy Grewal) ને કુખ્યાત ગેંગસ્ટર ગોલ્ડિ બરાર (Goldy Brar) ના નામે જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. આ ધમકી બાદ પંજાબ પોલીસ હરકતમાં આવી છે અને ગિપ્પી ગ્રેવાલના મોહાલી સ્થિત ઘરની સુરક્ષા વધારી દેવામાં આવી છે.ધમકી અને ઘટનાની મુખ્ય વિગતો.
Gippy Grewalને ગેંગસ્ટરનો સીધો કોલ અને મેસેજ
રિપોર્ટ્સ મુજબ, ગિપ્પી ગ્રેવાલ (Gippy Grewal) ને એક અજાણ્યા નંબર પરથી ઈન્ટરનેટ કોલ આવ્યો હતો. કોલ કરનારે પોતાનો પરિચય ગોલ્ડિ બરાર તરીકે આપ્યો હતો. તેણે ગિપ્પીને ધમકાવતા કહ્યું કે, “મેં તને અગાઉ પણ મેસેજ કર્યો હતો, તેને ઈગ્નોર કરવાની ભૂલ ના કર. મને તારા ઘરનું એડ્રેસ ખબર છે અને હું ગમે ત્યારે ત્યાં પહોંચી શકું છું.” આ કોલ બાદ ગિપ્પીને વોટ્સએપ પર પણ ધમકીભર્યા મેસેજ મળ્યા હોવાનું જાણવા મળ્યું છે.
મોહાલીમાં પોલીસ ફરિયાદ અને તપાસ
ગિપ્પી ગ્રેવાલે (Gippy Grewal) આ બાબતે તાત્કાલિક મોહાલી પોલીસનો સંપર્ક કર્યો અને લેખિત ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. સાયબર સેલ તે ઈન્ટરનેટ કોલનું લોકેશન ટ્રેસ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ગિપ્પી ગ્રેવાલ મોહાલીના એક પોશ વિસ્તારમાં રહે છે, જ્યાં હવે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
સલમાન ખાન સાથેની નિકટતાનું પરિણામ?
ગિપ્પી ગ્રેવાલ (Gippy Grewal) ને મળેલી આ ધમકી પાછળનું એક કારણ સલમાન ખાન સાથેની તેની મિત્રતા માનવામાં આવે છે. થોડા સમય પહેલા કેનેડામાં ગિપ્પી ગ્રેવાલના ઘરની બહાર ફાયરિંગ થયું હતું, જેની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગે લીધી હતી. તે સમયે ગેંગે કહ્યું હતું કે, “તું સલમાન ખાનને બહુ ભાઈ-ભાઈ કરે છે ને, હવે તે તને બચાવવા આવશે.” ગોલ્ડિ બરાર જે લોરેન્સ બિશ્નોઈનો જ ખાસ સાથી છે, તે સતત પંજાબી કલાકારોને નિશાન બનાવી રહ્યો છે.
પંજાબી કલાકારોમાં ફેલાયો ભય
સિદ્ધુ મૂસેવાલાની હત્યા બાદ પંજાબી સિંગર્સમાં સતત ભયનો માહોલ છે. હની સિંહ, બાદશાહ, ગિપ્પી ગ્રેવાલ (Gippy Grewal) અને બબ્બુ માન જેવા દિગ્ગજ કલાકારોને અવારનવાર ગેંગસ્ટર્સ તરફથી ધમકીઓ મળતી રહે છે. ગોલ્ડિ બરાર હાલમાં વિદેશમાં હોવાનું મનાય છે, પરંતુ તેના નેટવર્ક દ્વારા તે ભારતમાં ગંભીર ગુનાઓને અંજામ આપી રહ્યો છે.
આ પણ વાંચો:બોલિવૂડની ગંદી પોલ ખોલી તનુશ્રીએ, કહ્યું- વેશ્યાવૃત્તિમાં ધકેલી દેવાય છે સંઘર્ષ કરતા કલાકારો
આ પણ વાંચો: ‘બેટલ ઓફ ગલવાન’નું નામ બદલાયું, હવે ‘માતૃભૂમિ’ તરીકે રિલીઝ થશે સલમાનની ફિલ્મ, જાણો શું છે નવી ટેગલાઈન?
આ પણ વાંચો:સિંગર બાદશાહને લૉરેન્સ બિશ્નોઈ ગેંગની ચેતવણી: આ તો માત્ર ટ્રેલર હતું, હવે ગોળી માથામાં વાગશે



