Gandhinagar News/ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રાજ્યમાં સમાન નાગરીક સંહિતા UCC નો ડ્રાફ્ટ અહેવાલ સોંપવામા આવ્યો…

UCC (સમાન નાગરિક સંહિતા) અંગેનો અહેવાલ સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈની અઘ્યક્ષતામાં બનેલી આ સમિતિએ…

Gujarat Gandhinagar
UCC , અહેવાલ, રાજ્ય સરકાર, નાગરિક, સંહિતા

Gandhinagar News: ​ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા (UCC, Uniform Civil Code) ના અમલીકરણ માટે રચાયેલી ઉચ્ચ સ્તરીય સમિતિએ પોતાનો વિસ્તૃત અને આખરી અહેવાલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Patel)ને મંગળવારે ગાંધીનગરમાં સોંપ્યો હતો.

ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા (UCC)નો અહેવાલ રાજ્ય સરકારને સોંપ્યો

આ અહેવાલ સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈની અઘ્યક્ષતામાં બનેલી આ સમિતિએ ઝીણવટ ભર્યા અભ્યાસ અને રાજ્યના જિલ્લાઓની મુલાકાત લઇને લોક અભિપ્રાયો મેળવીને તથા ઘનિષ્ઠ જનસંપર્ક બાદ ચર્ચા-વિચારણાને આધારે તૈયાર કરેલો અહેવાલ (Draft) રાજ્ય સરકારને સોંપ્યો હતો.

UCC , અહેવાલ, રાજ્ય સરકાર, નાગરિક, સંહિતા

સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈની અઘ્યક્ષતામાં બનેલી સમિતિએ ઝીણવટ ભર્યા અભ્યાસ અને જિલ્લાઓની મુલાકાત તથા જનસંપર્ક બાદ ચર્ચા-વિચારણાને આધારે તૈયાર કરેલો અહેવાલ રાજ્ય સરકારને સોંપ્યો.

સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈની અઘ્યક્ષતામાં બનેલી સમિતિ

સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈ (Justice Ranjana Prakash Desai)ના અધ્યક્ષ સ્થાને રચવામાં આવેલી આ સમિતિમાં નિવૃત્ત વરિષ્ઠ આઈએએસ સી.એલ. મીણા, વરિષ્ઠ એડવોકેટ આર.સી. કોડેકર, ભૂતપૂર્વ કુલપતિ ડૉ. દક્ષેશ ઠાકર અને સામાજિક કાર્યકર ગીતા શ્રોફનો સમાવેશ થયેલો છે.
​
મુખ્યમંત્રી સમક્ષ આ અહેવાલ અર્પણ કરતાં જે પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું તેમાં જણાવાયું હતું કે, લગ્ન, છૂટાછેડા, વારસાગત મિલકત અને દત્તક લેવા (Marriage, Divorce, Inheritance and Adoption) જેવા મુદ્દાઓ પર તમામ ધર્મો અને સમુદાયો માટે સમાન કાયદાકીય માળખું (Legal Structure for all Religions and Communities) આ ડ્રાફ્ટ અહેવાલમાં સમિતિ દ્વારા સૂચવવામાં આવ્યું છે.

UCC , અહેવાલ, રાજ્ય સરકાર, નાગરિક, સંહિતા

મહિલાઓના સમાન અધિકારો અને સુરક્ષાને આ ડ્રાફ્ટમાં પ્રાથમિકતા

વિશેષ કરીને, મહિલાઓના સમાન અધિકારો અને સુરક્ષાને આ ડ્રાફ્ટમાં પ્રાથમિકતા આપવામાં આવી છે. એટલુ જ નહીં ગુજરાતની ભૌગોલિક અને સાંસ્કૃતિક વિવિધતાને પણ અહેવાલમાં ધ્યાનમાં રાખવામાં આવી છે.

ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા (UCC in Gujarat) ના અમલીકરણ માટે રચાયેલી ઉચ્ચ સ્તરીય સમિતિના અધ્યક્ષ સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈ એ મુખ્યમંત્રીને આ અહેવાલના ત્રણ વોલ્યુમ સોંપ્યા તે વેળાએ સમિતિના સલાહકાર નિવૃત્ત વરિષ્ઠ આઈએએસ અને ઉત્તરાખંડના પૂર્વ મુખ્ય સચિવ શત્રુઘ્નસિંઘ તથા સમિતિના સભ્યો, મુખ્ય સચિવ એમ.કે.દાસ, મુખ્યમંત્રીના અગ્ર સચિવ સંજીવ કુમાર, મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ ડો. વિક્રાંત પાંડે, વૈધાનિક બાબતોના સચિવ કે એન લાલા, કાયદા સચિવ ઉપેન્દ્ર ભટ્ટ અને સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


આ પણ વાંચો: UCCના અધ્યક્ષ નિવૃત્ત જસ્ટિસ રંજના દેસાઈ અને સભ્યો ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાતે

આ પણ વાંચો: ગુજરાત હાઈકોર્ટે UCC સમિતિની રચના સામેની અરજી ફગાવી, લઘુમતી પ્રતિનિધિત્વનો મુદ્દો

આ પણ વાંચો: રાજ્યમાં UCCનો શું પાછલા બારણે થશે અમલ?