Gandhinagar News: રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ (UCC) લાગુ કરવા તરફ એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. આ માટે રચાયેલી સમિતિએ પોતાનો અંતિમ અહેવાલ મુખ્યમંત્રીને સુપરત કર્યો છે. આ અહેવાલ મુખ્યમંત્રી નિવાસસ્થાને સુપરત કરવામાં આવ્યો હતો. તેના માટે આ સમિતિ (Committee)ની રચના 4 ફેબ્રુઆરી, 2025 ના રોજ કરવામાં આવી હતી અને વિવિધ મુદ્દાઓ પર વિગતવાર અભ્યાસ કર્યા પછી, તેણે હવે અંતિમ ભલામણો સાથેનો પોતાનો અહેવાલ સુપરત કર્યો છે. રાજ્ય સરકાર હવે આ અહેવાલના આધારે આગળની કાર્યવાહી કરશે. ગુજરાતમાં UCC બિલ રજૂ કરવાની તૈયારી શરૂ થઈ ગઈ છે. આજે (17 માર્ચ) બિઝનેસ એડવાઇઝરી કમિટીની બેઠકમાં તેની ચર્ચા કરવામાં આવશે, અને સરકાર કુલ ચાર બિલ રજૂ કરવાની તૈયારી કરી રહી છે. આ બિલ 24 માર્ચે ગૃહમાં રજૂ થવાની શક્યતા છે.

24 માર્ચે UCC બિલ ગૃહમાં રજૂ થવાની શક્યતા
બીજી તરફ, આજે સાંજે 5 વાગ્યે કામકાજ સલાહકાર સમિતિની બેઠક અધ્યક્ષની અધ્યક્ષતામાં યોજાશે. બેઠકમાં યુનિફોર્મ સિવિલ કોડ બિલ સહિત કુલ 4 વિધેયકો લાવવાની તૈયારીઓ અંગે ચર્ચા થશે. વિધાનસભાની કાર્યવાહી 25 માર્ચ સુધી ચાલવાની છે, જેમાં અંતિમ દિવસોમાં આ વિધેયકો રજૂ કરવામાં આવશે. મળતી માહિતી મુજબ, 24 માર્ચે યુસીસી બિલ ગૃહમાં રજૂ થવાની શક્યતા છે.
![]()
CM- ડેપ્યુટી CMની બેઠકથી UCCની ચર્ચા તેજ બની
તાજેતરમાં દિલ્હીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી (Deputy CM Harsh Sanghvi) વચ્ચે થયેલી ઉચ્ચ સ્તરીય બેઠક બાદ ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ અંગે ચર્ચાઓ તેજ બની છે. રાજકીય સૂત્રોના જણાવ્યા અનુસાર, કેન્દ્રીય નેતાઓ સાથેની આ બેઠકમાં રાજ્યમાં યુસીસી લાગુ કરવાની પ્રક્રિયા અંગે મહત્વપૂર્ણ ચર્ચા થઈ હોવાનું માનવામાં આવે છે. રાજ્ય સરકારે આ મુદ્દાનો અભ્યાસ કરવા માટે નિવૃત્ત ન્યાયાધીશની આગેવાની હેઠળ એક સમિતિની રચના કરી છે, જે વિવિધ વર્ગોના સૂચનો અને કાનૂની પાસાઓનું મૂલ્યાંકન કરી રહી છે.
સૂત્રોનું માનવું છે કે સમિતિનો અહેવાલ મળ્યા પછી, રાજ્ય સરકાર માર્ચના છેલ્લા અઠવાડિયામાં વિધાનસભા સત્રમાં યુસીસી સંબંધિત દરખાસ્ત અથવા બિલ રજૂ કરી શકે છે, અને તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. જો આ કાયદો લાગુ કરવામાં આવે તો, લગ્ન, છૂટાછેડા, દત્તક અને વારસાના અધિકારો જેવા મુદ્દાઓમાં તમામ નાગરિકોને સમાન રીતે લાગુ થશે. રાજકીય અને વહીવટી વર્તુળોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે ગુજરાત યુસીસી લાગુ કરવામાં ઉત્તરાખંડ સાથે જોડાઈ શકે છે.
આ પણ વાંચો: UCCના અધ્યક્ષ નિવૃત્ત જસ્ટિસ રંજના દેસાઈ અને સભ્યો ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાતે
આ પણ વાંચો: ગુજરાત હાઈકોર્ટે UCC સમિતિની રચના સામેની અરજી ફગાવી, લઘુમતી પ્રતિનિધિત્વનો મુદ્દો
આ પણ વાંચો: રાજ્યમાં UCCનો શું પાછલા બારણે થશે અમલ?
