ટીમ ઈન્ડિયાના સ્ટાર મિડલ ઓર્ડર બેટ્સમેન સૂર્યકુમાર યાદવે ધમાલ મચાવી દીધી છે. તેણે એક વર્ષ પહેલા (માર્ચ 2021) આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. હવે તે T20 ફોર્મેટમાં વિશ્વનો નંબર-5 બેટ્સમેન બની ગયો છે. આ મામલામાં તેણે વિરાટ કોહલી અને રોહિત શર્માને પણ માત આપી છે.
હકીકતમાં ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ બુધવારે T20 ખેલાડીઓની નવીનતમ રેન્કિંગ જાહેર કરી. આમાં સૂર્યકુમાર યાદવે 44 સ્થાનની છલાંગ લગાવી છે. આ સાથે તે ટોપ-5માં પહોંચી ગયો છે. હાલમાં સૂર્યા 732 પોઈન્ટ સાથે પાંચમા સ્થાન પર છે.
સૂર્યકુમાર ટોપ 10માં એકમાત્ર ભારતીય છે
ઉલ્લેખનીય છે કે સૂર્યકુમાર યાદવે તાજેતરમાં જ ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટી20 મેચમાં સદી ફટકારી હતી. ત્રણ મેચની સિરીઝની છેલ્લી મેચમાં તેણે 55 બોલમાં 117 રનની ઇનિંગ રમી હતી, જેમાં તેણે 6 સિક્સ અને 14 ફોર ફટકારી હતી. આ મેચ 10 જુલાઈના રોજ નોટિંગહામમાં રમાઈ હતી.
A huge climb for Suryakumar Yadav in T20I cricket, as Dimuth Karunaratne reaches a career-high ranking on the Test scene!
More on the latest @MRFWorldwide rankings 📈
— ICC (@ICC) July 13, 2022
ICC T20 બેટિંગ રેન્કિંગમાં સૂર્યકુમાર એકમાત્ર ભારતીય છે. તેના પછી ભારતીયોમાં ઈશાન કિશનનો નંબર આવે છે, જે 12માં નંબરે છે. ટીમ ઈન્ડિયાનો કેપ્ટન રોહિત શર્મા 18માં સ્થાન પર છે. ટોપ-20માં આ ત્રણ ભારતીય છે. જ્યારે શ્રેયસ અય્યર 21માં અને પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી 25માં નંબર પર છે.
બાબર આઝમ પ્રથમ અને રિઝવાન બીજા સ્થાને
ઓવરઓલ T20 બેટિંગ રેન્કિંગમાં પાકિસ્તાન ટીમનો કેપ્ટન બાબર આઝમ ટોપ પર છે. તેના 818 પોઈન્ટ છે. તેના પછી બીજા નંબર પર પાકિસ્તાનનો વિકેટકીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાન છે, જેના 794 પોઈન્ટ છે. વેસ્ટ ઈન્ડિઝના નિકોલસ પૂરન પણ પાંચ સ્થાનનો ફાયદો ઉઠાવીને ટોપ-10માં પહોંચી ગયો છે. પુરન અત્યારે 8મા નંબર પર છે.
