જમ્મુ-કાશ્મીર/ LOC પાસે ઘૂસણખોરીના પ્રયાસને સેનાએ નિષ્ફળ બનાવ્યો,એક આતંકવાદી ઠાર

જમ્મુ-કાશ્મીરમાં અંકુશ રેખા પાસે ભીમ્બર ગલી દ્વારા ઘૂસણખોરી કરતી વખતે સુરક્ષા દળોએ કાર્યવાહી કરતા એક પાકિસ્તાની આતંકવાદીને ઠાર કર્યો છે.

Top Stories India

ભારતીય સેનાએ ગઈકાલે રાત્રે પાકિસ્તાની આતંકવાદીઓની ઘૂસણખોરીના મોટા પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે. જમ્મુ-કાશ્મીરમાં અંકુશ રેખા પાસે ભીમ્બર ગલી દ્વારા ઘૂસણખોરી કરતી વખતે સુરક્ષા દળોએ કાર્યવાહી કરતા એક પાકિસ્તાની આતંકવાદીને ઠાર કર્યો છે. સુરક્ષા દળો આ સમયે એલર્ટ પર છે અને સર્ચ ઓપરેશન ચાલુ છે. માર્યા ગયેલા આતંકવાદી પાસેથી હથિયાર અને વિસ્ફોટકો મળી આવ્યા છે.

 

 

સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા, લેફ્ટનન્ટ કર્નલ દેવેન્દ્ર આનંદે કહ્યું, “25 નવેમ્બર, 2021 ની રાત્રે, એક પાકિસ્તાની આતંકવાદીએ જમ્મુ અને કાશ્મીરના ભીમ્બર ગલી સેક્ટરમાં નિયંત્રણ રેખા પર ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કર્યો.” તેમણે કહ્યું- “એલર્ટ ભારતીય સેનાના જવાનોએ ઘૂસણખોરીના પ્રયાસને સફળતાપૂર્વક નિષ્ફળ બનાવ્યો.” “એક પાકિસ્તાની આતંકવાદી માર્યો ગયો છે. આતંકવાદીનો મૃતદેહ હથિયારો અને દારૂગોળાની સાથે મળી આવ્યો છે. ઓપરેશન હજુ ચાલુ છે.”