Gujarat Local Body Election 2026/ ચૂંટણીમાં વિજય પછી ભાજપ એક્શન મોડમાં, વિવિધ શહેરોમાં મેયરો-ડેપ્યુટી મેયરોની નિમણૂકોનો ધમધમાટ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં (Gujarat Local Body Election 2026) ભાજપમાં વિજેતા ઉમેદવારોએ હવે આ વિવિધ હોદ્દાઓ માટે દાવેદારી નોંધાવવાનો પ્રારંભ પણ કરી દીધો છે. તેના પગલે હરકતમાં આવેલા હાઈકમાન્ડ એટલે કે મોવડીમંડળે આ હોદ્દાઓ પર નિમણૂક માટે સેન્સ લેવાની પ્રક્રિયાનો પણ પ્રારંભ કરી દીધો છે.

Top Stories Gandhinagar Gujarat Breaking News

Gandhinagar News:  સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જ્વલંત વિજય મેળવ્યા પછી ભાજપ એક્શન મોડમાં આવી ગયું છે. તેમણે ચૂંટણી પછીની નિમણૂકો માટે પણ તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી દીધી છે. તેના પગલે વિવિધ શહેરોમાં અને નગરોમાં મેયરો, ડેપ્યુટી મેયરો, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના પ્રમુખો અને ઉપપ્રમુખોની નિમણૂકનો ધમધમાટ શરૂ થઈ ગયો છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં (Gujarat Local Body Election 2026) ભાજપમાં વિજેતા ઉમેદવારોએ હવે આ વિવિધ હોદ્દાઓ માટે દાવેદારી નોંધાવવાનો પ્રારંભ પણ કરી દીધો છે. તેના પગલે હરકતમાં આવેલા હાઈકમાન્ડ એટલે કે મોવડીમંડળે આ હોદ્દાઓ પર નિમણૂક માટે સેન્સ લેવાની પ્રક્રિયાનો પણ પ્રારંભ કરી દીધો છે.

આના પગલે 15 મહાનગરપાલિકામાં નવા મેયરની પસંદગી થશે. તેના પછી જિલ્લા અને તાલુકા પંચાયતના પ્રમુખ માટે પણ કવાયત થશે. આ સિવાય નગરપાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખ માટે પણ સેન્સ લેવામાં આવશે. સેન્સ લેવાની આ પ્રક્રિયા પહેલીથી ત્રીજી મે સુધી ચાલશે. તેના પછી ચારથી છ મેના રોજ ભાજપના સંસદીય બોર્ડની બેઠક મળશે. આ બેઠકમાં સેન્સ લેવાની પ્રક્રિયાના આધારે વિવિધ હોદ્દાઓ પર નિમણૂકોના નામોને મંજૂરી મેળવવાની પ્રક્રિયા શરૂ થશે. આમ ચૂંટણીના પરિણામ પછીનું અઠવાડિયું પણ શાસક પક્ષ માટે રાજકીય રીતે ભરચક રહેવાનું છે.

આમ ગુજરાતના રાજકારણમાં આગામી સપ્તાહ ફરી પાછુ શસાસક પક્ષના આંતરિક કાવાદાવાથી ભરપૂર રહેવાનું છે. દરેકની નજર હવે મેયરો, ડેપ્યુટી મેયરો, જિલ્લા અને તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખના નામો પર ડોકાઈ છે. શાસક પક્ષની અંદરનું દરેક જૂથ તેના માટે એડીચોટીનું જોર લગાવી રહ્યુ છે. આમ વિજયની ઉજવણી સમી નથી ત્યાં હવે નવો જ રાજકીય ખેલ શરૂ થઈ ગયો છે. શાસક પક્ષમાં વિવિધ હોદ્દા પર કોની નિમણૂક કરવામાં આવી રહી છે તેના પર ચાંપતી નજર મંડાઈ છે.


આ પણ વાંચો: ભાજપે ઉત્તર ગુજરાતમાં રાબેતા મુજબ દબદબો જાળવ્યો… જુઓ વિગતવાર પરિણામ

આ પણ વાંચો: રાજ્યની 34માંથી જિલ્લા પંચાયતમાં ભાજપની જીત

આ પણ વાંચો: આ પણ વાંચો: BJPની પ્રચંડ સુનામી, તમામ મનપામાં ક્લીન સ્વીપ