Gujarat Local Body Election 2026/ રાજ્યની 34માંથી જિલ્લા પંચાયતમાં ભાજપની જીત

રાજ્યની કુલ 34 જિલ્લા પંચાયતમાંથી ભાજપ 32 જિલ્લા પંચાયત કબ્જે કરી ચૂક્યું છે. એક જિલ્લા પંચાયત આમ આદમી પાર્ટીએ જીતી છે.

Top Stories Gandhinagar Gujarat Breaking News

Gandhinagar News: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વચ્ચે વિપક્ષના દાવા-પ્રતિદાવા અને આક્ષેપો વચ્ચે ભાજપ અડીખમ રહ્યુ છે. શાસક પક્ષ ભાજપે મહાનગરપાલિકા પછી નગરપાલિકામાં ભગવો લહેરાવ્યા પછી 34માંથી 32 જિલ્લા પંચાયત પણ અત્યાર સુધીમાં કબ્જે કરી ચૂક્યું છે. જયારે આમ આદમી પાર્ટીએ નર્મદા જિલ્લાની પંચાયત કબ્જે કરી છે. આ સિવાય ડાંગમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે રસાકસી છે.  ભાજપે કબ્જે કરેલી જિલ્લા પંચાયતમાં કચ્છ, બનાસકાંઠા, વાવથરાદમાં વિજય મેળવ્યો છે.

ગુજરાતમાં 15 મ્યુનિસિપલ કોર્પોરેશનોમાંથી બધામાં ભાજપે જીત મેળવી છે. આમ વિપક્ષના સૂપડા સાફ કરી નાખ્યા છે. લગભગ બધી જ મહાનગરપાલિકામાં જાણે તેનો કોઈ હરીફ જ ના હોય તેવી સ્થિતિ હતી.

આ અગાઉના પરિણામમાં જોઈએ તો આપના રાજ્ય મહામંત્રી મનોજ સોરઠિયા હારી ગયા, જ્યારે રાજકોટમાં કોંગ્રેસના ઉમેદવાર આરજે આભા પણ હારી ગયા. દરમિયાન ચૂંટણીના પરિણામોનો ઝોક બતાવે છે કે ભાજપનો વિજય નિશ્ચિત છે. ફર્ક ફક્ત જિલ્લા અને તાલુકા પંચાયતોમાં પડી શકે તેમ માનવામાં આવે છે. અમદાવાદમાં મતગણતરી કેન્દ્ર પર પોલીસ અને ભાજપના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું, જેના કારણે બંને પક્ષો વચ્ચે ઉગ્ર દલીલ થઈ અને ગરમાગરમી હાથાપાઈ સુધી આગળ વધી હતી.


આ પણ વાંચો:ભેંસાણ જિલ્લા પંચાયતની બેઠક પર પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી હાર્યા

આ પણ વાંચો:સુરતમાં આમ આદમી પાર્ટીના મહામંત્રી પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયાનો પરાજય થતા આંચકો

આ પણ વાંચો:રાજકોટમાં ભાજપને જંગલેશ્વરમાં ડિમોલિશન નડ્યુ, કોંગ્રેસની આખી પેનલ જીતી