Lifestyle/ માટલાના પાણીમાંથી દુર્ગંધ આવે છે? માટલું શી રીતે સાફ કરવું…જાણો અસરકારક ટિપ્સ..!

માટલાને સ્વચ્છ રાખવાની 4 સરળ ટિપ્સ (Matlu Cleaning Tips) દર્શાવવા જઇ રહ્યાં છીએ જેથી તમે માટલાના શીતળ જળનો આનંદ લઇ શકશો…

Trending Tips & Tricks Food Lifestyle
Matlu Cleaning Tips, ઉનાળા, શીતળ જળ, સફાઇ, ઉપાયો

Lifestyle: સમયાંતરે માટલાને સ્વચ્છ રાખવું અત્યંત આવશ્યક હોય છે. અહિં અમે તમને 4 સરળ ટિપ્સ (Matlu Cleaning Tips) દર્શાવવા જઇ રહ્યાં છીએ જેથી તમે માટલાને સ્વચ્છ રાખી શકશો.

ઉનાળાની ગરમીમાં સૌ કોઇને ઠંડુ પાણી પીવું પસંદ હોય છે. પાણી કેવળ તરસ નથી છિપાવતું પણ બૉડીને પણ હાઇડ્રેટેડ રાખે છે. આ સંજોગોમાં ઠંડા પાણીની તલબ લાગે ત્યારે મોટાભાગના લોકો માટલાનું શીતળ જળ (Natural Cool Water) પીવાનું જ પસંદ કરતા હોય છે. પરંતુ ઘણી વાર માટલાના પાણીમાંથી વિચિત્ર પ્રકારની ગંધ આવવા લાગે છે જેના કારણે પાણી પીવાનું મન સુદ્ધાં થતું નથી!

Matlu Cleaning Tips, ઉનાળા, શીતળ જળ, સફાઇ, ઉપાયો

ઉનાળાની કાળઝાળ ગરમીની ઋતુ (Summer Season)માં પાણી અમૃત સમાન લાગે છે અને એમાંયે માટલાનું શીતળ જળ મળી જાય તો વાત જ શું પૂછવી! આ પાણીમાં માટીની એક અલગ મહેક આવે છે અને જો આ સુગંધના સ્થાને એમાંથી વાસ આવે તો?

માટલામાં દુર્ગંધ આવવાનું મુખ્ય કારણ બેક્ટેરિયાનો વિકાસ (Bacterial Growth) થવો અથવા તો માટલાના રોમછિદ્રો બંધ થઇ જવા એ મુખ્ય કારણો હોય છે. આથી જ સમયાંતરે માટલાને સ્વચ્છ રાખવું અત્યંત આવશ્યક હોય છે. અહિં અમે તમને 4 સરળ ટિપ્સ (Matka Cleaning Tips) દર્શાવવા જઇ રહ્યાં છીએ જેથી તમે માટલાને સ્વચ્છ રાખી શકશો.

માટલાને સ્વચ્છ રાખવાની 4 ટિપ્સ (Matlu Cleaning Tips)

અમે તમને માટલાને સ્વચ્છ રાખવાની 4 સરળ ટિપ્સ  દર્શાવવા જઇ રહ્યાં છીએ જેથી તમે માટલાના શીતળ જળનો આનંદ લઇ શકશો.

Matlu Cleaning Tips, ઉનાળા, શીતળ જળ, સફાઇ, ઉપાયો

1. માટલાની અંદર-બહારની સફાઇ જરુરી

માટલાને અંદરથી તો બધા વીછળતા જ હોય છે પણ બહારની સપાટીને પણ સાફ રાખવી જરુરી છે. પણ એ વાતનું ધ્યાન રાખવું અત્યંત આવશ્યક છે કે એને બહારની તરફથી ક્યારેય સાબુ કે ડિટર્જન્ટ વડે ન ધોવું! માટલાને બહારથી ધોવા માટે માટી કે રાખનો ઉપયોગ કરવો યોગ્ય છે. આમ કરવાથી એના રોમછિદ્રો (Pores of the Pot) ખૂલવા લાગે છે અને પાણી સરસ ઠંડુ થાય છે.

2. ઈંટનો ટુકડો કે નારિયેળની જટાનો ઉપયોગ

જો માટલામાં અંદરની તરફ હાથ નાખીને વીછળી ન શકાય તો એમાં નારિયેળની જટાના છોતરાં (Coconut husk) અથવા ઈંટના નાના-નાના ટુકડા (pieces of brick) માટલાની અંદર નાખવા. ત્યાર બાદ, થોડું પાણી ઉમેરીને માટલાને જોર-જોરથી હલાવવું. આમ કરવાથી એમાં અંદર જામેલી ગંદકી દૂર થઇ જશે.

3. સિંધાલૂણ અને નવશેકા પાણીનો ઉપયોગ

આ પરંપરાગત પદ્ધતિઓ પૈકીનો એક કારગર ઉપાય છે. મીઠું એક કુદરતી ક્લિંઝર તરીકે કાર્ય કરે છે. આ માટે માટલાને ખાલી કરવું અને એમાં 2 થી 3 ચમચી સિંધવ મીઠું (Rock Salt) ઉમેરવું. હવે એમાં ગરમ નહિં પણ નવશેકું પાણી ભરીને 15 થી 20 મિનિટ સુધી મૂકી રાખવું. એક સ્વચ્છ કપડા અથવા નરમ બ્રશની મદદથી માટલાની અંદરની દિવાલ સાફ કરી લેવી અને પછી સાદા પાણીથી ધોઇ લેવું.

4. લીંબુ અને બેકિંગ સોડા

જો માટલાની અંદર વધારે ખરાબ વાસ આવતી હોય તો આ ઉપાય કારગર રહેશે. આ માટે 1 લીંબુના રસ અને 1 ચમચી બેકિંગ સોડા (Lemon Juice & Baking Soda)ને માટલામાં ઉમેરવું. થોડું પાણી નાખીને એને સરસ રીતે હલાવી લેવું. આ મિશ્રણ માટલાની અંદર જામેલો મેલ અને વાસને જડમૂળથી દૂર કરી દેશે.


આ પણ વાંચો: વોશિંગ મશીન ગંદુ થઇ જાય તો શું કરશો? આખા મશીનની સફાઇ થશે મિનિટોમાં…આ રહી ટ્રિક્સ…

આ પણ વાંચો: કબૂતરો બાલ્કનીમાં ગંદકી ફેલાવે છે? એનાથી છૂટકારો મેળવવાની ટિપ્સ…

આ પણ વાંચો: ઘરની ભીંતો પર ફૂગ જામવાથી થઇ શકે છે જોખમી બીમારીઓ, જાણીએ મોલ્ડ એલર્જી અને બચાવની ટિપ્સ…