Gujarat Local Body Election Results LIVE/ મહેસાણા મનપા, જિલ્લા-તાલુકા પંચાયતમાં ભગવો લહેરાયો

ગુજરાત સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી 2026ના (Gujarat Local Body Election Result) પરિણામો LIVE જુઓ. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકા રિઝલ્ટ સાથે તમામ અપડેટ અહીં મેળવો.

Top Stories Gujarat Breaking News
Gujarat Local Body Election Result

Gujarat Local Body Election Results LIVE:ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મતગણતરી શરૂ ગઈ છે, જેને લઈને રાજ્યભરમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. ચૂંટણી પંચ દ્વારા નક્કી કરાયેલા કેન્દ્રો પર કડક સુરક્ષા વચ્ચે મતગણતરી હાથ ધરાશે.આ વખતે કુલ 15 મહાનગરપાલિકા અને 84 નગરપાલિકાઓની મતગણતરી થશે. સાથે જ 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતની બેઠકો માટે પણ મતગણતરી કરવામાં આવશે. રાજ્યભરના કુલ 382 સ્થળોએ મતગણતરી પ્રક્રિયા યોજાઈ.

મતગણતરીને પારદર્શક અને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરવા માટે આશરે 28,240થી વધુ સ્ટાફની નિમણૂક કરવામાં આવી છે.સુરક્ષા દ્રષ્ટિએ પણ વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જેમાં લગભગ 33 હજાર પોલીસ કર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે.

04-59 PM
અમદાવાદ

મહેસાણા મનપા, જિલ્લા અને તાલુકા પંચાયત ભાજપે જીતી લીધી. આમ બધે ભાજપનો ભગવો લહેરાયો છે.

04-57 PM
અમદાવાદ: જમાલપુર વોર્ડમાં કોંગ્રેસની પેનલની જીત થઈ

પાદરા તાલુકા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાયો છે. 26માંથી 20 બેઠક ભાજપ જીતી છે. આ સિવાય જિલ્લા પંચાયતમાં પણ ભાજપે છ બેઠક જીતી છે.

04-54 PM
અમદાવાદ: જમાલપુર વોર્ડમાં કોંગ્રેસની પેનલની જીત થઈ

અમદાવાદ જમાલપુર વોર્ડમાં કોંગ્રેસની પેનલ જીતી છે. આમ અમદાવાદમાં ખાડિયા, જમાલપુર અને દાણીલીમડામાં કોંગ્રેસની પેનલ જીતી છે.

04-50PM
રાજકોટ મનપા, જિલ્લા અને તાલુકા પંચાયત ભાજપ પાસે

રાજકોટ મનપાની 72માંથી ભાજપ 65 જીત્યું છે. કોંગ્રેસ સાત બેઠક જીત્યું છે. તાલુકા પંચાયતની 202 બેઠકોમાં ભાજપ 155 જીત્યું છે. કોંગ્રેસ 23 જીતી છે, આપ 24 જીતી છે, જિલ્લા પંચાયતની 36 બેઠકોમાંથી ભાજપ 34 જીતી છે. ગોંડલ નપાની બધી 44 બેઠક ભાજપ જીતી છે. કોંગ્રેસની બેઠક ગયા વર્ષ કરતાં ત્રણ બેઠક વધી છે.

04-47PM
અમદાવાદમાં 20 વોર્ડમાં ભાજપનો વિજય, ખાડિયા અને દાણીલીમડામાં કોંગ્રેસ જીતી

અમદાવાદમાં 20 વોર્ડમાં ભાજપનો વિજય થયો છે. દાણીલીમડા વોર્ડમાં કોંગ્રેસની જીત થઈ છે. ગુજરાત કોલોજે ખાતે મતગણતરી પૂરી થઈ છે. ઓઢવ સહિત અનેક વોર્ડમાં ભાજપની જીત થઈ છે. ગુજરાત કોલેજ ખાતે મતગણતરી કરવામાં આવી હતી.

04-47PM
રાજકોટ મનપામાં વશરામ સાગઠિયાની હાર

રાજકોટ મનપામાં ભાજપ 65 અને કોંગ્રેસ સાત બેઠક જીત્યું છે. વશરામ સાગઠિયાની નિલેશ હેરભા સામે હાર થઈ છે. 154 મતના અંતરથી ભાજપના ઉમેદવાર સામે વિજેતા થયો છે. વશરામ સાગઠિયાની નિલેશ હેરભા સામે હાર થઈ ગઈ છે. 154 મતના અંતરથી ભાજપના ઉમેદવાર વિજેતા થયા છે.

04-44 PM

જૂનાગઢમાં કેશોમાં ભાજપ-આપ વચ્ચે ટાઈ પછી આપનો ઉમેદવાર જીત્યો

જૂનાગઢ કેશોદ તાલુકા બેઠક પર મતથી ટાઈ થઈ હતી. બેઠક પર બંને ઉમેદવારને 1191-1191 મત મળ્યા હતા. ટાઇ થતાં નિયમ મુજબ ચિઠ્ઠી દ્વારા નિર્ણય લેવાયો હતો. ચિઠ્ઠીમાં આપના યશવંતસિંહ રાયજાદા વિજેતા બન્યા હતા. ટાઈ થતાં નિયમ મુજબ ચિઠ્ઠી દ્વારા નિર્ણય લેવાયો હતો.

04-41 PM

બોટાદ તાલુકા પંચાયતની બેઠક જીતી

બોટાદ તાલુકા પંચાયતની તુરખા બેઠક પર ભાજપના ઉમેદવારનો વિજય થયો છે. માંડવા તાલુકા પંચાયતની બેઠક પર ભાજપના ઉમેદવાર જીત્યા છે. ઇતરિયા તાલુકા પંચાયત બેઠક પર આપના ઉમેદવારનો વિજય થયો છે. માંડવધાર તાલુકા પંચયતની બેઠક પર ભાજપના ઉમેદવારનો વિજય થયો છે. માંડવા તાલુકા પંચાયતની બેઠક પર ભાજપના ઉમેદવારનો વિજય થયો છે.

04-38 PM

ભરૂચની નેત્રંગ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત આપે જીતી

ભરૂચ નેત્રંગ તાલુકા પંચાયત પર આપની જીત થઈ છે. 16 બેઠકમાંથી નવ બેઠક આપે જીતી છે. જિલ્લા પંચાયતની બે બેઠક પર ભાજપ જીતી ચે. 16માંથી આપની નવ બેઠક જીતી છે. જિલ્લા પંચાયતની બે બેઠક ભાજપે જીતી છે.

04-36 PM

મહીસાગરમાં ભાજપ માંડ-માંડ જીત્યું

મહીસાગર વિરણીયા જિલ્લા પંચાયતની સીટ પર ભાજપની 186 મતથી જીત થઈ છે.

04-34 PM

સુરેન્દ્રનગરમાં ભાજપનો ભવ્ય વિજય

સુરેન્દ્રનગરમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે. જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં ભાજપે સત્તા જાળવી છે. પરિમામ બાદ સમર્થકોમાં ઉજવણી કરી છે. જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં ભાજપે સત્તા જાળવી છે. પરિણામ પછી સમર્થકોમાં ઉજવણીનું વાતાવરણ છે.

04-32 PM

પાટણ નગરપાલિકા ભાજપે કબ્જે કરી

પાટણ નગરપાલિકા ભાજપે કબ્જે કરી છે. 11 વોર્ડની 44 બેઠક પર ગણતરી પૂરી થઈ છે. ભાજપે 24 બેઠકો સાથે નગરપાલિકા કબ્જે કરી છે. કોંગ્રેસ 17 બેઠક સાથે વિપક્ષમાં બેસશે. ત્રણ અપક્ષ ઉમેદવાર પણ વિજેતા થયા છે.

04-27 PM

સુરતમાં તાલુકા પંચાયતની બેઠક આપે ભાજપને હરાવી કબ્જે કરી

સુરત જિલ્લામાં ભાજપ માટે વધુ એક ગાબડું પડ્યું છે. વધુ એક તાલુકા પંચાયત બેઠક આમ આદમી પાર્ટીના ફાળે ગઈ છે. બલાલકુવા તાલુકા પંચાયત બેઠક પર આમ આદમી પાર્ટીને જીત થઈ છે. ઉમરપાડા તાલુકા પંચાયતની બેઠક આમ આદમી પાર્ટીને ફાળે ગઈ છે. સુરત જિલ્લામાં ભાજપ માટે વધુ એક ગાબડું થાય છે.

04-20 PM

પાટણ નગરપાલિકામાં વોર્ડ નંબર-7માં અપસેટ

પાટણ નગરપાલિકાના વોર્ડ નંબર-7માં અપસેટ સર્જાયો છે. કોંગ્રેસને બે અને ભાજપનો એક અને એક બેઠક પર અપક્ષ ઉમેદવારનો વિજય થયો છે. કોંગ્રેસના હરેશભાઈ ઠક્કર, દક્ષાબેન સોલંકી વિજેતા થયા હતા. જ્યારે ભાજપના ઉમેદવાર નવીન પ્રજાપતિની થઈ જીત છે. અપક્ષ  મહિલા ઉમેદવાર ચેતનાબેન પ્રજાપતિએ જીત મેળવી છે.

04-15 PM

મોરબીમાં ભાજપના ઐતિહાસિક દેખાવનું પુનરાવર્તન 

મોરબીમાં ભાજપની સત્તાનું થયું પુનરાવર્તન થયું છે. વિપક્ષની આશા પર પાણી ફરી વળ્યું છે. 52 બેઠક પર ભાજપની જીત થઈ છે. તમામ બેઠકો ભાજપે કબ્જે કરી છે. મોરબીમાં ભાજપની સત્તાનું પુનરાવર્તન થયું છે.

04-05 PM

રાજકોટ મનપામાં ભાજપનો દબદબો

રાજકોટ મનપાની 72 બેઠકો પરનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. મનપાની 65 બેઠક પર ભાજપે જીત મેળવી છે. મનપાની સાત બેઠકો કોંગ્રેસે જીતી હતી. 2021ની તુલનાએ ભાજપે સાત બેઠકો ગુમાવી હતી. કોંગ્રેસે ત્રણ વધુ બેઠકો મેળવી છે. આમ આદમી પાર્ટી પોતાનું ખાતુ ખોલાવી ન શકે.

03-55 PM

રાજકોટમાં ઉપલેટામાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે રસાકસી

રાજકોટના ઉપલેટા તાલુકા પંચાયતનું પરિણામ જાહેર થયું છે. તાલુકા પંચાયતની કુલ 18 બેઠક માટેનું પરિણામ જાહેર થયું છે. 18 બેઠકોમાંથી નવ બેઠક પર ભાજપનો વિજય થયો છે. 8 બેઠક પર કોંગ્રેસ અને એક બેઠક પર આપની જીત થઈ છે.

03-55 PM

નવસારીમાં બધે જ ભગવો લહેરાયો

નવસારી મનપામા ભગવો લહેરાયો 50 બેઠકો પર ભાજપની નથી. નવસારી તાલુકા પંચાયતની 16 બેઠકો પર ભાજપની જીત થઈ છે. જલાલપોર તાલુકા પંચાયતની 18 બેઠકો પર ભાજપની જીત થઈ છે. ગણદેવી તાલુકા પંચાયતની 23 બેઠક પર ભાજપની જીત થઈ છે. ચીખલી તાલુકા પંચાયતની 17 બેઠક પ રભાજપની જીત થઈ છે. વાંસદા તાલુકા પંચાયતની 11 બેઠક પર ભાજપની જીત થઈ છે. નવસારી જિલ્લા પંચાયતની 21 બેઠક પર ભાજપની જીત થઈ છે. ગણદેવી નપાની 24 બેઠકો પર ભાજપની જીત થઈ છે. ખેરગામ તાલુકા પંચાયતની 11 બેઠકો પર ભાજપની જીત થઈ છે.

03-45 PM

34માંથી 32 જિલ્લા પંચાયત ભાજપે જીતી, એકમાં આપનો કબ્જો

રાજ્યની કુલ 34 જિલ્લા પંચાયતમાંથી 32 જિલ્લા પંચાયત ભાજપે જીતી લીધી હતી. જ્યારે એક જિલ્લા પંચાયત નર્મદા જિલ્લા પંચાયત આમ આદમી પાર્ટીએ કબ્જે કરી હતી, જ્યારે એકમાં જિલ્લા પંચાયત ડાંગમાં હજી પણ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રસાકસી છે.

03-25 PM

દાહોદ તાલુકા પંચાયતમાં ભાજપનો વિજય

દાહોદના વટલી તાલુકા પંચાયતમાં ભાજપની જીત થઈ છે. ભાજપના રાકેશ મછાર 1466 મત મેળવીને વિજેતા જાહેર થયા છે.

03-20 PM

દહેગામ નપામાં ભાજપનો રસાકસી પછી વિજય

દહેગામ નગરપાલિકામાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે જબરદસ્ત રસાકસી જોવા મળી છે. ભાજપને 17 તો કોંગ્રેસને 11 બેઠકો મળી છે. આમ ભારે રસાકસી વચ્ચે ભાજપ સરસાઈ મેળવવામાં સફળ રહ્યું

03-15 PM

વાંકાનેર તાલુકા પંચાયત કોંગ્રેસે જીતી

વાંકાનેર તાલુકા પંચાયત પર કોંગ્રેસે કબ્જો કર્યો છે. વાંકાનેર તાલુકા પંચાયતની 15 બેઠકો પર કોંગ્રેસ જીતી છે, જ્યારે ભાજપે આઠ બેઠક જીતી છે અને એક બેઠક અપક્ષને મળી છે.

03-05 PM

દાંતીવાડા જિલ્લા પંચાયતની ત્રણેય સીટ ભાજપ જીત્યું

દાંતીવાડાની ત્રણેય જિલ્લા પંચાયત સીટ ભાજપના ફાળે ગઈ છે. મોટી ભાભર, દાંતીવાડા અને પાથાવાડા સીટ ભાજપે જીતી છે.

02:50 PM

અમદાવાદના ખાડિયામાં કોંગ્રેસની જીત

અમદાવાદના ખાડિયા વિસ્તારમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસે મહત્વપૂર્ણ જીત નોંધાવી છે. આ પરિણામ સાથે વિસ્તારમાં ભાજપને ઝટકો લાગ્યો છે અને કોંગ્રેસે પોતાનું વચનબળ સાબિત કર્યું છે.

02:45 PM

અમરેલી જિલ્લામાં 6 નગરપાલિકાઓ પર ભાજપે કબ્જો મેળવ્યો

અમરેલી જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપે નોંધપાત્ર સફળતા મેળવી છે. જિલ્લા પંચાયત સહિત 6 નગરપાલિકાઓ પર ભાજપે કબ્જો મેળવ્યો છે. 11 તાલુકા પંચાયતોમાંથી 9 પર ભાજપનો ભગવો લહેરાયો છે.બગસરા તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટી અને લીલીયા તાલુકા પંચાયતમાં કોંગ્રેસે જીત મેળવી છે.

02:40 PM

વિજાપુર તાલુકા પંચાયતની ચૂંટણીમાં  લોકપ્રિય ગાયિકા નેહા સુથારની જીત

મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપે મજબૂત વિજય મેળવ્યો છે. લોકપ્રિય ગાયિકા નેહા સુથાર, જે ભાજપની ટિકિટ પરથી ચૂંટણી લડ્યા હતા, તેમણે 1390થી વધુ મતોની જંગી સરસાઈ સાથે ભવ્ય જીત હાંસલ કરી છે. આ જીત સાથે ભાજપે વિસ્તારમાં પોતાનો વિજયધ્વજ વધુ મજબૂત રીતે લહેરાવ્યો છે.

02:35 PM

નવસારી જિલ્લા પંચાયતની વાંઝણા બેઠક પર બબાલ

નવસારી જિલ્લા પંચાયતની વાંઝણા બેઠક પર મતગણતરી દરમિયાન ભારે હંગામો સર્જાયો છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ મતગણતરી પ્રક્રિયા સામે વાંધો ઉઠાવ્યો છે. મતગણતરી શરૂ થવા પહેલાં જ કેટલાક EVMના સીલ તૂટેલા મળી આવતાં ઉમેદવારોમાં આક્રોશ ફાટી નીકળ્યો. તેમણે RO અને ચૂંટણી તંત્ર પર ગંભીર આક્ષેપો કર્યા છે. હાલ પોલીસની હાજરીમાં સ્થિતિ કાબૂમાં લેવામાં આવી છે અને મામલો શાંત કરવામાં આવ્યો છે.

02:30 PM

ધ્રાંગધ્રા નપામાં ફરી ભાજપનું શાસન યથાવત

ધ્રાંગધ્રા નગરપાલિકામાં ભાજપે ફરી એકવાર મજબૂત પ્રદર્શન કરીને કુલ 36માંથી 32 બેઠકો જીતી સ્પષ્ટ બહુમતી મેળવી છે. કોંગ્રેસે 3 બેઠકો ભાજપ પાસેથી આંચકી કુલ 4 બેઠકો મેળવી છે, જ્યારે આમ આદમી પાર્ટી ફરી એકપણ બેઠક જીતવામાં નિષ્ફળ રહી છે. વોર્ડ નં. 5માં કોંગ્રેસે ક્લીન સ્વીપ કરી ચારેય બેઠકો કબજે કરી છે. ચૂંટણી પહેલાં ભાજપે 11 બેઠકો બિનહરીફ જીતેલી હતી, અને પરિણામ બાદ વધુ 13 બેઠકો જીતીને પોતાનું વર્ચસ્વ વધુ મજબૂત કર્યું છે.

02:25 PM

ગુજરાત કોલેજ ખાતે કુલ 21 વોર્ડની ગણતરી હાથ ધરાઈ

અમદાવાદના ગુજરાત કોલેજ ખાતે 21 વોર્ડની મતગણતરી ચાલુ છે. અત્યાર સુધી મણિનગર, ઈસનપુર, નિકોલ, ગોતામાંથી લઈ ઘાટલોડિયા, જોધપુર, વેજલપુર સહિત અનેક વોર્ડમાં ભાજપના ઉમેદવારો વિજેતા જાહેર થયા છે. દાણીલીમડા, ઓઢવ, રાણીપ અને ખોખરા સહિત કેટલાક વોર્ડની ગણતરી હજુ ચાલુ છે. મતગણતરી કેન્દ્ર પર ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે ભાજપ કાર્યકરોમાં ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે.

02:20 PM

રાજકોટમાં  કોંગ્રેસે પોતાનો ગઢ જાળવી રાખ્યો

રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામોમાં રસાકસીભર્યો માહોલ જોવા મળ્યો છે. કોંગ્રેસે કેટલાક વિસ્તારોમાં પોતાનો ગઢ જાળવી રાખ્યો છે, જ્યારે ભાજપે પણ અનેક વોર્ડમાં મજબૂત જીત નોંધાવી છે.રાજકોટમાં 72 પૈકી 8 સીટ કોંગ્રેસના ફાળે ગઈ છે.

02:15 PM

વડોદરા મનપા પર ભાજપનો ભગવો લહેરાયો

વડોદરા મહાનગરપાલિકાના પરિણામોમાં ભાજપે ફરી એકવાર બહુમતી મેળવી છે અને સતત 7મી વખત બોર્ડ બનાવવાનો માર્ગ સ્પષ્ટ થયો છે.

02:10 PM

મહીસાગર જિલ્લા પંચાયતમાં ભાજપમાં ભગવો લહેરાયો

મહીસાગર જિલ્લા પંચાયતના પરિણામોમાં ભાજપે બહુમતી મેળવી છે. કુલ 28 બેઠકોમાંથી 16 બેઠકો પર ભાજપે જીત મેળવીને જિલ્લામાં ભગવો લહેરાવ્યો છે.

02:05 PM

સાબરકાંઠા ત્રણ નગરપાલિકાઓના પરિણામ જાહેર

સાબરકાંઠામાં ત્રણ નગરપાલિકાઓના ચૂંટણી પરિણામો જાહેર થયા છે, જેમાં ભાજપ અને કોંગ્રેસ બંનેને અલગ-અલગ વિસ્તારોમાં સફળતા મળી છે.વડાલી નગરપાલિકા કોંગ્રેસના ફાળે ગઈ છે.કુલ 24 બેઠકોમાંથી 16 બેઠકો પર કોંગ્રેસે વિજય મેળવ્યો છે.હિંમતનગર નગરપાલિકામાં ભાજપે મજબૂત પ્રદર્શન કર્યું છે. 44 બેઠકોમાંથી 37 બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો છે.

02:05 PM

સુરતમાં વોર્ડ નંબર 12માં ફરી રિ કાઉન્ટીંગ

સુરતના વોર્ડ નંબર 12માં ચૂંટણી પરિણામ બાદ ફરી રિકાઉન્ટિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.આ વોર્ડમાં કોંગ્રેસના ઉમેદવાર અસદ જરીવાળાની જીત જાહેર થયા બાદ પણ વિવાદ ઉભો થયો છે. ભાજપના ઉમેદવારે પરિણામ સામે શંકા વ્યક્ત કરીને રિકાઉન્ટિંગની માંગ કરી હતી, જેના કારણે ફરી મતગણતરી શરૂ કરવામાં આવી છે.

02:00 PM

કર્ણાવતી ચોક ખાતે થશે ભાજપ વિજયોત્સવની ઉજવણી

કર્ણાવતી ચોક ખાતે ભાજપની ચૂંટણીમાં જીત બાદ ભવ્ય વિજયોત્સવની ઉજવણી યોજાશે.ચૂંટણીમાં ભાજપને મળેલી સફળતા પછી કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને મોટી સંખ્યામાં કાર્યકરો સ્થળ પર એકઠા થયા છે.આ ઉજવણીમાં મુખ્યમંત્રી, નાયબમુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ પણ હાજરી આપશે.

01:30PM

નડિયાદ મનપામાં વોર્ડ નં. 13માં હેમલ પટેલની હાર

નડિયાદ મહાનગરપાલિકાના વોર્ડ નં. 13ના ચૂંટણી પરિણામમાં ભાજપને મોટો ઝટકો લાગ્યો છે.આ વોર્ડમાં હેમલ પટેલની હાર થઈ છે. સ્થાનિક MLA પંકજ દેસાઈના પિતરાઈભાઈને પણ પરાજયનો સામનો કરવો પડ્યો છે.

01:29 PM

સુરેન્દ્રનગરની મુળી બેઠક પર ભાજપના ઉમેદવાર રાજુ કરપડાની જીત 

સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની મુળી બેઠક પર ભાજપની જીત, ભાજપના ઉમેદવાર રાજુ કરપડા 1400થી વધુ મતોથી જીત્યા.

01:25 PM

જામનગરમાં નયનાબા જાડેજાને મળી કર્મી હાર 

જામનગરમાં થયેલી સ્થાનિક ચૂંટણીમાં ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજાને આંચકાજનક હારનો સામનો કરવો પડ્યો છે.

01:20 PM

પાલડી વોર્ડ નં. 30માં ભાજપ પેનલનો વિજય

અમદાવાદના પાલડી વોર્ડ નં. 30માં ભાજપના ચારેય ઉમેદવારો વિજયી બન્યા છે

01:15 PM

બંગડીઓ વેંચતા સંશી કાંગશિયા બન્યા કોર્પોરેટર

મહેસાણા જિલ્લાના બહુચરાજી નગરપાલિકાના વોર્ડ નં. 4માં ભાજપની ભવ્ય વિજયી થઈ છે. આ પરિણામમાં ખાસ ધ્યાન ખેંચનાર ઘટના એ રહી કે બંગડીઓ વેચીને જીવન ગુજારતા સંશી કાંગશિયા હવે કોર્પોરેટર તરીકે ચૂંટાઈ આવ્યા છે.

01:10 PM

મહેસાણા વોર્ડ 13માં ભાજપની પેનલનો વિજય

મહેસાણામાં વોર્ડ નં. 13માં ભાજપે પેનલ સાથે જીત નોંધાવી છે.મહેસાણા મનપાના વોર્ડ નં. 13માં ખાસ વાત એ રહી કે ભાજપના ઉમેદવાર રમેશ ભીલ, જે અગાઉ પટાવાળા તરીકે કાર્યરત હતા, તેઓ હવે કોર્પોરેટર તરીકે ચૂંટાઈ આવ્યા છે.

01:05 PM

સુરત જિલ્લા પંચાયતમાં એક બેઠક AAPના ફાળે

સુરત જિલ્લા પંચાયતની કોસંબા બેઠક પર આમ આદમી પાર્ટીએ ભાજપ પાસેથી બેઠક આંચકી લઈ જીત નોંધાવી છે.સુરત જિલ્લા પંચાયતની આ બેઠક પર AAPના ઉમેદવાર સર્જન વસાવાએ 941 મતોની જંગી લીડ સાથે વિજય મેળવ્યો છે.

01:00 PM

માંગરોળની વધુ બે તા.પં. બેઠક કોંગ્રેસના

સુરત માંગરોળ તાલુકામાં ભાજપને વધુ બે ઝટકા,માંગરોળની વધુ બે તા.પં. બેઠક કોંગ્રેસના ફાળે,કોસંબા 1, 2 બેઠક કોંગ્રેસના ફાળે ગઈ,કોસંબા 1માં ફરીદા ઇબ્રાહિમ શાહની જીત,કોસંબા 2માં સલિમ શાહની જીત

01:00 PM

વડોદરાના વોર્ડ 16માં ભાજપની પેનલ તૂટી

વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નં. 16માં આ વખતે મિશ્ર પરિણામો આવ્યા છે અને ભાજપની પેનલ તૂટી છે.આ વોર્ડમાં કોંગ્રેસના બે ઉમેદવારો અને ભાજપના બે ઉમેદવારો વિજેતા બન્યા છે. કોંગ્રેસ તરફથી ચંદ્રકાન્ત શ્રીવાસ્તવ અને અલકા પટેલે જીત નોંધાવી છે, જ્યારે ભાજપમાંથી વિજય ચૌહાણ અને જાગૃતિ પટેલ વિજેતા બન્યા છે.

12:55 PM

હારીજ તાલુકા પંચાયત માકા બેઠક પર કોંગ્રેસની જીત

હારીજ તાલુકા પંચાયતની અનેક બેઠકોના પરિણામો જાહેર થયા છે.માકા બેઠક પર કોંગ્રેસે જીત મેળવી છે,જેમાં કોંગ્રેસના ઉમેદવાર પ્રવિણજી ઠાકોર વિજેતા બન્યા છે.બીજી તરફ વાઘેલ બેઠક પર ભાજપના ઉમેદવાર વિમળા પુનાભાઈએ જીત નોંધાવી છે.રાવીન્દ્રા બેઠક પર પણ ભાજપે સફળતા મેળવી છે, જ્યાં કિરણજી ઠાકોર વિજેતા બન્યા છે.

12:50 PM

પંચમહાલ જિલ્લામાં પણ ભાજપની જીત  

પંચમહાલ જિલ્લાની મોરા તાલુકા પંચાયત બેઠક પર ભાજપે ભવ્ય જીત નોંધાવી છે.ભાજપના ઉમેદવાર હરદીપ સિંહ જાદવે આ બેઠક પર વિજય મેળવ્યો છે.

12:45 PM

હારીજ તાલુકા પંચાયત પર ભાજપની જીત

હારીજ તાલુકા પંચાયતની કાતરા બેઠક પર ભાજપે જીત નોંધાવી છે.ભાજપના ઉમેદવાર પરમા ઠાકોરે આ બેઠક પર વિજય મેળવીને પાર્ટીની સ્થિતિ મજબૂત કરી છે.

12:40 PM

મહુવા નગરપાલિકામાં કોંગ્રેસ 12 બેઠક જીતી

મહુવા નગરપાલિકાની ચૂંટણીમાં કુલ 36 બેઠકમાંથી ભાજપે 16 બેઠકમાં જીત નોંધાવી છે, જેમાંથી 6 બેઠક અગાઉ જ બિનહરીફ રહી હતી. કોંગ્રેસે 12 બેઠક જીતી છે.

12:35 PM

સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની મુળી બેઠક પર ભાજપ આગણ

સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની મુળી બેઠક પર ભાજપે શરૂઆતથી જ આગળ.પ્રથમ રાઉન્ડની ગણતરી મુજબ ભાજપના ઉમેદવાર રાજુ કરપડા 1400થી વધુ મતોથી આગળ ચાલી રહ્યા છે.

12:30 PM

વિજાપુર તા.પં. ફુદેડા બેઠક પર લોક ગાયિકા નેહા સુથારનો ભવ્ય વિજય

વિજાપુર તાલુકા પંચાયતની ફુદેડા બેઠક પર ભાજપે જીત નોંધાવી છે.લોક ગાયિકા નેહા સુથારે આ બેઠક પર ભવ્ય વિજય મેળવ્યો છે. તેમણે પોતાના પ્રતિસ્પર્ધી સામે 1390થી વધુ મતોથી જીત મેળવીને ભાજપનો વિજય સુનિશ્ચિત કર્યો છે.

12:25 PM

વડોદરામાં વોર્ડ 13માં BJP પેનલનો ભવ્ય વિજય

વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નં. 13માં 2005 બાદ ફરી એકવાર કેસરીયો લહેરાયો છે, જે ભાજપ માટે મહત્વપૂર્ણ જીત ગણાય છે. લાંબા સમયથી આ બેઠક પર પકડ રાખનાર ઉમેદવારને આ વખતે પરાજયનો સામનો કરવો પડ્યો છે.

12:20 PM

જામનગર વોર્ડ 1માં ભાજપની આખી પેનલનો વિજય

જામનગર શહેરમાં ભાજપે મજબૂત પ્રદર્શન કરતા વોર્ડ નં. 1માં આખી પેનલનો વિજય નોંધાવ્યો છે.કોંગ્રેસને પાછળ રાખીને ભાજપે આ વોર્ડમાં સંપૂર્ણ પેનલ જીત મેળવી છે. સાથે જ વોર્ડ નં. 5, 9, 13 અને 14માં પણ ભાજપનો ભગવો લહેરાયો છે.આ જીત બાદ રીવાબા જાડેજા દ્વારા તમામ વિજેતા ઉમેદવારોને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

12:20 PM

વિજયનગરના તાલુકા પંચાયતનું પરિણામ જાહેર

વિજયનગર તાલુકા પંચાયતના પરિણામો જાહેર થયા છે જેમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ત્રણે પક્ષોએ બેઠકો પર જીત નોંધાવી છે.

ઈટાવડી બેઠક પર ભાજપના ઉમેદવાર હંસા નિનામાએ વિજય મેળવ્યો છે. કોડિયાવાડા બેઠક પર ભાજપના સુરેશ સોલંકી અને ચિઠોડા બેઠક પર શૈલેષ બોડાટે જીત નોંધાવી છે.

કોંગ્રેસ તરફથી અંદ્રોખા બેઠક પર જીના ખરાડી, બાલેટા બેઠક પર મણિલાલ ગામેતી અને પરવઠ બેઠક પર સવિતા પટેલે જીત મેળવી છે.

જ્યારે આમ આદમી પાર્ટીએ પણ નોંધપાત્ર પ્રદર્શન કર્યું છે કણાદર બેઠક પર જગદીશ ભગોરા અને આતરસુંબા બેઠક પર દિગ્વિજયસિંહ અસારી વિજેતા બન્યા છે.

12:17 PM

વડોદરા મહાનગર પાલિકામાં પુન: લહેરાયો કેસરીયો

વડોદરા મહાનગરપાલિકાના પરિણામોમાં ફરી એકવાર ભાજપનો પ્રભાવ જોવા મળ્યો છે.વોર્ડ નં. 13, 4, 7 અને 10માં ભાજપની પેનલોએ જીત મેળવીને મજબૂત પ્રદર્શન કર્યું છે. બીજી તરફ વોર્ડ નં. 16માં કોંગ્રેસે પણ સ્પર્ધાત્મક દેખાવ કર્યો છે, જ્યાં કોંગ્રેસને 2 અને ભાજપને પણ 2 બેઠકો મળી છે. કોંગ્રેસના ચંદ્રકાંત શ્રીવાસ્તવ 9મી વખત કોર્પોરેટર બન્યા છે.

12:15 PM

ઉના નપાની 36 બેઠકો પર ભાજપની જીત

ગીર સોમનાથ જિલ્લાના ઉના નગરપાલિકામાં ભાજપે ભારે બહુમતી સાથે વિજય મેળવ્યો છે.

12:12 PM

ડભોઇ વોર્ડ 5માં કોંગ્રેસ પેનલ આવતા માહોલ ગરમાયો

ડભોઇના વોર્ડ નં. 5માં કોંગ્રેસ પેનલની જીત બાદ પરિસ્થિતિ થોડાક સમય માટે તંગ બની ગઈ હતી.પરિણામ જાહેર થતાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે તણાવનો માહોલ સર્જાયો હતો અને બંને પક્ષના આગેવાનો આમને સામને આવી ગયા હતા.સ્થિતિ વધુ બગડે તે પહેલાં પોલીસ પહોંચી ગઈ અને દરમિયાનગીરી કરીને સમગ્ર મામલો કાબૂમાં લીધો હતો.

12:10 PM

જિ.પં. મજેવડી બેઠક પર ભાજપની જીત 

જૂનાગઢ જિ.પં. મજેવડી બેઠક પર ભાજપના ઉમેદવાર કાંતિ ગજેરાની જીત થઇ છે.

12:07 PM

જૂનાગઢ જિ.પં. ભેસાણ બેઠક પર ભૂપત ભાયાણીની હાર

જૂનાગઢ જિલ્લા પંચાયતની ભેસાણ બેઠક પર આમ આદમી પાર્ટીએ મહત્વપૂર્ણ જીત નોંધાવી છે.આ બેઠક પર AAPના ઉમેદવાર દિલસુખ રૂપારેલિયાએ વિજય મેળવ્યો છે, જ્યારે ભાજપના ભૂપત ભાયાણીની અંદાજે 1430 મતથી હાર થઈ છે.

12:05 PM

મતગણતરી પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સીધી દેખરેખ

મતગણતરી પ્રક્રિયા પર મુખ્યમંત્રીની સીધી નજર રાખવામાં આવી છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમના નિવાસસ્થાનેથી સમગ્ર રાજ્યની મતગણતરી પ્રક્રિયાનું સર્વગ્રાહી નિરીક્ષણ કરી રહ્યા છે.આ દરમિયાન ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટિલ પણ હાજર રહ્યા હતા. બંને નેતાઓએ મતગણતરીની પ્રક્રિયા અંગે સતત સમીક્ષા કરી પરિસ્થિતિ પર નજર રાખી હતી.

12:00 PM

માળીયા હાટીના ચુંદડી તા.પં. બેઠક પર ભાજપનો વિજય

જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના વિસ્તારમાં ભાજપે બે અલગ અલગ બેઠકો પર જીત નોંધાવી છે.ચુંદડી તાલુકા પંચાયત બેઠક પર ભાજપના ઉમેદવાર કંચન સોલંકીએ વિજય મેળવ્યો છે. જ્યારે ગળું જિલ્લા પંચાયત બેઠક પર મણી વાળાએ જીત મેળવી છે.

11:57 AM

પાટણ: શંખેશ્વર જી.પં.ની બેઠક પર ભાજપે મારી બાજી 

પાટણ જિલ્લાના શંખેશ્વર જિલ્લા પંચાયત બેઠક પર ભાજપની જીત

11:55 AM

રાણપુર તાલુકા પંચાયત બેઠકના પરિણામ જાહેર

રાણપુર તાલુકા પંચાયત બેઠકમાં રાણપુર 2 બેઠક પર ભાજપ ઉમેદવારની જીત અને રાણપુર 1 બેઠક પર કોંગ્રેસ ઉમેદવારની જીત.

11:50 AM

બરવાળા તાલુકા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાયો 

બરવાળા તાલુકા પંચાયત મતગણતરીનું પરિણામ જાહેર,રાણપરી બેઠક પર ભાજપ ઉમેદવાર સંગીતા રાઠોડની જીત.રોજીદની 2 બેઠક પર ભાજપ ઉમેદવારનો વિજય, જ્યારે પાળીયાદની 1 બેઠક પર ભાજપ ઉમેદવાર રાહુલ ગોહિલનો વિજય થયો છે.

11:47 AM

કચ્છ  ભુજપુર જિ.પં.માં કોંગ્રેસનો 500 મતે વિજય

કચ્છના ભુજપુર જિલ્લા પંચાયત બેઠક પર કોંગ્રેસે જીત નોંધાવી છે.આ બેઠકમાં કોંગ્રેસના ઉમેદવારએ ભાજપ સામે અંદાજે 500 મતની લીડ સાથે વિજય મેળવ્યો છે.

11:45 AM

જૂનાગઢ કેશોદ નપામાં ભાજપની ભવ્ય જીત 

જૂનાગઢ કેશોદ નપાનું પરિણામ જાહેર,વોર્ડ નં. 5, 6 અને 7માં ભાજપનો ભગવો લહેરાયો

11:42 AM

ગીર સોમનાથ જિલ્લામાં રાજલ બારોટનો 2313 મત સાથે ભવ્ય વિજય 

ગીર સોમનાથ જિલ્લાની ઉના નગરપાલિકામાં વોર્ડ નં. 7માં ભાજપની સમગ્ર પેનલે ચારેય બેઠકો પર જીત.વિજેતા ઉમેદવારોમાં રાજલ બારોટે 2313 મત સાથે સૌથી વધુ મત મેળવ્યા, કિરણબેન બાંભણીયાએ 2243 મત, પરેશભાઈ બાંભણીયાએ 2159 મત અને કેયુર મૈયાએ 2091 મત મેળવી જીત નોંધાવી છે.

11:40 AM

ભેસાણ બેઠક પર ભૂપત ભાયાણીની કારમી હાર

જૂનાગઢ જિલ્લા પંચાયતની ભેસાણ બેઠક પરથી BJPના પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીની કારમી હાર.1500મતોના અંતરથી મળી હાર

11:38 AM

રાજકોટ વોર્ડ 1માં ભાજપની પેનલ વિજય

રાજકોટ શહેરના વોર્ડ નં. 1માં ભાજપની પેનલનો વિજય થયો છે. પરિણામ બાદ ધારાસભ્ય ઉદય કાનગડ સ્થળે પહોંચ્યા હતા.AAPના પ્રદર્શન અંગે ટિપ્પણી કરતા તેમણે જણાવ્યું કે વોર્ડ 4માં AAPની હાર એ દર્શાવે છે કે લોકોએ AAPને સ્વીકારી નથી. પરિણામ બાદ ભાજપ કાર્યકરોમાં ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો.

11:32 AM

જામનગર વોર્ડ નં 5 માં ભાજપની આખી પેનલનો વિજય 

જામનગર શહેરના વોર્ડ નં. 5માં ભાજપની પેનલનો સંપૂર્ણ વિજય થયો.આ વોર્ડમાં તમામ ઉમેદવારો ભાજપ તરફથી જીતતા સમગ્ર પેનલએ ક્લીન સ્વીપ કર્યો છે.

11:30 AM

અંબાજી ની તમામ 4 સીટો પર ભાજપના સુપડાસાફ

અંબાજી વિસ્તારમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મિશ્ર પરિણામો સામે આવ્યા,અંબાજીની 4માંથી 4 બેઠકો પર ભાજપે સુપડાસાફ કરી વિજય મેળવ્યો છે, જ્યારે બીજી તરફ તાલુકા પંચાયતની અંબાજી અને કુંભારિયા વિસ્તારની કુલ 3 બેઠકો તેમજ જિલ્લા પંચાયતની 1 બેઠક પર કોંગ્રેસે જીત નોંધાવી છે.

11:25 AM

નવરંગપુરા વોર્ડમાં ભાજપ પેનલની જીત 

અમદાવાદ શહેરના નવરંગપુરા વોર્ડમાં ભાજપ પેનલનો વિજય થયો .મતગણતરી દરમિયાન ભાજપના ઉમેદવારોને સ્પષ્ટ બહુમતી મળી, સમગ્ર પેનલએ વોર્ડમાં જીત નોંધાવી છે.

11:22 AM

રાજકોટના વોર્ડ નં. 4માં ભાજપના ઉમેદવારની જીત

રાજકોટના વોર્ડ નં. 4માં ભાજપના ઉમેદવાર કાળુ કુંગસિયાની જીત, AAPના ઉમેદવાર રાહુલ ભુવાની હાર

11:20 AM

વાંસદા તાલુકા પંચાયતમાં કોંગ્રેસે મેળવી જીત 

નવસારીની વાંસદા તાલુકા પંચાયતમાં કોંગ્રેસની જીત, રૂપવેલ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર વિજેતા.

11:17 AM

દહેગામમાં ભાજપે લહેરાવ્યો ભગવો 

દહેગામમાં ભાજપની જીત ,વોર્ડ 4માં ભાજપ પેનલની જીત, ભાજપના તમામ 4 ઉમેદવારોની જીત

11:15 AM

ઉના નગર પાલિકા વોર્ડ નંબર 3માં ભાજપે મારી બાજી 

ઉના નગર પાલિકા વોર્ડ નંબર 3માં ભગવો લહેરાયો, 4 બેઠકો પૈકી ભાજપ ની 2 બેઠક બિનહરીફ હતું જ્યારે વોર્ડ નંબર 3 માં ભાજપ ના બન્ને ઉમેદવાર વિજય થયા છે.

11:12 AM

કડી નપામાં લહેરાયો ભગવો

કડી નગરપાલિકામાં 28 બેઠકો પર ભાજપે મેળવી જીત, જ્યારે  8 બેઠકો પર કોંગ્રેસે નોંધાવી જીત

11:10 AM

બોડેલી નગરપાલિકામાં વોર્ડ નંબર 2 માં ભાજપની પ્રચંડ જીત 

છોટાઉદેપુરની બોડેલી નગરપાલિકામાં વોર્ડ નંબર 2 માં ભાજપે ભગવો લહેરાવ્યો

11:08 AM

પંચમહાલ માં AAPનું ઝાડુ ફર્યું  

પંચમહાલ માં AAPનો દબદબો,હાલોલની બાસ્કા તાલુકા પંચાયત બેઠક પર ‘આપ’ ના ઉમેદવાર સાહિસ્તાબાનું કાદરઅલી મકરાણીની 354 મતોથી જીત.

11:06 AM

સાયલા તાલુકા પંચાયતમાં ભાજપની જીત

સુરેન્દ્રનગરની સાયલા તાલુકા પંચાયતમાં ભાજપ ઉમેદવારોની જીત

11:05 AM

મહિસાગરમાં AAPનો વિજય 

આમ આદમી પાર્ટીએ મહિસાગરમાં ખાતું ખોલ્યું,બાબરોલ તાલુકા પંચાયત માં આપ ઉમેદવાર  જીગરકુમાર મહેન્દ્રભાઈ માલ બન્યા વિજેતા

11:04 AM

અમદાવાદમાં જોધપુરમાં ચારેય ભાજપ ઉમેદવારોની જીત

11:02 AM

ધાધણા તાલુકા પંચાયતમાં ભાજપ નું ખાતું ખુલ્યું

ધાધણા તાલુકા પંચાયતમાં ભાજપ ઉમેદવાર રિયા ચૌધરી 223 મત થી વિજેતા થયા.

11:00 AM

ગાંધીનગર જિલ્લા પંચાયત ની બેઠક ભાજપને ફળી

ગાંધીનગર જિલ્લા પંચાયતની બેઠક ભાજપના ખાતામાં ગઈ છે. ભાજપના ગીતા બહેન લાલજીભાઈ દેસાઈ 1150 મતોથી વિજેતા બન્યા છે.

10:58 AM

સુરેન્દ્રનગરમાં ભાજપનો ભગવો લહેરાયો  

સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં ભાજપને મહત્વપૂર્ણ સફળતા મળી છે. વોર્ડ નં. 1, 6 અને 10માં ભાજપની સંપૂર્ણ પેનલ વિજેતા બની છે.

10:57 AM

ગઢેચી તા.પં.માં ભાજપનો વિજય

દ્વારકાના ગઢેચી તા.પં.માં રૂપાય વિક્રમસિંહ સુમણીયા 1018 મતે જીત

10:50AM

દહેગામ નગરપાલિકા વોર્ડ નં. 2 માં ભાજપની જીત

દહેગામ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના વોર્ડ નં. 4માં ભાજપની પેનલનો ભવ્ય વિજય થયો છે, જેમાં દીપેશ અમીન સહિત સમગ્ર પેનલ જીતવા સફળ રહી છે. આ ઉપરાંત વોર્ડ નં. 5માં પણ ભાજપે પોતાની પેનલનો વિજય નોંધાવ્યો છે.

10:49 AM

હિંમતનગર તા.પંચાયતમાં કોંગ્રેસમી જીત 

સાબરકાંઠાના હિંમતનગર તા.પંચાયતમાં કોંગ્રેસનું ખાતું ખુલ્યું,ગઢોડા બેઠક પર કોંગ્રેસનો 2100 મતે જીત

10:48 AM

રાજકોટના છેલ્લી ઘડીએ મેન્ડેટ મેળવનાર નેહલ શુક્લાની જીત

રાજકોટમાં ચૂંટણી પરિણામોમાં રસપ્રદ પરિસ્થિતિ જોવા મળી છે.છેલ્લી ઘડીએ મેન્ડેટ મેળવનાર નેહલ શુક્લાએ નોંધપાત્ર જીત મેળવી છે.સાથે જ, રાજકોટના વોર્ડ નંબર 7માં BJPના ચારેય ઉમેદવારો ભવ્ય જીત સાથે વિજેતા બન્યા છે.

10:47 AM

વાપી મહાનગરપાલિકામાં ભાજપની જીત 

વાપી મહાનગરપાલિકામાં ભાજપનો કબ્જો, વોર્ડ નંબર 6માં ભાજપનો ભવ્ય વિજય, અત્યાર સુધી ભાજપ 17, કોંગ્રેસ 4 બેઠક જીતી

10:45 AM

આડેસર તાલુકા પંચાયતમાં AAP વિજેતા 

ગાંધીધામ વિસ્તારમાં આડેસર તાલુકા પંચાયત બેઠક પર AAPની જીત,આ બેઠક પર AAPના ઉમેદવાર શરીફ ગુલમમ્મદ સમેંજા વિજેતા બન્યા છે.

10:42 AM

ભાજપનો ગઢ ગણાતી ચાંદલી સીટમા આપની જીત

રાજકોટ જિલ્લામાં લોધીકા તાલુકા પંચાયતમાંથી AAP એ મહત્વપૂર્ણ સફળતા મેળવી.ભાજપનો ગઢ ગણાતી ચાંદલી સીટ પર AAPએ જીત નોંધાવી છે,

10:40 AM

આમ આદમી પાર્ટીના રાજેશ કાનજી પાટડીયાનો વિજય

જુનાગઢ જિલ્લામાં વિસાવદર તાલુકાની જિલ્લા પંચાયત બેઠક પર AAPએ જીત નોંધાવી છે.

10:38 AM

લાલપુરની ભણગોર બેઠક પર પરબત ગાગીયાની જીત

જામનગર જિલ્લા પંચાયત ચૂંટણીમાં ભાજપ અને આમ આદમી પાર્ટી બંનેએ પોતાનું ખાતું ખોલ્યું છે.લાલપુરની ભણગોર બેઠક પર પરબત ગાગીયાએ જીત મેળવી છે. તાલુકા પંચાયતની આરબલુસ બેઠક પર AAPનો વિજય નોંધાયો છે.

10:37 AM

વોર્ડ નંબર 1 માં ભાજપ ની પેનલ વિજય

આણંદ જિલ્લાના તારાપુર નગર પાલિકામાં વોર્ડ નંબર 1 માં ભાજપની પેનલે વિજય મેળવ્યો છે.

10:36 AM

દાહોદની ભીચોર તા.પં.માં AAPનો ભવ્ય વિજય

દાહોદ જિલ્લાના ભીચોર તાલુકા પંચાયત બેઠક પર સુમિત્રા લાલસીંગ પારગી 1772 મતોથી વિજેતા જાહેર થયા છે. જીત બાદ પાર્ટી કાર્યકરોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે અને વિજયની ઉજવણી કરવામાં આવી રહી છે.

10:35 AM

દહેગામ નગરપાલિકા વોર્ડ નં. 2માં 3 કોંગ્રેસ 1 ભાજપ જીત

10:32 AM

મહીસાગરમાં ધારાસભ્ય કુબેર ડિંડોરના ગઢમાં ગાબડું

મહીસાગરના  કડાણા તા.પં.ની અમથાણી બેઠક પર કોંગ્રેસની જીત, કોંગ્રેસના ઉમેદવાર મંજુલા ડામોર વિજેતા

10:30 AM

સાવલીમાં ભાજપની પ્રચંડ જીત 

સાવલીમાં ભાજપનો ભગવો લહેરાયો.

10:28AM

ગોંડલમાં BJPનું કમળ ખીલ્યું 

રાજકોટના ગોંડલ નગરપાલિકાના વોર્ડ નંબર 2 માં ભાજપનો કેસરીયો લહેરાયો છે.આ બેઠક પર ભાજપના ઉમેદવાર શીતલબેન કોટડીયા વિજેતા જાહેર થયા છે.

10:27 AM

બિલોદરામાં ભાજપનો ભગવો લહેરાયો

બિલોદરા તા .પં. બેઠક પર ભાજપનો ભગવો લહેરાયો,તાલુકા ના ઉમેદવાર સ્વપ્નસિંહ ચાવડા 665 મતે વિજય

10:25 AM

નવસારી ઉંડાચ તાલુકા પંચાયત બેઠક પર અપક્ષની જીત

નવસારી ઉંડાચ તાલુકા પંચાયત બેઠક પર ભાજપના ઉમેદવાર અને માજી સરપંચ વિનોદ પટેલને પરાજય,પરિણામ બાદ વિસ્તારમાં રાજકીય ચર્ચાઓ તેજ

10:24 AM

ભરકોદ્રા તા.પં.સીટ પર કોંગ્રેસનો વિજય

જંબુસર: ભરકોદ્રા તા.પં.સીટ પર કોંગ્રેસ પાર્ટીનું ખાતુ ખુલ્યું,કોંગ્રેસ ઉમેદવા નજીર યુસુફની 127 મતે જીત

10:22 AM

આલીદર તાલુકા પંચાયત સીટ પર ભાજપનો વિજય

10:20 AM

આંબલીયાળા બેઠક પર ભાજપનો વિજય

અમરેલીના ખાંભા તાલુકાની આંબલીયારા સીટમાં  ભાજપના ભાવેશભાઈ જાદવનો ભાજપનો વિજય

10:18AM

વાલોડની બુહારી જિ.પંચાયતમાં BJP વિજેતા

તાપી જિલ્લામાં બુહારી જિલ્લા પંચાયતનું પરિણામ જાહેર થઈ ગયું છે. વાલોડ તાલુકાની બુહારી જિલ્લા પંચાયત બેઠક પર BJPએ જીત નોંધાવી છે.

10:18 AM

માંગરોળ તાલુકામાં ભાજપે પ્રથમ ખાતું ખોલાવ્યું

જૂનાગઢ જિલ્લામાં ભાજપે વિવિધ બેઠકો પર જીત મેળવીને પ્રભુત્વ જમાવ્યું છે.માંગરોળ તાલુકામાં ભાજપે પ્રથમ ખાતું ખોલાવ્યું, ચંદવાણા બેઠક પર ભાજપના ઉમેદવારકીશોર ઠુમ્મરે 300 મતોથી જીત મેળવી.

10:17 AM

મોટીભોંયણ તાલુકા પંચાયતમાં કોંગ્રેસની જીત

મોટીભોંયણ તાલુકા પંચાયતમાં કૈલાશબેનઠાકોર વિજેતા ,કોંગ્રેસના ફાળે બેઠક આવી.

10:15 AM

મોરબીના  હળવદ તા.પં.ની ચરાડવા બેઠક પર AAPની જીત

મોરબીના  હળવદ તા.પં.ની ચરાડવા બેઠક પર AAP ઉમેદવાર ચંદુ મોરીની 1400થી વધુ મતથી જીત.

10:12 AM

જામનગર જિ.પંચાયતમાં આમ આદમી પાર્ટીનું ખાતું ખુલ્યું

જામનગર જિલ્લામાં જિલ્લા પંચાયતની ચૂંટણીમાં આમ આદમી ઉમેદવાર પરબત ધના ગાગીયાએ 450 મતોથી જીત મેળવી મહત્વપૂર્ણ વિજય નોંધાવ્યો છે.

10:10 AM

મોરબીમાં AAP  અને BJPનું પત્તું ખૂલ્યું 

મોરબી જિલ્લામાં તાલુકા પંચાયતની બેઠકોના પરિણામોમાં મિશ્ર ચિત્ર સામે આવ્યું છે.મોરબી તાલુકા પંચાયતની આમરણ બેઠક પર ભાજપે કબ્જો જમાવ્યો છે. ભાજપના ઉમેદવાર રાજેશ કાસુન્દ્રાએ જીત મેળવીને પક્ષને મહત્વપૂર્ણ સફળતા અપાવી છે.બીજી તરફ, હળવદ તાલુકા પંચાયતની ચરાડવા બેઠક પર AAP એ જીત નોંધાવી છે. AAPના ઉમેદવાર ચંદુ મોરીએ 1400થી વધુ મતોની મોટી લીડ સાથે વિજય મેળવીને પક્ષનું ખાતું મજબૂત બનાવ્યું છે.

10:08 AM

ભાજપના 4 ઉમેદવારો વિજય બન્યા

ધાનેરા નગરપાલિકાના વોર્ડ નંબર 1નું પરિણામ જાહેર ભાજપની સંપૂર્ણ પેનલ વિજેતા બની છે.

10:08 AM

માળીયાહાટીનામાં આમ આદમી પાર્ટીનું ખાતું ખોલ્યું

જૂનાગઢ જિલ્લાના માળીયાહાટીનામાં આમ આદમી પાર્ટીએ ખાતું ખોલ્યું છે. તાલુકા પંચાયતની અમરાપુરની ત્રણ બેઠકો પર AAPનો વિજય થયો છે. તેમજ જૂનાગઢના મેંદરડા તાલુકા પંચાયતમાં આલીદ્રા સીટ પર આમ આદમી પાર્ટીને જીત મળી છે.

10:07 AM

4 બેઠકોમાંથી 3 ભાજપનો વિજય

ખેડા જિલ્લામાં કપડવંજ નગરપાલિકાના વોર્ડ નં. 1માં ભાજપે મજબૂત પ્રદર્શન કર્યું છે. કુલ 4 બેઠકોમાંથી 3 બેઠકો ભાજપના ઉમેદવારો જીતી ગયા છે, જ્યારે 1 બેઠક પર અપક્ષ ઉમેદવાર ઐયુબભાઈ ઈસ્માઈલભાઈ કારીગરનો વિજય થયો છે.

10:05 AM

ચારેય બેઠક પર ભાજપનો વિજય

તાલાલા નગરપાલિકાના વોર્ડ નં. 1માં ચારેય બેઠકો પર ભાજપના ઉમેદવારોની જીત.

10:02 AM

લીમખેડામાં AAPએ ખાતું ખોલ્યું

દાહોદના લીમખેડા તાલુકામાં આ વખતે રાજકીય રસપ્રદ પરિણામ સામે આવ્યું છેલીમખેડાની તાલુકા પંચાયતની ચેડીયા બેઠક પર AAPના ઉમેદવાર મીના અર્જુન તડવી 26 મતોથી વિજેતા રહ્યા છે.

10:00 AM

ભાજપની 400 વોટથી જીત

બનાસકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો વિજય તાણા તા.પં. સીટ પરથી ભાજપની ઉમેદવાર ભારતી નિરંજન ઠક્કર વિજેતા બની છે. તેમણે પોતાના પ્રતિસ્પર્ધી સામે આશરે 400 મતોથી સ્પષ્ટ લીડ મેળવીને જીત મેળવી છે.

9:58 AM

વલસાડ જિલ્લામાં ભાજપની જીત 

વલસાડ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે મજબૂત પ્રદર્શન કર્યું છે.વલસાડના ઉમરગામ નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે, જ્યાં મતદારોના સમર્થન સાથે ભાજપે સત્તા કબજે કરી છે.ત્યારે કપરાડા તાલુકા પંચાયતની બેઠક પર પણ ભાજપે જીત મેળવી છે, જે પાર્ટી માટે મહત્વપૂર્ણ ગણાય છે.

9:57 AM

પાલનપુર ની વોર્ડ નંબર એક ની ભાજપ પેનલનો વિજય

પાલનપુરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપને વધુ એક સફળતા મળી છે. પાલનપુર નગરપાલિકાના વોર્ડ નંબર 1માં ભાજપની પેનલે શાનદાર વિજય મેળવ્યો છે.

9:56 AM

જુનાગઢ: અમરાપુર તાલુકા પંચાયત સીટ આપની જીત

જુનાગઢ જિલ્લાના અમરાપુર તાલુકા પંચાયતની બેઠક પર આમ આદમી પાર્ટી (AAP)એ જીત નોંધાવી છે. આપના ઉમેદવારે પ્રતિસ્પર્ધીઓને પાછળ રાખીને વિજય હાંસલ કર્યો છે.

9:54 AM

દાહોદની ડુંગર તા.પં.માં કમળ ખીલ્યું 

દાહોદના ડુંગર તાલુકા પંચાયતની બેઠક પર ભાજપના ઉમેદવાર કમળા પારગીએ ભવ્ય વિજય નોંધાવ્યો છે. મતગણતરી દરમિયાન તેમણે પ્રતિસ્પર્ધીઓ સામે મજબૂત લીડ મેળવી જીત હાંસલ કરી હતી.

9:54 AM

તાપીની વાલોડ તા.પં. બેઠકમાં BJPનો વિજય

તાપી જિલ્લાના વાલોડ તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપે કુલ 16 બેઠકોમાંથી ભાજપે 2 બેઠકો પોતાના નામે કરી છે.

9:52 AM

અંબાડા બેઠક પર 106 મતે ભાજપનો વિજય

ગીર ગઢડા તાલુકા પંચાયતની અંબાડા બેઠક પર ભાજપના ઉમેદવારે 106 મતની લીડ સાથે વિજય હાંસલ કર્યો છે.

9:51 AM

ગાંધીનગર મોટી ભોંયણ બેઠક પર કોંગ્રેસની જીત

ગાંધીનગરમાં મોટી ભોંયણ બેઠક પર કોંગ્રેસે જીત નોંધાવી છે. કોંગ્રેસના ઉમેદવાર મંજુલાબેને આશરે 1374 મત મેળવીને વિજય હાંસલ કર્યો છે.

9:50 AM

ઉના નપામાં વોર્ડ નં. 1માં ભાજપનો વિજય

ઉના નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નં. 1માં ભાજપે શાનદાર પ્રદર્શન કરતા વિજય મેળવ્યો છે. આ વોર્ડમાં ભાજપના તમામ 4 ઉમેદવારો જીત્યા છે.

9:47 AM

વર્ષાબેન પ્રવીણભાઈ મેરનામના ઉમેદવારનો થયો વિજય

બોટાદની ખાંભડા બેઠક પર ભાજપ ઉમેદવાર વર્ષાબેન પ્રવીણભાઈ મેરનામનો વિજય.

9:47 AM

ગાંધીનગર જિ.પં.ની ચૂંટણીનું ભાજપે ખાતું ખોલ્યું

ગાંધીનગર જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપે જીત સાથે પોતાનું ખાતું ખોલ્યું છે. અડાલજ બેઠક પરથી ભાજપના ઉમેદવાર ચેતના ઠાકોરે જીત મેળવી છે.

9:45 AM

કાપડીયાળી બેઠક પર કોંગ્રેસ ઉમેદવારનો વિજય.

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકા પંચાયતની કાપડીયાળી બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર અરુણાબેન મેહુલભાઈ મેરે જીત મેળવી છે.

9:43 AM

 કાપડીયાળી બેઠક પર કોંગ્રેસ ઉમેદવારનો વિજય.

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકા પંચાયતની કાપડીયાળી બેઠકનું પરિણામ જાહેર થયું છે, જેમાં કોંગ્રેસને સફળતા મળી છે. કોંગ્રેસના ઉમેદવાર અરુણાબેન મેહુલભાઈ મેરે પ્રતિસ્પર્ધીઓને પાછળ રાખીને જીત હાંસલ કરી છે.

9:40 AM

દહેગામ પાલિકામાં વોર્ડ નં. 1માં કોંગ્રેસની પેનલનો વિજય

દહેગામ પાલિકાની ચૂંટણીમાં વોર્ડ નં. 1માંથી કોંગ્રેસની પેનલે જીત મેળવી છે. મતગણતરી દરમિયાન કોંગ્રેસના ઉમેદવારોએ શરૂઆતથી જ આગવી લીડ જાળવી રાખી હતી. આ પરિણામથી કોંગ્રેસ કાર્યકરોમાં ખુશીની લાગણી ફેલાઈ છે.

9:39 AM

જીત પહેલા અલ્પેશ કથિરિયાનો દાવો 

સુરત મહાનગરપાલિકાના પરિણામો જાહેર થાય તે પહેલાં પાટીદાર નેતા અલ્પેશ કથિરિયાએ ભાજપની જીત અંગે મક્કમ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે જનતા તરફથી મળેલા પ્રચંડ સમર્થનને ધ્યાનમાં લેતા પાલિકામાં ભાજપનું બોર્ડ બનવું લગભગ નિશ્ચિત છે અને સાંજ સુધીમાં સમગ્ર શહેરમાં કેસરીયો લહેરાશે.

9:37 AM

દાંતીવાડામાં ભાજપના ઉમેદવાર વનારસિંહ વાઘેલાની જીત  

બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડામાં પણ ભાજપનો કેસરીયો લહેરાયો છે. દાંતીવાડા તાલુકા પંચાયતની ભાખર મોટી બેઠક પર ભાજપના ઉમેદવાર વનારસિંહ વાઘેલાએ શાનદાર વિજય નોંધાવ્યો છે.

9:35 AM

આમોદ નપા વોર્ડ નં.1માં કોંગ્રેસ પેનલની જીત

સાવલી નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 2માં ભાજપની સંપૂર્ણ પેનલ અહીં વિજેતા બની છે.આ જીત સાથે વિસ્તારમાં ભાજપનો દબદબો મજબૂત બન્યો છે.

9:34 AM

આમોદ નપા વોર્ડ નં.1માં કોંગ્રેસ પેનલની જીત

આમોદ નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 1માં કોંગ્રેસને સફળતા મળી છે. કોંગ્રેસની સંપૂર્ણ પેનલ અહીં વિજેતા બની છે.

9:32 AM

બેલા બેઠક પર ભાજપ ઉમેદવારનો વિજય 

બોટાદ જિલ્લામાં બરવાળા તાલુકા પંચાયતની મતગણતરીનું પરિણામ. બેલા બેઠક પર ભાજપના ઉમેદવાર સંજયભાઈ નાંડોલીયા વિજેતા બન્યા છે.

9:30 AM

બારડોલી નપામાં ભાજપે ખોલવ્યું ખાતું 

સુરત જિલ્લામાં બારડોલી નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપની પ્રચંડ જીત. વોર્ડ નંબર 1માં ભાજપનું કમળ ખીલી ઉઠ્યું છે અને આખી પેનલ જંગી બહુમતી સાથે વિજેતા બની છે.

9:25 AM

બારસેલડા તા.પં.ના ભાજપ ના ઉમેદવારની જીત થઈ

બારસેલડા તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપને જીત મળી છે. ભાજપના ઉમેદવાર રામાભાઈ કોદરભાઈ પારગી વિજેતા બન્યા છે.તેમણે પોતાના પ્રતિસ્પર્ધીને 1418 મતના અંતરથી હરાવી વિજય નોંધાવ્યો છે

9:20 AM

વાપી મહાનગરપાલિકા ભાજપ એ ખાતું ખોલ્યું

વાપી મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે જીતનો પ્રારંભ કરી દીધો છે. વોર્ડ નંબર 9માં ભાજપની સંપૂર્ણ પેનલ વિજેતા બની છે.આ પરિણામ સાથે ભાજપે વાપીમાં મજબૂત શરૂઆત કરી છે.

9:17AM

બરવાળા તાલુકા પંચાયતની ચોકડી બેઠક પર ભાજપની ભવ્ય જીત

9:15 AM

બોટાદમાં ભાજપનો વિજય

બોટાદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપને સફળતા મળી છે. તાલુકા પંચાયતની ચોકડી બેઠક પર ભાજપના ઉમેદવાર ચિરાગ ગળીયલનો વિજય થયો છે.આ જીત સાથે ભાજપે વિસ્તારમાં પોતાની મજબૂત હાજરી નોંધાવી છે.

9:10 AM

 LD એન્જિનિયર કોલેજમાં મતગણતરી શરૂ

અમદાવાદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજ ખાતે મતગણતરી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. કડક સુરક્ષા અને નિયમો વચ્ચે મતગણતરી હાથ ધરાઈ રહી છે.

9:05 AM

અરવલ્લીમાં ચૂંટણીની મતગણતરી હાથ ધરાઈ

અરવલ્લી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતગણતરી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. જિલ્લામાં મોડાસા અને બાયડ નગરપાલિકાની કુલ 42 બેઠકો માટે મતગણતરી હાથ ધરાઈ રહી છે.મતગણતરી માટે મોડાસાની નગરપાલિકાની જે.બી.શાહ સ્કૂલ ખાતે કેન્દ્ર બનાવવામાં આવ્યું છે, જ્યાં ચુસ્ત સુરક્ષા વચ્ચે સમગ્ર પ્રક્રિયા ચાલી રહી છે.

9:00 AM

વડોદરામાં પોલીટેકનિક ખાતે મતગણતરીની શરૂઆત

વડોદરામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને પોલીટેકનિક કોલેજ ખાતે મતગણતરીની શરૂઆત થઈ ગઈ છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સમગ્ર પ્રક્રિયા હાથ ધરાઈ રહી છે.મતગણતરીની પ્રક્રિયામાં સૌપ્રથમ બેલેટ પેપરની ગણતરી શરૂ કરવામાં આવી છે. ત્યારબાદ તબક્કાવાર રીતે અન્ય પ્રક્રિયાઓ આગળ વધારવામાં આવશે.

8:45 AM

ગુજરાત કોલેજ ખાતે મતગણતરી

અમદાવાદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ગુજરાત કોલેજ ખાતે મતગણતરી પ્રક્રિયા થોડી વારમાં શરૂ થશે. નિર્ધારિત નિયમો અનુસાર ઉમેદવારો અને તેમના એજન્ટોને કાઉન્ટિંગ હોલમાં એન્ટ્રી આપવામાં આવી રહી છે.મતગણતરીની પ્રક્રિયા અનુસાર સૌપ્રથમ બેલેટ પેપરની ગણતરી હાથ ધરવામાં આવશે. બેલેટ પેપરની ગણતરી પૂર્ણ થયા બાદ EVMના મતની ગણતરી શરૂ થશે.

8:30 AM

કોંગ્રેસ ઉમદેવાર પહોંચ્યા મતગણતરી કેન્દ્ર પર

અમદાવાદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મતગણતરી વચ્ચે રાજકીય ગરમાવો વધી રહ્યો છે. કોંગ્રેસના ઉમેદવારો મતગણતરી કેન્દ્ર પર પહોંચ્યા છે અને જીત અંગે વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે.વિરાટનગર વોર્ડની કોંગ્રેસ ઉમેદવાર પાયલ લિમ્બાચિયા મતગણતરી કેન્દ્ર પર પહોંચી હતી. તેમણે જણાવ્યું હતું કે, “આ વખતે અમને લોકોનો બહુ પ્રેમ મળશે અને કોંગ્રેસ જીતશે.”

8:15 AM

ગાંધીનગર જિલ્લાના 399 ઉમેદવારોનું ભાવિ નક્કી થશે

ગાંધીનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પરિણામો આજે જાહેર થવાના છે, જેને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. જિલ્લાના કુલ 399 ઉમેદવારોનું રાજકીય ભાવિ આજે નક્કી થશે.સવારે 9 વાગ્યાથી જિલ્લા પંચાયતના 69 ઉમેદવારોના પરિણામોની શરૂઆત થશે. સાથે જ કલોલ, માણસા અને દહેગામ તાલુકા પંચાયતના કુલ 171 ઉમેદવારોના ભાગ્યનો પણ આજે નિર્ણય આવશે.દહેગામ અને કલોલ નગરપાલિકાના 159 ઉમેદવારો માટે પણ આજે નિર્ણાયક દિવસ છે. સમગ્ર મતગણતરી પ્રક્રિયા ગાંધીનગર સેક્ટર 15ની સરકારી કોલેજ ખાતે યોજાશે, જ્યાં સુરક્ષા અને વ્યવસ્થાની ખાસ કાળજી લેવામાં આવી છે.

8:00 AM

અમદાવાદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો (Gujarat Local Body Election Result) જંગ

અમદાવાદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો (Gujarat Local Body Election Result) જંગ હવે પરિણામના તબક્કે પહોંચ્યો છે. આજે મતગણતરી સાથે જ ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થવાનું છે. શહેરમાં મતગણતરી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને વિવિધ કેન્દ્રો પર ચુસ્ત વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.ગુજરાત કોલેજ ખાતે મુખ્ય મતગણતરી કેન્દ્ર બનાવવામાં આવ્યું છે, જ્યાં 21 વોર્ડની મતગણતરી કરવામાં આવશે. અહીં કડક સુરક્ષા વચ્ચે પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો છે.


આ પણ વાંચો:ગુજરાત સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી પરિણામમાં 15 મનપા, 84 નગરપાલિકા સહિત 9000થી વધુ સીટ પર મતગણતરી, BJP,કોંગ્રેસ,AAP વચ્ચે ટક્કર

આ પણ વાંચો:રાજકોટમાં  સ્થાનિક પરિણામ પૂર્વે જ વિજયની ઉજવણી

આ પણ વાંચો:આમ આદમી પાર્ટીને મોટો ઝટકો, ખેડૂત નેતા સાગર રબારીએ પક્ષ છોડ્યો