Gujarat Local Body Election Results 2026/ ગુજરાત સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી પરિણામમાં 15 મનપા, 84 નગરપાલિકા સહિત 9000થી વધુ સીટ પર મતગણતરી, BJP,કોંગ્રેસ,AAP વચ્ચે ટક્કર

ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના (Election) પરિણામો આજે (28 એપ્રિલ 2026) જાહેર થવાના છે. મતગણતરી શરૂ થઈ ગઈ છે અને આ પરિણામો 2027ની વિધાનસભા ચૂંટણી પહેલાં રાજ્યના રાજકીય વાતાવરણને આકાર આપશે.

Top Stories Gujarat Breaking News
Election

Gujarat Local Body Election Results 2026:ગુજરાતમાં આ વખતે 15 મહાનગરપાલિકા (મનપા), 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતની ચૂંટણી (Election) એકસાથે યોજાઈ છે. આ ચૂંટણીમાં કુલ આશરે 10,000થી વધુ સીટ પર મતદાન થયું હતું.ચૂંટણી પહેલાં જ 736 સીટ બિનહરીફ  જીતી લેવાઈ છે, જેમાં મોટા ભાગની બેઠકો BJP ની છે. આમ, આજે આશરે 9,269 સીટના પરિણામો આવવાના છે.

આ વખતે 9 નવી મહાનગરપાલિકાઓ પહેલી વાર ચૂંટણીમાં (Election) છે.2021ની સ્થાનિક ચૂંટણીમાં તત્કાલીન ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના નેતૃત્વમાં પાર્ટીએ 61 વર્ષના ઇતિહાસમાં પહેલી વાર 90 ટકાથી વધુ બેઠકો જીતી હતી. તે સમયે ભાજપ પાસે 100% સાંસદ,100% જિલ્લા પંચાયત,93% નગરપાલિકા,86% તાલુકા પંચાયત અને 61% ધારાસભ્યો હતા.

આ મજબૂત સ્થાનિક આધારે જ 2022ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 156 સીટ જીતી હતી, જ્યારે કોંગ્રેસ માત્ર 17 સીટ પર સમેટાઈ ગઈ હતી અને AAPને 5 સીટ મળી હતી.ત્યારબાદ ભાજપે વધુ ધારાસભ્યોને પોતાની પાર્ટીમાં સામેલ કરીને તેનું સંખ્યાબળ 161 સુધી પહોંચાડ્યું છે.હવે જગદીશ વિશ્વકર્મા (પંચાલ) ભાજપના પ્રદેશ પ્રમુખ છે. આ તેમના નેતૃત્વમાં પહેલી મોટી ચૂંટણી (Election) છે. 2021ના રેકોર્ડને જાળવી રાખવું એ તેમની માટે અગ્નિપરીક્ષા છે. જો પરિણામ નબળું આવશે તો 2027 પહેલાં સંગઠન અને સરકારમાં મોટા ફેરફારની શક્યતા છે.

 આ ચૂંટણી (Election)માં કોણ જીતશે ?

કોંગ્રેસે આ વખતે ચૂંટણી (Election) સાયલન્ટ મોડમાં લડી છે, પરંતુ ગ્રાઉન્ડ પર તેની ગેરહાજરી સ્પષ્ટ જોવા મળી છે. અમિત ચાવડા હાલ પાર્ટીના પ્રદેશ પ્રમુખ છે. 2021માં પણ તેઓ પ્રમુખ હતા અને પરિણામો બાદ રાજીનામું આપી દીધું હતું.જો આ વખતે કોંગ્રેસ સન્માનજનક સંખ્યા પણ જીતવામાં નિષ્ફળ રહેશે તો આમ આદમી પાર્ટી વિપક્ષનું સ્થાન લઈ શકે છે. કોંગ્રેસ માટે આ અસ્તિત્વનો પડકાર છે.

AAPએ 2021માં સુરત મનપામાં કોંગ્રેસને શૂન્ય પર લાવીને 27 સીટ જીતી અને મુખ્ય વિપક્ષ બની હતી. આ વખતે તેણે સુરતમાં તે પોઝિશન જાળવી રાખવાની સાથે સમગ્ર રાજ્યમાં પ્રદર્શન સુધારવાનો પડકાર છે.પાર્ટીમાંથી ઉમેશ મકવાણા, રાજુ કરપડા, સાગર રબારી, ભૂપત ભાયાણી જેવા નેતાઓ છોડી ચૂક્યા છે. હવે ઇસુદાન ગઢવી અને ગોપાલ ઇટાલિયા જ મુખ્ય ચહેરા છે. સોશિયલ મીડિયા પર સક્રિય AAPનું વાસ્તવિક મેદાની પરિણામ આજે સ્પષ્ટ થશે.

રાજકીય તજજ્ઞો માને છે કે આ વખતે પણ રાજ્યની મોટા ભાગની સ્થાનિક સંસ્થાઓ પર ભાજપનો ભગવો ઝંડો લહેરાવશે. કોંગ્રેસની બેઠકોમાં સામાન્ય વધારો થઈ શકે છે, જ્યારે AAPના સૂપડાં સાફ થઈ જવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.ભાજપનું માઇક્રો-લેવલ મેનેજમેન્ટ અને સંગઠનાત્મક તાકાત આ વખતે પણ અસરકારક સાબિત થઈ રહ્યું છે. 2015માં પંચાયતોમાં મોટો ફટકો પડ્યો હતો (માત્ર 8 જિલ્લા પંચાયત), પરંતુ 2021 પછી પાર્ટીએ તેને મજબૂત કર્યું છે.


આ પણ વાંચો:સુરત : 8.22 લાખ મતદારો ઘટતા ચિંતા, SIR બાદ પહેલી ચૂંટણીમાં સસ્પેન્સ

આ પણ વાંચો:રાજકોટમાં  સ્થાનિક પરિણામ પૂર્વે જ વિજયની ઉજવણી

આ પણ વાંચો:આમ આદમી પાર્ટીને મોટો ઝટકો, ખેડૂત નેતા સાગર રબારીએ પક્ષ છોડ્યો