Dharma & Bhakti/ 11 મેના રોજ રચાવા જઇ રહ્યો છે…શુક્ર-ગુરુનો શક્તિશાળી યોગ…આ 4 રાશિઓને મળશે મોટો લાભ..!

11 મે 2026 ની સવારે લગભગ 06:36 વાગ્યે મહત્વપૂર્ણ ગ્રહ સ્થિતિ બનવા જઇ રહી છે, જ્યારે શુક્ર અને ગુરુ ગ્રહ એકબીજા સાથે Dwidwadash Yog 2026નું નિર્માણ કરશે…

Trending Religious Rashifal Dharma & Bhakti
Dwidwadash Yog 2026, ગુરુ ગ્રહ, શુક્ર, ગ્રહ સ્થિતિ, 11 મે 2026

Dharm & Bhakti: જ્યોતિષ શાસ્ત્રમાં જ્યારે પણ બે ગ્રહ એકબીજાથી 30 ડિગ્રીના અંતર પર સ્થિત હોય ત્યારે એને દ્વિદ્વાદશ યોગ (Dwidwadash Yog 2026) કહે છે. મેનો મહિનો અત્યંત વિશેષ માનવામાં આવે છે. વાસ્તવમાં, મે મહિનામાં અનેક શુભ યોગોનું નિર્માણ થવા જઇ રહ્યું છે જે પૈકીનો એક છે દ્વિદ્વાદશ યોગ….

દ્રિક પંચાંગ અનુસાર, 11 મે 2026 (11 May 2026), સોમવારે સવારે લગભગ 06:36 વાગ્યે એક મહત્વપૂર્ણ ગ્રહ સ્થિતિ બનવા જઇ રહી છે. આ સમયે શુક્ર અને ગુરુ ગ્રહ (Shukra Grah & Guru Grah)એકબીજાથી 30 ડિગ્રીના ખૂણે રહેશે અને એનાથી દ્વિદ્વાદશ યોગનું નિર્માણ થશે.

જ્યોતિષ શાસ્ત્ર (Astrology)માં શુક્ર (Venus)ને સુખ, પ્રેમ, ધન અને વૈભવનો પ્રતીક ગ્રહ માનવામાં આવે છે જ્યારે, ગુરુ (Jupiter) જ્ઞાન, ભાગ્ય અને સમૃદ્ધિ સાથે જોડાયેલો ગ્રહ છે. આ સંજોગોમાં આ બંને શુભ ગ્રહોનો સંબંધ અનેક લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી શકે છે. આ પ્રભાવ કેટલાક દિવસો સુધી જળવાઇ રહેશે. તો ચાલો જાણીએ કે, આ દ્વિદ્વાદશ યોગથી કઈ-કઈ રાશિઓ (Zodiac Signs)ને લાભ થશે?

દ્વિદ્વાદશ યોગથી લાભાન્વિત થનારી 4 રાશિઓ (4 Zodiac Signs Benefited from Dwidwadash Yog 2026)

આ દ્વિદ્વાદશ યોગથી 4 રાશિઓને વિશેષ લાભ થશે.

Dwidwadash Yog 2026, ગુરુ ગ્રહ, શુક્ર, ગ્રહ સ્થિતિ, 11 મે 2026

વૃષભ રાશિ (Vrushabh Rashi)

વૃષભ રાશિના જાતકો માટે આ સમય ભાવનાત્મક અને પારિવારિક રીતે સુખદ રહેશે. આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે અને જીવન પ્રત્યેનો તમારો દ્રષ્ટિકોણ સકારાત્મક રહેશે. પ્રેમ સંબંધોમાં મધુરતા આવશે અને પરિવાર સાથે ઉત્તમ સમય વ્યતીત કરવાનો અવસર પ્રાપ્ત થશે. આધ્યાત્મિક બાબતો તરફ પણ તમે ઢળી શકો એવી સંભાવનાઓ છે.

Dwidwadash Yog 2026, ગુરુ ગ્રહ, શુક્ર, ગ્રહ સ્થિતિ, 11 મે 2026

તુલા રાશિ (Tula Rashi)

તુલા રાશિના જાતકો માટે આ યોગ ખુશીના સંકેતો લાવી રહ્યું છે. ઘર-પરિવારમાં સુખ-સુવિધાઓમાં વધારો થશે. સમાજમાં તમારી ઓળખ મજબૂત બનશે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને કેરિયરમાં પણ સારી તકો મળી શકે છે. પ્રણય જીવનમાં નવી શરુઆત અથવા તો દ્રઢતા વધવાના યોગ છે.

Dwidwadash Yog 2026, ગુરુ ગ્રહ, શુક્ર, ગ્રહ સ્થિતિ, 11 મે 2026

ધનુ રાશિ (Dhanu Rashi)

ધનુ રાશિના જાતકોને આ સમય દરમિયાન, ભાગ્યનો સાથ મળશે. વેપારમાં લાભના યોગ રચાશે અને દામ્પત્ય જીવનમાં આનંદની વૃદ્ધિ થશે. અચાનક ધનલાભ થવાના અવસર પણ પ્રાપ્ત થઇ શકે છે. ધાર્મિક અને આધ્યાત્મિક બાબતોમાં રસ વધશે જેથી તમારું માનસિક સંતુલન જળવાઇ રહેશે.

Dwidwadash Yog 2026, ગુરુ ગ્રહ, શુક્ર, ગ્રહ સ્થિતિ, 11 મે 2026

મીન રાશિ (Meen Rashi)

મીન રાશિના જાતકો માટે આ યોગ અનેક ક્ષેત્રોમાં પ્રગતિનો સંકેત આપવા જઇ રહ્યો છે. ઘર તથા સંપત્તિ સાથે સંલગ્ન બાબતોમાં ફાયદો થઇ શકે છે. શિક્ષણ, કળા અને રચનાત્મક કાર્યોમાં રુચિ વધશે. તમારા સંબંધો સુધરશે અને સફળતાના નવા માર્ગ પ્રશસ્ત થઇ શકે છે. કૌટુંબિક બાબતોમાં ધીરજ રાખવી લાભદાયી રહેશે.

Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.


આ પણ વાંચો: મૃત્યુ પછી આત્માની સફર…ગરુડ પુરાણ શું કહે છે?…તેરમાની વિધિ અને સંસ્કાર શાથી જરુરી છે?

આ પણ વાંચો: 

આ પણ વાંચો: કોકિલાવન શનિ ધામની અદ્ભૂત કથા….આ ચમત્કારી મંદિરનું રહસ્ય જોડાયેલું છે ભગવાન કૃષ્ણ સાથે..!