Dharma & Bhakti/ 17 મેથી પ્રારંભ થશે જ્યેષ્ઠ અધિક માસ….સાધના અને દાનનો ઉત્તમ અવસર…રાખવી આ સાવધાનીઓ..!

અધિક માસ (Adhik Maas 2026)ને મળ માસ અથવા તો પુરુષોત્તમ માસ પણ કહે છે, જે વિષ્ણુ ભગવાનને સમર્પિત છે. આ માસમાં કેટલાક નિયમોનું પાલન કરવું…

Trending Religious Rashifal Dharma & Bhakti
Adhik Maas 2026, ભગવાન વિષ્ણુ, મળ માસ, પુરુષોત્તમ માસ, ગંગાજળ

Dharm & Bhakti: આ વર્ષ 2026માં અધિક માસ (Adhik Maas 2026)નો વિશેષ સંયોગ રચાવા જઇ રહ્યો છે. આ મહિનો ધાર્મિક તથા આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી અત્યંત મહત્વપૂર્ણ ગણાય છે. આ સમય દરમિયાન કરવામાં આવેલા કાર્યોનું પુણ્ય અનેકગણું વધી જાય છે. હિન્દુ પંચાંગ (Hindu Astrology) અનુસાર, જ્યારે એક જ ચંદ્ર માસ બે વાર આવે ત્યારે પ્રથમ માસને અધિક માસ અને બીજા માસને શુદ્ધ માસ કહે છે. પ્રત્યેક 3 વર્ષમાં એક વાર આવે છે જેથી ચંદ્ર અને સૂર્ય વર્ષની વચ્ચે સંતુલન જળવાઇ રહે!

આ મહિનાને મળ માસ અથવા તો પુરુષોત્તમ માસ (Purushottam maas) પણ કહે છે, જે વિષ્ણુ ભગવાનને સમર્પિત છે. આ માસમાં કેટલાક નિયમોનું પાલન કરવું જોઇએ જેથી જીવન પર નકારાત્મકતા વ્યાપે નહિં!

Adhik Maas 2026, ભગવાન વિષ્ણુ, મળ માસ, પુરુષોત્તમ માસ, ગંગાજળઅધિક માસ 2026 નો સમયગાળો (Adhik Maas 2026 Duration)

આ વિશેષ મહિનો (Jyeshtha Adhik Maas) 17 મે 2026, રવિવારથી પ્રારંભ થઇને 15 જૂન 2026, સોમવાર સુધી વિદ્યમાન રહેશે. ત્યાર બાદ શુદ્ધ જેઠ મહિનો શરુ થશે જે 13 જુલાઇ 2026 સુધી રહેશે. આ અવધિ દરમિયાન ધાર્મિક સાધના કરવી અત્યંત ફળદાયક માનવામાં આવે છે.

અધિક માસ દરમિયાન શું કરવું?

1. આ પવિત્ર મહિનામાં ભગવાન વિષ્ણુ (Lord Vishnu)ની ઉપાસનાનું વિશેષ મહત્વ રહેલું છે.

2. ‘ॐ નમો ભગવતે વાસુદેવાય મંત્ર’નો જાપ કરવાથી માનસિક શાંતિ અને પુણ્યની પ્રાપ્તિ થશે.

3. વિવિધ દાન (Daan) જેવા કે, અન્ન દાન, જળનું દાન, વસ્ત્ર દાન તથા દીપ દાન કરવું અત્યંત શુભ રહેશે.

4. શ્રીમદ્ભગવદ્ કથા અને ગીતા પાઠ (Geeta Path) કરવાથી આધ્યાત્મિક ઉન્નતિ થશે.

Adhik Maas 2026, ભગવાન વિષ્ણુ, મળ માસ, પુરુષોત્તમ માસ, ગંગાજળ

5. પવિત્ર નદીઓમાં સ્નાન કરવાનું અથવા તો ઘરે ગંગાજળ (Gangajal) મિક્સ કરીને સ્નાન કરવું લાભકારક નીવડશે.

આ માસ દરમિયાન, સાત્વિક જીવન અને સાધના નિયમોનું પાલન કરવાથી આત્મિક શુદ્ધિ થાય છે.

અધિક માસ દરમિયાન શું ન કરવું?

1. અધિક માસમાં કોઇ પણ પ્રકારનું માંગલિક કાર્ય (Shubh Karma) જેમ કે વિવાહ, સગાઈ, મુંડન, જનોઈ સંસ્કાર અને ગૃહ પ્રવેશ કરવા જોઇએ નહિં.

2. કોઈ નવો વ્યવસાય શરુ કરવો અથવા તો નવી નોકરી જોઇન કરવાનું (Business or Job) આ સમય દરમિયાન ટાળવું ઉચિત રહેશે.

3. મકાન, વાહન, સંપત્તિ સાથે સંલગ્ન કોઈ નવી જવાબદારીથી બચવું જોઇએ.

Adhik Maas 2026, ભગવાન વિષ્ણુ, મળ માસ, પુરુષોત્તમ માસ, ગંગાજળ

4. તામસિક ભોજન જેમ કે માંસ, મદિરા, લસણ અને ડુંગળી (Meat, Alcohol, Garlic and Onions)નું સેવન વર્જીત માનવામાં આવે છે.

આ દરમિયાન, વ્રત શરુ ન કરવું કે સમાપ્ત પણ ન કરવું. આ ઉપરાંત, જૂઠ્ઠું બોલવું, વિવાદ કરવો અને અપમાનથી બચવું પણ જરુરી છે કારણ કે, એનો પ્રભાવ ઓર વધી શકે છે.

Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.


આ પણ વાંચો: કોકિલાવન શનિ ધામની અદ્ભૂત કથા….આ ચમત્કારી મંદિરનું રહસ્ય જોડાયેલું છે ભગવાન કૃષ્ણ સાથે..!

આ પણ વાંચો: 

આ પણ વાંચો: