Dharm & Bhakti: હિન્દુ ધર્મમાં એંઠું અથવા તો બચેલું ભોજન અશુદ્ધ માનવામાં આવે છે. આ સંજોગોમાં એક મોટો પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે, શું કોઇનું પણ એંઠું ભોજન (Jutha Bhojan) ખાઇ શકાય ખરું?
હિન્દુ પરિવારોમાં ભોજન કરતા પહેલા પ્રાર્થના કરવામાં આવે છે અને ભગવાનનો આભાર માનવામાં આવે છે કે એણે ભોજન ઉપલબ્ધ કરાવ્યું! ભોજન સાથે સંલગ્ન ભાવનાઓની સાથે હિન્દુ પરિવારો (Hindu Families)માં એની શુદ્ધતા અને સાત્વિકતાનું પૂર્ણ ધ્યાન રાખવામાં આવે છે.

એંઠું ભોજન (Jutha Bhojan) ખાવાથી ધન-સંપત્તિ પર સૌથી વિપરીત અસરો
કોઇનું પણ એંઠું ખાવાથી સૌથી વધારે ખરાબ અસર આપણા ધન (Wealth) પર થાય છે! જો આપણે કોઇનું પણ ઉચ્છિષ્ટ અન્ન અર્થાત્ એંઠું અન્ન ખાઇએ તો એનું દુર્ભાગ્ય (Misfortune) આપણા નામે કરી લઇએ છીએ! કોઇનું એંઠું અન્ન ખાવાથી આપણા જીવન પર એના અનેક પ્રકારના ખરાબ પ્રભાવો પડે છે જેમ કે સુખમાં કમી આવે છે, ઘર-પરિવારમાં કલહ-કંકાસ (Quarrel) વધી જાય છે અને વૈભવ અને સુખ-સમૃદ્ધિમાં કમી આવે છે અને ધન-સંપત્તિની દેવી લક્ષ્મી રુઠે છે.
આપણા ધર્મ અને જ્યોતિષ શાસ્ત્રમાં ભોજન કેવળ શરીરને પોષણ આપતું સાધન ગણવામાં નથી આવતું પણ ઊર્જા અને આધ્યાત્મિક વિકાસ (Energy & Spiritual Progress)નું એક પ્રબળ માધ્યમ પણ માનવામાં આવેલું છે. એવું કહે છે કે, જેવું ભોજન આપણે ખાઇએ એવી જ આપણી ઊર્જા, સ્વાસ્થ્ય અને માનસિક સ્થિતિ રચાય છે! હિન્દુ ધર્મમાં એંઠું અથવા તો બચેલું ભોજન અશુદ્ધ માનવામાં આવે છે. આ સંજોગોમાં એક મોટો પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે, શું કોઇનું પણ એંઠું ભોજન ખાઇ શકાય ખરું? જાણીએ કે આ અંગે ધર્મ શાસ્ત્રોનો શો મત છે?

ઊર્જાનું આદાન-પ્રદાન
જ્યોતિષ શાસ્ત્ર (Astrology)અનુસાર, પ્રત્યેક વ્યક્તિનો પોતાનો વ્યક્તિગત ઊર્જાનો સંચાર (Transmission of Energy) હોય છે. જ્યારે પણ આપણે કોઇનું વધેલું ભોજન આરોગીએ છીએ ત્યારે એ ભોજન પોતાની મૂળ ઊર્જાને ગુમાવી ચૂકેલું હોય છે! એના સેવનની અસરો સીધી જ આપણા શરીર અને મસ્તિષ્ક પર પડે છે. આવું ભોજન ખાવાથી આપણી ઊર્જા વધવાના બદલે ઊલટાની ઘટે છે અને ઘણી વાર શારીરિક સમસ્યાઓ પણ ઉત્પન્ન થઇ શકે છે!
વિચારધારા પર પ્રભાવ
કોઇનું એંઠું ખાવાથી કે એનું વધેલું ભોજન આરોગવાથી ન કેવળ હૅલ્થ સમસ્યાઓ (Health Problems) ઉદ્ભવી શકે છે…એ ઉપરાંત, માનસિક અને આધ્યાત્મિક સ્તરે પણ એનો પ્રભાવ મહેસૂસ થાય છે. એંઠું ખાવાથી આપણા મનમાં નકારાત્મક વિચારો ઉત્પન્ન થઇ શકે છે. જે વ્યક્તિની પ્લેટમાંથી એ ભોજન લેવામાં આવેલું હોય એ જો નકારાત્મક વિચારસરણી (Negative Thinking) ધરાવતી હોય અથવા તો અસ્વચ્છ વ્યવહારયુક્ત હોય તો એની અસર સીધી જ આપણી ભાવનાઓ અને વિચારસરણી પર અવશ્ય પડે જ છે! આ જ કારણ છે કે, હંમેશાં સ્વચ્છ અને પોઝીટીવ એનર્જીયુક્ત ભોજનને જ પ્રાથમિકતા આપવી જોઇએ.

સ્વયંની ઊર્જા પ્રભાવિત થાય છે
કોઇનું પણ એંઠું ખાઇને આપણે અજાણતા જ એ વ્યક્તિની ઊર્જા અને કર્મને આપણી અંદર સમાહિત કરીએ છીએ. જો એ વ્યક્તિના કર્મ (Karma) નકારાત્મક હોય તો એની સીધી જ અસરો આપણા જીવન પર પડે છે અને જીવનમાં ગરીબીનું આગમન થઇ શકે છે. આથી એ જાણવું અત્યંત જરુરી છે કે, આપણે જેનું એંઠું ભોજન ખાઇ રહ્યાં છીએ એ વ્યક્તિ કોણ છે અને એની વર્તણૂક કેવી છે?
સ્વાસ્થ્ય સંબંધી નુકસાન
સ્વાસ્થ્યના દ્રષ્ટિકોણથી જોઇએ તો કોઇનું પણ એંઠું ભોજન ખાવું નુકસાનકારક સાબિત થઇ શકે છે. એમાં બેક્ટેરિયા અને વાયરસ હોઇ શકે છે જેનાથી ચેપ અને અન્ય બીમારીઓ (Infection & Diseases)નું પણ જોખમ ઉદ્ભવે છે. આ ભોજન ભલે ને સ્વચ્છ લાગતું હોય પણ અન્યનું એંઠું કરેલું ભોજન તમારી હૅલ્થ માટે જોખમ ઉત્પન્ન કરી શકે છે.
આધ્યાત્મિક દ્રષ્ટિકોણ
અધ્યાત્મની આંખે આ બાબતને જોઇએ તો, ભોજન કેવળ ભૌતિક પોષણ નથી પરંતુ આધ્યાત્મિક ઊર્જા અને આશીર્વાદનું માધ્યમ પણ છે. કોઇનું એંઠું ભોજન લેવાથી આ પવિત્ર આદાન-પ્રદાન બાધિત થાય છે અને ભોજનમાં નિહિત સકારાત્મક ઊર્જાનો આપણને લાભ મળી શકતો નથી.

પોતાના બાળકનું એંઠું ખાઇ શકાય?
બાળક ભગવાનનું સ્વરૂપ છે એવી સામાજીક માન્યતા છે. ઘણીવાર સ્નેહવશ થઇને કે બાળક (Kid)ને ભગવાનનું સ્વરૂપ ગણીને માતા-પિતા કે અન્ય લોકો દ્વારા એનું એંઠું ભોજન પ્રસાદ તરીકે ગ્રહણ કરવામાં આવતું હોય છે. પ્રેમ અને હૅલ્થ બે અલગ વિષય છે. પરંતુ કોઇ વાર બાળકની લાળમાં રહેલા અને ભોજનમાં ભળેલા, જે એમને નુકસાનકારક ન હોય, તે જીવાણુઓ મોટા વ્યક્તિઓ માટે એલર્જી કે બીમારીનું કારણ બની શકે! આથી આ અંગે વ્યક્તિગત સ્વચ્છતાનું ધ્યાન રાખવું અત્યંત જરૂરી છે.

પતિ-પત્ની એકબીજાનું એઠું ખાઇ શકે? ધર્મ શું કહે છે?
હિન્દુ ધર્મગ્રંથોમાં પતિ-પત્ની (Husband-Wife) એકબીજાનું એઠું ખાઇ શકે કે કેમ એ અંગે વિવિધ માન્યતાઓ દર્શાવેલી છે.
‘મનુસ્મૃતિ'(Manu Smruti)માં જણાવ્યાનુસાર, પતિ-પત્ની જો પરસ્પર એકબીજાનું ભોજન શૅર કરે તો એમના સંબંધો અને વિશ્વાસ ઓર મજબૂત થાય છે!
અન્ય એક ધર્મ શાસ્ત્ર ‘કુમારિલ ભટ્ટ’ ધર્મગ્રંથમાં એને સ્નેહ અને સહમતિનું પ્રતીક માનવામાં આવેલું છે.
વિષ્ણુ ભગવદ્ પુરાણ (Bhagvat Puran) અનુસાર, જો પતિ-પત્ની વચ્ચે પ્રેમ અને સંમતિ હોય તો એ એકબીજાનું એંઠું ભોજન ગ્રહણ કરી શકે છે.
Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.
આ પણ વાંચો: અખંડ જ્યોતિનું રહસ્ય…આ શક્તિપીઠમાં વાટ વિના પણ જ્યોત સદીઓથી પ્રજ્વલિત છે..!
આ પણ વાંચો: દેવા અને ગરીબીમાંથી મળી શકે છે છૂટકારો..! રામનવમીએ કરો આ વિશેષ ઉપાયો…
આ પણ વાંચો: ચૈત્ર નવરાત્રિમાં માતા દુર્ગાનું આગમન પાલખીમાં….પ્રસ્થાન હાથી પર..જાણો ભાવિ સંકેતો
