રાશિભવિષ્ય (Rashibhavishya)
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
Rashibhavishya: તારીખ ૨૯-૦૩-૨૦૨૬, રવિવારના દિવસે વિક્રમ સંવત ૨૦૮૨ મુજબ ચૈત્ર સુદ અગિયારસ તિથિ છે. આજના દિવસે ચંદ્ર કર્ક રાશિમાં રહેશે અને આશ્લેષા નક્ષત્ર બપોરે ૦૨:૩૫ સુધી વાગ્યા સુધી રહેશે. ધૃતિ યોગ સાંજે ૦૬:૧૭ સુધી વાગ્યા સુધી રહેશે અને વિષ્ટિ કરણ સવારે ૦૭:૪૫ વાગ્યા સુધી રહેશે. પંચક આજે નથી અને વિંછુડો પણ આજે નથી.
સૂર્ય મીન રાશિમાં રહેશે, જ્યારે ચંદ્ર કર્ક રાશિમાં રહેશે. આજે જન્મેલા જાતકોની રાશિ કર્ક (ડ,હ) રહેશે.
આજનો સૂર્યોદય સવારે ૦૬.૩૫ કલાકે અને સૂર્યાસ્ત સાંજે ૦૬.૫૩ કલાકે થશે. ચંદ્રોદય બપોરે ૦૩.૩૭ વાગ્યે અને ચંદ્રાસ્ત પરોઢે ૦૪:૪૬ વાગ્યે થશે. અભિજિત મુહૂર્ત આજે બપોરે ૧૨:૨૦ થી બપોરે ૦૧:૧૦ સુધી રહેશે, રાહુ કાળ બપોરે ૦૫.૨૦ થી ૦૬.૫૧ વાગ્યા સુધી રહેશે. ચૈત્ર સુદ અગિયારસ સવારે ૦૭:૪૭ વાગ્યા સુધી રહેશે અને ત્યાર બાદ એની સમાપ્તિ ગણાશે.
વ્રત અને તહેવાર / દિન વિશેષની વાત કરીએ તો આજે કામદા એકાદશી છે.
તારીખ :- ૨૯-૦૩-૨૦૨૬, રવિવાર / ચૈત્ર સુદ અગિયારસના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૯:૪૦ થી ૧૧:૧૨ |
| અમૃત | ૧૧:૧૨ થી ૧૨:૪૪ |
| શુભ | ૦૨:૧૬ થી ૦૩.૪૯ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૬:૫૩ થી ૦૮:૨૧ |
| અમૃત | ૦૮:૨૧ થી ૦૯:૪૮ |
રાશિભવિષ્ય (Rashibhavishya)

મેષ (અ, લ , ઈ) :-
તમારી જરૂરિયાતોને વધુ ન થવા દો.
રાજનીતિમાં જનતાનો સહયોગ મળે.
અજાણી વ્યક્તિથી ધન લાભ થાય.
ઓફીસના કામનું દબાણ વધે.
શુભ કલર – આસમાની
શુભ નંબર – ૧

વૃષભ (બ, વ, ઉ) :-
દુશ્મન તમારી નબળાઈનો ફાયદો ઉઠાવે.
સંતાનોના ભવિષ્યની ચિંતા રહેશે.
ખર્ચ પર અંકુશ રાખવો.
ખાસ મિત્ર તમારી લાગણી સમજે.
શુભ કલર – રાતો
શુભ નંબર – ૫

મિથુન (ક, છ, ઘ) :-
નોંધપાત્ર સફળતા મળશે.
પૈતૃક સંપત્તિ મળી શકે.
અણધાર્યો પ્રવાસ થાય.
સ્નાયુની તકલીફ રહે.
શુભ કલર – નારંગી
શુભ નંબર – ૭

કર્ક (ડ , હ) :-
સંબંધોમાં તમને ભેટ મળશે.
ઉચ્ચ શિક્ષણ માટે ખર્ચ કરવી પડશે.
અનુભવથી શીખવા મળે.
અતિથી ઘરે આવે.
શુભ કલર – સોનેરી
શુભ નંબર – ૮
રાશિભવિષ્ય (Rashibhavishya)

સિંહ (મ , ટ) :-
તમારો નિર્ણય ખોટો પડી શકે.
નવી વ્યક્તિનું આગમન થાય.
અધિકારીની નિકટતાનો લાભ મળશે.
મતભેદો ઓછા થશે.
શુભ કલર – ભૂરો
શુભ નંબર – ૪

કન્યા (પ , ઠ, ણ) :-
ઘરમાં ધાર્મિક કાર્ય થાય.
નવી યોજના બને.
અતિશય લાગણીશીલતા ટાળો.
પત્નીનો સહયોગ રહેશે.
શુભ કલર – ભૂરો
શુભ નંબર – ૪

તુલા (ર , ત) :-
વિવાહિત જીવનમાં સુખ અને શાંતિ રહેશે.
પરિવારમાં નવા સભ્યનું આગમન થશે.
આર્થિક ધન – લાભ થાય.
તમારી આવડત કામમાં આવે
શુભ કલર – કાળો
શુભ નંબર – ૭

વૃશ્વિક (ન, ય) :-
લાંબી મુસાફરીની યોજના બને.
સમયનો સદ ઉપયોગ થાય.
નજીકના મિત્રને મળીને ખૂબ આનંદ થશે.
સામાજિક કાર્યોમાં રુચિ રહેશે.
શુભ કલર – કથ્થઈ
શુભ નંબર – ૬
રાશિભવિષ્ય (Rashibhavishya)

ધન (ભ, ધ, ફ, ઢ) :-
ભાવનાત્મક લગાવ વધશે.
નોકરી માટે ઘરથી દૂર જવું પડશે.
નવા સોદા પાર પડે.
નાણાનો નવો સ્ત્રોત વહે.
શુભ કલર – પીળો
શુભ નંબર – ૪

મકર (ખ, જ) :-
કામનું દબાણ વધે.
ખોટી માંગણી થાય.
યોગ અને કસરત કરતા રહો.
પુષ્કળ પાણી પીવો.
શુભ કલર – જાંબલી
શુભ નંબર – ૯

કુંભ (ગ, શ, સ, ષ) :-
સાંજ પછી સમાચાર મળે.
દુશ્મન પણ દોસ્ત બને.
લગ્નજીવન સારું રહે.
દિવસ સારો જાય.
શુભ કલર – કેસરી
શુભ નંબર – ૨

મીન (દ, ચ, ઝ, થ) :-
કાર્યક્ષેત્રમાં વધુ મહેનત કરવી પડશે.
સહકર્મીઓનો સહયોગ મળશે.
કામનો ભાર હળવો થાય.
જીવન સાથી જોડે બહાર જવાય.
શુભ કલર – ભૂરો
શુભ નંબર – ૮
આ પણ વાંચો:
આ પણ વાંચો:
આ પણ વાંચો:
