Not Set/ આજના દિવસની બીજી મોટી વિમાન દુર્ઘટના ટળી, પટના એરપોર્ટ પર કરાયું વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ

પટના, દેશની આર્થિક રાજધાની કહેવાતા મુંબઈના ઘાટકોપર એરિયામાં ગુરુવાર બપોરે ચાર્ટડ પ્લેન ક્રેશ થવાની ઘટના બની હતી. આ ઘટનાને થયેલા ગણતરીના કલાકો બાદ જ બીજી વિમાન મોટી દુર્ઘટના ટળી હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે. એયર ઇન્ડિયાના એક વિમાન સાથે પક્ષી ટકરાવાના કારણે પટના એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. Air India flight with 124 […]

Top Stories India Trending

પટના,

દેશની આર્થિક રાજધાની કહેવાતા મુંબઈના ઘાટકોપર એરિયામાં ગુરુવાર બપોરે ચાર્ટડ પ્લેન ક્રેશ થવાની ઘટના બની હતી. આ ઘટનાને થયેલા ગણતરીના કલાકો બાદ જ બીજી વિમાન મોટી દુર્ઘટના ટળી હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે.

એયર ઇન્ડિયાના એક વિમાન સાથે પક્ષી ટકરાવાના કારણે પટના એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, આ વિમાન રાજધાની દિલ્હી આવી રહ્યું હતું ત્યારે આ ઘટના બની હતી. આ સમયે વિમાનમાં ૧૨૪ યાત્રીઓ સવાર હતા અને હાલ તમામ સુરક્ષિત હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે.

આ પહેલા ગુરુવાર બપોરે ૧.૧૩ વાગ્યે ઘાટકોપરના સર્વોદય નગર વિસ્તારમાં એક ચાર્ટડ પ્લેન ક્રેશ થયું હતું. આ ઘટના સમયે વિમાનમાં ચાર લોકો સવાર હતા અને આ તમામ લોકોના મૃત્યુ થયા છે. આ ઉપરાંત રસ્તા પરથી પસાર થઇ રહેલા એક વ્યક્તિનું પણ મોત થયું છે.

વિમાનમાં સવાર મૃતકોમાં કેપ્ટન પી એસ રાજપૂત, કો-પાઈલોટ મારિયા જુબૈરી, આસિસ્ટન્ટ એન્જિનિયર સુરભિ, એયરક્રાફટ ટેકનિશિયન મનીષ પાંડે શામેલ છે.

મુંબઈમાં દુર્ઘટનાગ્રસ્ત થયેલું આ વિમાનનું મોડલ VT-UPZ કિંગ એયર C90 છે અને આ વિમાન જાણીતી પાન-મસાલા કંપની પાનપરાગના માલિક દિપક કોઠારીનું ખાનગી પ્લેન હોવાનું જાણવા મળ્યું છે.