Entertainment News/ અનન્યા પાંડે અને લક્ષ્યની ફિલ્મમાં રોમાન્સ અને હિંસાનો સંગમ, જાણો ક્યારે રિલીઝ થશે ફિલ્મ

કરન જોહરની ફિલ્મ ‘ચાંદ મેરા દિલ’ (Chand) નું ટીઝર રિલીઝ થયું છે. લક્ષ્ય અને અનન્યા પાંડેની આ ફિલ્મમાં રોમાંસ અને ટ્રેજેડીનો મિક્સ ડોઝ જોવા મળી રહ્યો છે. જાણો ટીઝરમાં શું ખાસ છે.

Trending Entertainment
Chand Mera Dil Teaser

Chand Mera Dil Teaser Release: બોલિવૂડમાં વધુ એક રોમેન્ટિક અને ડાર્ક લવ સ્ટોરીની એન્ટ્રી થવા જઈ રહી છે. કરન જોહરની આગામી ફિલ્મ ‘ચાંદ મેરા દિલ’ (Chand) નું ટીઝર આજે મંગળવારે ( 7 એપ્રિલ 2026) રિલીઝ થયું છે. આ ફિલ્મમાં ‘કિલ’ ફેમ એક્ટર લક્ષ્ય અને અનન્યા પાંડે લીડ રોલમાં છે. ટીઝર જોઈને લાગે છે કે આ એક પેશન અને ક્રેઝી લવ સ્ટોરી છે, જેમાં રોમાન્સની સાથે હિંસાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

Chand Mera Dil Teaser

પ્યારમાં ‘પાગલ’ થયા લક્ષ્ય અને અનન્યા

ટીઝરની (Chand) શરૂઆત એક મધુર સંગીત સાથે થાય છે, જેમાં લક્ષ્યનો ડાયલોગ સાંભળવા મળે છે- “પ્યાર મેં થોડા પાગલ તો હોના હી પડતા હૈ.” અનન્યા અને લક્ષ્ય વચ્ચે અનેક રોમેન્ટિક અને ઈન્ટિમેટ સીન્સ બતાવવામાં આવ્યા છે. અનન્યા પાંડે ટીઝરમાં કહે છે કે- “હમારી લવ સ્ટોરી તો લીજેન્ડ્રી બન ગઈ”, જેના જવાબમાં લક્ષ્ય કહે છે- “લીજેન્ડ્રી લવ સ્ટોરી કી એન્ડિંગ હી તો ટ્રેજિક હોતી હૈ.” આ સાથે જ ફિલ્મમાં એક દુખદ વળાંક આવવાના સંકેત મળે છે.

Chand Mera Dil Teaser

‘સૈયારા’ સાથે Chand ફિલ્મની સરખામણી 

ટીઝરના છેલ્લા ભાગમાં લક્ષ્ય ખૂબ જ હિંસક અવતારમાં જોવા મળે છે, જે ‘કબીર સિંહ’ ના શાહિદ કપૂરની યાદ અપાવે છે. ફિલ્મમાં લક્ષ્ય ‘આરવ’ અને અનન્યા ‘ચાંદની’ (Chand)ની ભૂમિકામાં છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ ટીઝરને લઈને મિશ્ર પ્રતિસાદ આપી રહ્યા છે. કેટલાક યુઝર્સ તેને ફિલ્મ ‘સૈયારા’ ની કોપી ગણાવી રહ્યા છે, જ્યારે કેટલાક તેને ‘જેન-ઝી’ ની વધુ એક પ્રેમ કહાની કહી રહ્યા છે.

ટીઝરમાં સ્મોકિંગ સીન્સની ભરમાર

ટીઝરની એક નબળી કડી એ પણ છે કે લગભગ દરેક સીનમાં સિગારેટનો ઉપયોગ બતાવવામાં આવ્યો છે, જેને લઈને નેટીઝન્સમાં ચર્ચા શરૂ થઈ છે. આ ફિલ્મ 22 મે 2026 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. રોમાંચક લવ સ્ટોરીના શોખીનો માટે આ ફિલ્મ આકર્ષણનું કેન્દ્ર બની શકે છે.


આ પણ વાંચો: સુપરસ્ટાર વિજય બે બેઠકો પરથી ચૂંટણી લડશે, બેરોજગારોને ₹4000 આપવાનો TVK નો માસ્ટરસ્ટ્રોક

આ પણ વાંચો:  બંગાળી અભિનેતા રાહુલ બેનર્જીનું શૂટિંગ દરમિયાન દરિયામાં ડૂબી જવાથી મોત, મનોરંજન જગત સ્તબ્ધ

આ પણ વાંચો:હનુમાન જયંતી પર રામાયણનું ટીઝર રિલીઝ, રણબીર-સાઈ પલ્લવીની જોડી અને પૃથ્વીરાજ કપૂર સાથેનું ખાસ કનેક્શન