Enntertainment news/ હનુમાન જયંતી પર રામાયણનું ટીઝર રિલીઝ, રણબીર-સાઈ પલ્લવીની જોડી અને પૃથ્વીરાજ કપૂર સાથેનું ખાસ કનેક્શન

Ranbir કપૂરની ફિલ્મ ‘રામાયણ’ નું ટીઝર રિલીઝ થયું છે. જાણો કેવી રીતે રણબીર તેના પડદાદા પૃથ્વીરાજ કપૂરના 93 વર્ષ જૂના વારસાને આગળ ધપાવી રહ્યો છે અને ફિલ્મ ‘સીતા’ નો કયો રેકોર્ડ આજે પણ અકબંધ છે.

Trending Entertainment
Ranbir

Ranbir Kapoor Ramayana Teaser:  આજે હનુમાન જયંતીના પવિત્ર અવસરે નિતેશ તિવારી નિર્દેશિત ફિલ્મ ‘રામાયણ’ નું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. જેમાં રણબીર કપૂરને ભગવાન શ્રીરામના રૂપમાં જોઈને ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જોકે, રસપ્રદ વાત એ છે કે કપૂર ખાનદાનમાં રણબીર એવા પ્રથમ અભિનેતા નથી જે રામનું પાત્ર ભજવી રહ્યા હોય. આશરે 93 વર્ષ પહેલા રણબીરના પડદાદા પૃથ્વીરાજ કપૂરે પણ આ ઐતિહાસિક ભૂમિકા ભજવી હતી.

Ranbir

1933 ની ફિલ્મ ‘સીતા’ અને પૃથ્વીરાજ કપૂર

વર્ષ 1933 માં રિલીઝ થયેલી બંગાળી ફિલ્મ ‘સીતા’ માં પૃથ્વીરાજ કપૂરે ભગવાન શ્રીરામનું પાત્ર ભજવ્યું હતું. આ ફિલ્મનું નિર્દેશન દેબાકી બોસે કર્યું હતું. તે જમાનામાં આ ફિલ્મથી પૃથ્વીરાજ કપૂરને ઘરે-ઘરે લોકપ્રિયતા મળી હતી. ફિલ્મમાં માતા સીતાની ભૂમિકા જાણીતા અભિનેત્રી દુર્ગા ખોટેએ ભજવી હતી. હવે 9 દાયકા બાદ તેમના વંશજ રણબીર કપૂર આ વારસાને આગળ વધારી રહ્યા છે.

આ ફિલ્મના નામે છે એક ખાસ રેકોર્ડ

પૃથ્વીરાજ કપૂરની આ ફિલ્મ ‘સીતા’ એ માત્ર ભારતમાં જ નહીં પણ વિદેશમાં પણ ડંકો વગાડ્યો હતો. વર્ષ 1934 માં બીજા ‘વેનિસ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ’ માં આ ફિલ્મને ઓનરરી ડિપ્લોમા મળ્યો હતો. કોઈ આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રદર્શિત થનારી આ પ્રથમ ભારતીય ટૉકી (બોલતી) ફિલ્મ બની હતી.

Ranbir

Ranbirની ‘રામાયણ’ ક્યારે રિલીઝ થશે?

નિતેશ તિવારીની આ ભવ્ય ફિલ્મ બે ભાગમાં રિલીઝ થવાની છે:

પાર્ટ 1: આ વર્ષે દિવાળી 2026 પર રિલીઝ થશે.

પાર્ટ 2: આવતા વર્ષે દિવાળી 2027 પર સિનેમાઘરોમાં આવશે.

સ્ટાર કાસ્ટ:

શ્રીરામ: રણબીર કપૂર (Ranbir)

માતા સીતા: સાઈ પલ્લવી

રાવણ: યશ (KGF ફેમ)

હનુમાન: સની દેઓલ

લક્ષ્મણ: રવિ દુબે

રાજા દશરથ: અરુણ ગોવિલ


આ પણ વાંચો: સુપરસ્ટાર વિજય બે બેઠકો પરથી ચૂંટણી લડશે, બેરોજગારોને ₹4000 આપવાનો TVK નો માસ્ટરસ્ટ્રોક

આ પણ વાંચો:  બંગાળી અભિનેતા રાહુલ બેનર્જીનું શૂટિંગ દરમિયાન દરિયામાં ડૂબી જવાથી મોત, મનોરંજન જગત સ્તબ્ધ

આ પણ વાંચો:સોનમ કપૂર બીજી વખત બની માતા, 40 વર્ષની વયે બીજા પુત્રને આપ્યો જન્મ; કપૂર પરિવારમાં ખુશીનો માહોલ