Entertainment News/ સોનમ કપૂર બીજી વખત બની માતા, 40 વર્ષની વયે બીજા પુત્રને આપ્યો જન્મ; કપૂર પરિવારમાં ખુશીનો માહોલ

બોલિવૂડ અભિનેત્રી Sonam Kapoorએ રવિવારે બીજા પુત્રને જન્મ આપ્યો છે. સોનમ અને આનંદ આહુજાના ઘરે ફરી એકવાર પારણું બંધાતા કપૂર ખાનદાનમાં ખુશીનો માહોલ છે. વાંચો પૂરો અહેવાલ.

Top Stories Entertainment
Sonam Kapoor

Sonam Kapoor becomes mother second time baby boy: બોલિવૂડ સુપરસ્ટાર સોનમ કપૂર અને તેના પતિ આનંદ આહુજાના ઘરે ફરી એકવાર ખુશીઓનું આગમન થયું છે. સોનમ કપૂરે રવિવાર, 29 માર્ચ 2026ના રોજ પોતાના બીજા સંતાન તરીકે પુત્ર (Baby Boy) ને જન્મ આપ્યો છે. આ સમાચાર સોશિયલ મીડિયા પર વહેતા થતા જ કપૂર ખાનદાન અને ફિલ્મી સિતારાઓમાં આનંદની લહેર પ્રસરી ગઈ છે.

Sonam Kapoor

Sonam Kapoorએ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા ‘ગુડ ન્યૂઝ’

સોનમ કપૂરે (Sonam Kapoor) પોતાના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક હૃદયસ્પર્શી પોસ્ટ શેર કરીને આ ખુશખબર આપ્યા છે. સોનમે લખ્યું કે, “અત્યંત કૃતજ્ઞતા અને પ્રેમથી ભરેલા હૃદય સાથે અમે આ ખુશીના સમાચાર આપી રહ્યા છીએ કે અમારા ઘરે નાના પુત્રનું આગમન થયું છે.” સોનમની આ પોસ્ટ મિનિટોમાં જ વાયરલ થઈ ગઈ છે અને ચાહકો તેને અભિનંદન પાઠવી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Sonam A Kapoor (@sonamkapoor)

મોટો ભાઈ બન્યો ‘વાયુ’

સોનમ (Sonam Kapoor) અને આનંદનો પ્રથમ પુત્ર વાયુ (Vayu), જેનો જન્મ ઓગસ્ટ 2022માં થયો હતો, તે હવે મોટા ભાઈની ભૂમિકામાં આવી ગયો છે. સોનમે (Sonam Kapoor) પોતાની પોસ્ટમાં ખાસ ઉલ્લેખ કર્યો છે કે વાયુ પોતાના નાના ભાઈના સ્વાગત માટે ખૂબ જ ઉત્સાહિત છે. ચાર સભ્યોના બનેલા આ સુંદર પરિવાર માટે આ એક નવા અધ્યાયની શરૂઆત છે.

Sonam Kapoor

બોલિવૂડ સેલેબ્સ તરફથી અભિનંદનનો વરસાદ

સોનમની (Sonam Kapoor) આ જાહેરાત બાદ બોલિવૂડના દિગ્ગજ કલાકારોએ શુભેચ્છાઓ પાઠવી છે:

કરીના કપૂર ખાને પોસ્ટ પર પ્રતિક્રિયા આપી દંપતીને અભિનંદન આપ્યા.

દીયા મિર્ઝા, સ્વરા ભાસ્કર અને તાજેતરમાં માતા બનેલી પરિણીતિ ચોપરાએ પણ સોનમ-આનંદને (Sonam Kapoor) શુભકામનાઓ પાઠવી છે.

ઉલ્લેખનીય છે કે સોનમ અને આનંદે વર્ષ 2018માં લગ્ન કર્યા હતા. હવે લગ્નના 8 વર્ષ બાદ આ દંપતી બીજા સંતાનના માતા-પિતા બન્યા છે.


આ પણ વાંચો: સુપરસ્ટાર વિજય બે બેઠકો પરથી ચૂંટણી લડશે, બેરોજગારોને ₹4000 આપવાનો TVK નો માસ્ટરસ્ટ્રોક

આ પણ વાંચો:  બંગાળી અભિનેતા રાહુલ બેનર્જીનું શૂટિંગ દરમિયાન દરિયામાં ડૂબી જવાથી મોત, મનોરંજન જગત સ્તબ્ધ

આ પણ વાંચો:સિંગર બાદશાહને લૉરેન્સ બિશ્નોઈ ગેંગની ચેતવણી: આ તો માત્ર ટ્રેલર હતું, હવે ગોળી માથામાં વાગશે