નવી દિલ્હી,
ગત ફેબ્રુઆરી મહિનામાં દેશની સૌથી મોટી બેંકોમાની એક પંજાબ નેશનલ બેંકમાં સામે આવેલા ૧૩,૦૦૦ કરોડ રૂપિયાના ગોટાળો સામે આવ્યો હતો. ત્યારે હવે આ મામલે CBI દ્વારા ચાર્જસીટ દાખલ કરવામાં આવી હતી અને મુંબઈની સીબીઆઈ કોર્ટમાં રજૂ કરી છે.
CBI દ્વારા દાખલ કરાયેલી ચાર્જસીટમાં PNB સ્કેમના મુખ્ય આરોપી નીરવ મોદી સહિત ૨૪ આરોપીઓ નામ શામેલ કરાયા છે. સીબીઆઈ દ્વારા ચાર્જસીટમાં જે નવા આરોપીઓના શામેલ કરવામાં આવ્યા છે એમાં પંજાબ નેશનલ બેન્કના ચાર મુખ્ય અધિકારીઓ શામેલ છે. આ અધિકારીઓમાં ઉષા અનંત સુબ્રમણ્યમ, બ્રહ્માજી રાવ, સંજીવ શરન અને નેહલ અહદ શામેલ છે.
મહત્વનું છે કે, PNBના ચાર મુખ્ય અધિકારીઓ પર લાપરવાહી અને RBIના આદેશ અને નિયમોનું પાલન ન કરવાનો આરોપ છે.

આ ઉપરાંત CBIની ચાર્જસીટમાં કૌભાંડી નીરવ મોદીની કંપનીઓ, ફાયરસ્ટાર ઇન્ટરનેશનલ, સ્ટેલર ડાયમંડ, ડાયમંડસ આર યુએસ અને સોલાર એક્સ્પોર્ટસનો પણ સમાવેશ થાય છે.
ઉષા અનંત સુબ્રમણ્યમ PNB સ્કેમના સમયે પંજાબ નેશનલ બેન્કના MD હતા અને વર્તમાનમાં તેઓ અલ્હાબાદ બેન્કના CEO છે. CBI દ્વારા ઉષા ૨૭ ફેબ્રુઆરીના રોજ પૂછતાછ કરવામાં આવી હતી.
આ ઉપરાંત આ સ્કેમમાં PNBના ત્રણ આરોપીઓમાં પીએનબીના એક્ઝિક્યુટીવ ડાયરેક્ટર બ્રહ્માજી રાવ સાથે ૨૬ ફેબ્રુઆરીના રોજ પૂછતાછ કરી હતી જયારે અન્ય એક એક્ઝિક્યુટીવ ડાયરેક્ટર સંજીવ શરન સાથે પણ પૂછતાછ કરવામાં આવી ચુકી છે. આરોપી નેહલ અહદ હાલમાં પીએનબીના જનરલ મેનેજર છે.
CBIની ચાર્જસીટમાં શામેલ અન્ય આરોપીઓમાં PNBના અધિકારી, નીરવ મોદીની કંપનીના કર્મચારીઓ પણ શામેલ છે અને તેઓ પર ગુનાહિત કાવતરું રચવું તેમજ છેતરપિંડીના આરોપ છે.
ચાર્જસીટમાં શામેલ અન્ય મુખ્ય આરોપીઓ :
ગોકુલનાથ શેટ્ટી (પીએનબીની પૂર્વ ડેપ્યુટી જનરલ મેનેજર)
મનોજ ખરાટ (સિંગલ વિન્ડો ઑપરેટર PNB)
હેમંત ભટ્ટ (નરેવ મોદીની કંપનીના સભ્ય)
બચ્ચુ તિવારી (PNBના ફોરેક્સ ડિપાર્ટમેન્ટના ચીફ મેનેજર)
યશવંત જોશી (ફોરેક્સ ડિપાર્ટમેંટ સ્કેલ- II ના મેનેજર)
વિપ્રુલ અંબાણી (ફાયરસ્ટાર ઇન્ટરનેશનલ, ફાઇનાન્સ પ્રેસિડન્ટ)
પ્રફુલ્લ સાવંત (સ્કેલ -1 ઑફિસર, એક્સપોર્ટ સેક્શન)
મનીષ કે બોસમિયા (ફાયરસ્ટાર ઇન્ટરનેશનલના વર્તમાન એજીએમ ઓપરેશન્સ)
મિતેન અલી પંડિયા (ફાઈનાન્સ મેનેજર)
કવિતા મનકિકર (નીરવ મોદીની ત્રણ કંપનીઓ ઓથોરાઇઝ્ડ સાયગ્નેટરી)
કેવી રીતે કરવામાં આવ્યો આ ગોટાળો
ઉલ્લેખનીય છે કે, પંજાબ નેશનલ બેંકની મુંબઈ સ્તિથ બ્રેડી બ્રાંચમાં કુલ ૧૩૦૦૦ કરોડ રૂપિયાનું ફ્રોડ ટ્રાન્જેકશન કરવામાં આવ્યું હતું. કૌભાંડના આરોપીઓએ બેન્કના અધિકારીઓ સાથે મળીને ફ્રોડ LOU તૈયાર કર્યા હતા અને ૨૦૧૧થી ૨૦૧૮ સુધી બેન્કને હજારો કરોડો રૂપિયાનો ચૂનો લગાવીને વિદેશમાં રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા.
PNB સ્કેમનો ખુલાસો કેવી રીતે થયો
૧૩,૦૦૦ હજાર કરોડ રૂપિયાના સ્કેમનો ખુલાસો ચાલુ વર્ષના ફેબ્રુઆરી મહિનામાં થયો હતો. પંજાબ નેશનલ બેંક દ્વારા સેબી અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)ને ૧૧,૩૫૬ કરોડ રૂપિયાની જાણકરી આપી હતી. જો કે ત્યારબાદ PNB દ્વારા CBIને ૧૩૦૦ કરોડ રૂપિયાના નવા ફ્રોડ જાણકારી આપી હતી.
