Anand News/ આણંદનો ગંભીરા બ્રિજ બીજી એપ્રિલથી ખૂલશે

આણંદમાં કુખ્યાત ગંભીરાબ્રિજ બીજી એપ્રિલના રોજ ખુલ્લો મૂકાશે. પહેલી એપ્રિલના રોજ પરીક્ષણ થશે. જો કે આ પુલ પરથી ફક્ત ટુ-વ્હીલરો જ હાલમાં પસાર થઈ શકશે. થ્રી-વ્હીલરો અને ફોરવ્હીલરો હાલ નહીં જઈ શકે. જ્યારે ભારે વાહનો તો ક્યારેય નહીં જઈ શકે.

Gujarat Others Breaking News

Anand News: આણંદનો કુખ્યાત ગંભીરા બ્રિજ બીજી એપ્રિલથી ખૂલશે. પહેલી એપ્રિલના રોજ ગંભીરા બ્રિજ પર ટ્રાયલ રન થશે. તેના પછી આણંદનો આ ગંભીરા બ્રીજ બીજી એપ્રિલથી ખૂલશે જો કે આ પુલ ખુલવાથી બધા વાહનચાલકોએ હરખાઈ જવાની જરૂર નથી. પ્રારંભમાં ફક્ત ટુ-વ્હીલરોને જ ત્યાંથી પસાર થવાની મંજૂરી મળશે. આ સિવાય ભારે વાહનો તો આ પુલ પરથી પસાર થઈ જ નહીં શકે. આ ઉપરાંત થ્રી અને ફોર વ્હીલર પણ પસાર થઈ નહીં શકે. એટલે કે રીક્ષા અને ગાડી જેવા વાહનો પણ આ પુલ પરથી પસાર નહીં થઈ શકે. આમ આ બ્રિજ હાલમાં ફક્ત ટુ-વ્હીલરો માટે જ ખૂલ્લો મૂકાશે.

આ ઉપરાંત એકસાથે વધુ વાહનોના પ્રવેશ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. બ્રિજ પર કોઈપણ પ્રકારનો ટ્રાફિક જામ ન થાય તે માટે ટ્રાફિક પોલીસ કે ગાર્ડ પણ ગોઠવવામાં આવશે. સુરક્ષા મટે બ્રિજના બંને છેડે બેરિકેડ મૂકવામાં આવશે. ટ્રાફિક નિયંત્રણ માટે પોલીસ હાજર રહેશે. આ બ્રિજ ગયા વર્ષે થયેલી દુર્ઘટના પછી લાંબા સમયથી બંધ હતો. આમ હવે બંધ પડેલો પુલ શરૂ થતા અવરજવર શરૂ થશે. તેની સાથે ટુ-વ્હીલરોએ લાંબો ફેરો ખાવો નહીં પડે. તંત્ર દ્વારા પુલનું સતત મોનિટરિંગ કરવામાં આવશે અને આ દરમિયાન કોઈપણ ક્ષતિ જણાય તો તરત જ પગલાં લેવામાં આવશે.


આ પણ વાંચો:  આણંદના નાપામાં ચાલતાં જુગારધામ પર SMCના દરોડા, 11 લોકોની ધરપકડ

આ પણ વાંચો: ઉમરેઠમાં કોંગ્રેસ ઉમેદવાર પસંદગી પ્રક્રિયા

આ પણ વાંચો: આણંદમાં પોક્સો કેસમાં 100% સજાનો દર, 7માંથી 6 આરોપીઓને આજીવન કેદ