Not Set/ દાહોદ: માતાની નજર સામે જ દીપડાએ બાળકીનો જીવ લઇ લીધો

દાહોદ, ધાનપુર તાલુકાના ડૂમકા ગામનામાં રહેતા ગોરધનભાઈ પસાયાની દીકરી અશ્વિનતા કુટુંબની અન્ય મહિલાઓ સાથે વહેલી સવારના લાકડા વીણવા માટે કોટંબી ગામના જંગલમાં ગઈ હતી. આ જંગલ મોટાભાગે લગભગ બે કિલોમીટર સુધી પહાડી વિસ્તાર વાળું હોઈ જંગલના જંગલી જાનવરોનો વર્ષોથી ભય રહેલો અશ્વિનતા  નામની નવ વર્ષીય બાળકી લાકડા વીણતી હતી. તે સમયે અચાનક દીપડાએ ઓચિંતો હુમલો […]

Top Stories Gujarat Others Videos

દાહોદ,

ધાનપુર તાલુકાના ડૂમકા ગામનામાં રહેતા ગોરધનભાઈ પસાયાની દીકરી અશ્વિનતા કુટુંબની અન્ય મહિલાઓ સાથે વહેલી સવારના લાકડા વીણવા માટે કોટંબી ગામના જંગલમાં ગઈ હતી.

આ જંગલ મોટાભાગે લગભગ બે કિલોમીટર સુધી પહાડી વિસ્તાર વાળું હોઈ જંગલના જંગલી જાનવરોનો વર્ષોથી ભય રહેલો અશ્વિનતા  નામની નવ વર્ષીય બાળકી લાકડા વીણતી હતી. તે સમયે અચાનક દીપડાએ ઓચિંતો હુમલો કરી આ બાળકીને ગળાના ભાગે પકડી લઇ દૂર ઝાડી-ઝાંખરામાં ઢસડીને લઈ ગયો હતો.

બાળકીની હાલત ગંભીર બની ગઇ હતી બાળકીને દીપડાની ચુંગલમાંથી છોડાવવા માટે મહિલાઓએ બૂમાબૂમ કરી હતી પરંતુ આખરે બચાવી શક્યા ન હતા અને બાળકી મોતને ઘાટ ઉતરી હતી.

બનાવની જાણ વન વિભાગ તથા ધાનપુર પોલીસને કરવામાં આવતા સવારના છ વાગ્યાથી નવ વાગ્યા સુધી કોમ્બિંગ કરતા આખરે બાળકીનો મૃતદેહ શોધી કાઢેલ અને વનવિભાગે માનવભક્ષી દીપડાને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે