Breaking News:ગુજરાતમાં બ્રિજની સુરક્ષા અને જાળવણીના મુદ્દે ફરી એકવાર ગંભીર સવાલો ઉભા થયા છે. અમદાવાદ અને ગાંધીનગરને જોડતા સાબરમતી નદી પરના ઈન્દિરા બ્રિજ (Indira Bridge) પર તિરાડ અને ખાડા પડ્યા હોવાના અહેવાલો સામે આવ્યા છે. આ બ્રિજને ‘VVIP બ્રિજ’ તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે મુખ્યમંત્રીથી લઈને વડાપ્રધાન સુધીના નેતાઓની અવરજવર માટે તેનો વ્યાપક ઉપયોગ થાય છે. ખાસ કરીને અમદાવાદ એરપોર્ટથી ગાંધીનગર જવા માટે આ માર્ગ પસંદ કરવામાં આવે છે.

આ બ્રિજ પર રોજના લગભગ એક લાખ વાહનો પસાર થાય છે, જે તેને શહેરના સૌથી વ્યસ્ત માર્ગોમાંનો એક બનાવે છે. તેમ છતાં, અહીં તિરાડ અને ખાડા પડવાની ઘટનાઓએ વાહનચાલકોમાં ભયનો માહોલ સર્જ્યો છે. અગાઉ પણ આ બ્રિજ પર આવી સમસ્યાઓ સામે આવી હતી, પરંતુ રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા યોગ્ય રિપેરિંગ કરવામાં આવ્યું નથી.

ઈન્દિરા બ્રિજ (Indira Bridge) પર ખાડા રાજ
2022માં મોરબીમાં બ્રિજ ધરાશાયી થવાની દુર્ઘટનામાં 140થી વધુ લોકોના મોત થયા હતા. તે પછી રાજ્ય સરકારે તમામ બ્રિજની તપાસ અને જાળવણીના આદેશ આપ્યા હતા. તેમ છતાં, 2025માં વડોદરા પાસે ગંભીરા બ્રિજ ધરાશાયી થવાથી ૨૦થી વધુ લોકો માર્યા ગયા. આ બંને દુર્ઘટનાઓ પછી પણ તંત્રની બેદરકારી ચાલુ છે. તાજેતરમાં જ અમદાવાદમાં સુભાષ બ્રિજ (Subhash Bridge) માં તિરાડ પડવાથી તેને મહિનાઓ માટે બંધ કરવો પડ્યો છે, જેના કારણે વૈકલ્પિક માર્ગો જેમ કે ઈન્દિરા બ્રિજ (Indira Bridge) પર વાહનોનો ભાર વધ્યો છે.આવી સ્થિતિમાં ઈન્દિરા બ્રિજ (Indira Bridge) પર તિરાડ અને ખાડા પડવાથી મોટી દુર્ઘટનાનો ભય વધી ગયો છે. વાહનચાલકોના જણાવ્યા મુજબ, બ્રિજની સપાટી પર ઊંડા ખાડા અને તિરાડને કારણે વાહનો અસંતુલિત થઈ રહ્યા છે, ખાસ કરીને રાત્રે અથવા વરસાદમાં.
પરીક્ષિતલાલ મજમુદાર બ્રિજ પર તિરાડ

રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા બ્રિજનું નિયમિત નિરીક્ષણ કરવામાં આવે છે, પરંતુ રિપોર્ટ પછી કોઈ કાર્યવાહી થતી નથી. વર્ષ 2025માં અમદાવાદમાં અનેક બ્રિજની તપાસમાં ખામીઓ સામે આવી હતી, જેમ કે પરીક્ષિતલાલ મજમુદાર બ્રિજ અને સરદાર બ્રિજમાં તિરાડ. તેમ છતાં, VVIP માર્ગ પરના આ બ્રિજને પ્રાથમિકતા આપવામાં આવી નથી.
આ પણ વાંચો: અમદાવાદમાં બ્રિજોની સુરક્ષા પર પ્રશ્નચિહ્ન: વાડજના ઓવરબ્રિજની હાલત બગડી
