Anand News/ વહેરખાડી ગામના યુવક યુવતીએ મહીસાગરમાં ઝંપલાવ્યું, નાવિકો દ્વારા રેસ્ક્યૂ કરી બચાવી લેવાયા

આણંદના વહેરખાડી ગામના સગીર વયના યુવક યુવતીએ વાસદ નજીક પસાર થતી મહિસાગર નદીના બ્રિજ પરથી પડતું મુકી મુકી મોતને વહાલું કરવાનો પ્રયાસ હાથ ધર્યો હતો.

Top Stories Gujarat Breaking News
યુવક

Anand News: આણંદના વહેરખાડી ગામના એક યુવક યુવતીએ કોઈ અગમ્ય કારણોસર વાસદ નજીક પસાર થતી મહિસાગર નદીના બ્રિજ પરથી પડતું મુકી જીવન ટૂંકાવાનો પ્રયાસ કર્યો છે. સ્થાનિક લોકો જોઈ જતાં બંનેને બચાવી લઈ સારવાર અર્થે હોસ્પિટલ  (Hospital) ખસેડાયા છે

યુવક યુવતીએ બ્રિજ પરથી આપઘાતનો કર્યો પ્રયાસ

આણંદના (Anand) વહેરખાડી ગામના સગીર વયના યુવક યુવતીએ વાસદ નજીક પસાર થતી મહિસાગર નદીના બ્રિજ પરથી પડતું મુકી મુકી મોતને વહાલું કરવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. યુવક યુવતીએ કોઈ અગમ્ય કારણોસર જીવન ટૂંકાવાનો પ્રયાસ કર્યો હતો. સ્થાનિક નવિકોની નજર યુગલ પર જતાં હોડી લઈને બચાવવા દોડી ગયા હતા.નવિકોએ યુવક- યુવતીને બહરે જેહમત બાદ પાણીના પ્રવાસમાંથી બહાર કાઢ્યા હતા.

પાણીમાં દુબવાને કારણે બંને ની હાલત ગંભીર જણાતા 108ને તાત્કાલિક જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં જ 108 એમ્બુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી. યુવક યુવતી બંનેને 108 દ્વારા સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામા આવ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસે પણ ઘટના સ્થળે પહોંચી હતી. અને સમગ્ર મામલે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃઆણંદના કિનલ મિસ્ત્રીના મોતથી પરિવાર શોકમાં, અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા

આ પણ વાંચોઃઆણંદના આંકલાવમાં કિશોરીએ મોતને ગળે લગાવ્યું, કારણ જાણી ચોંકી જશો

આ પણ વાંચોઃઆણંદના આંકલાવમાં શ્રી હોસ્પિટલમાં મહિલા દર્દીના મોતને લઈ હોબાળો