Amreli News/ ભ્રષ્ટાચારનો પુલ તૂટ્યો! અમરેલીમાં 5 લાખના ખર્ચે બનેલો નવો પુલ માત્ર 10 દિવસમાં ધરાશાયી

Amreliના સાવરકુંડલાના બાઢડા ગામમાં લામધાર નદી પર 5 લાખના ખર્ચે બનેલો નવો પુલ માત્ર 10 દિવસમાં જ ધરાશાયી થયો છે. ગ્રામજનોએ ભ્રષ્ટાચાર અને નબળા મટીરિયલનો આક્ષેપ લગાવ્યો છે.

Gujarat Top Stories Ahmedabad
Amreli Bridge Collapse:

Amreli Bridge Collapse: ગુજરાતમાં સરકારી કામોમાં વપરાતા નબળા મટીરિયલ અને ભ્રષ્ટાચારના કિસ્સાઓ અવારનવાર સામે આવતા રહે છે. હવે અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકામાંથી આવો જ એક ચોંકાવનારો ઘાટ સામે આવ્યો છે. અહીંના બાઢડા ગામમાં ગ્રામ પંચાયત હસ્તક લાખો રૂપિયાના ખર્ચે બનેલો એક પુલ માત્ર ૧૦ જ દિવસમાં પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગયો છે. આ ઘટના બાદ તંત્રની કામગીરી અને કોન્ટ્રાક્ટરની નીયત પર ગંભીર સવાલો ઉભા થયા છે.

Amreli Bridge Collapse:

Amreli : 10 દિવસમાં જ જમીનદોસ્ત

પ્રાપ્ત વિગતો મુજબ, સાવરકુંડલાના બાઢડા ગામના પરા વિસ્તારમાં પસાર થતી લામધાર નદી પર હાલમાં જ એક નવો પુલ તૈયાર કરવામાં આવ્યો હતો. ગામતળ અને સીમતળ વિસ્તારના લોકોને જોડવા માટે અત્યંત મહત્વના એવા આ પુલનું નિર્માણ ગ્રામ પંચાયત દ્વારા અંદાજિત રૂ. 5 લાખના ખર્ચે કરવામાં આવ્યું હતું. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે, આ પુલનું કામ પૂર્ણ થયાને હજુ માંડ 10 જ દિવસનો સમય વીત્યો હતો, ત્યાં તો આખો પુલ વચ્ચેથી ધરાશાયી થઈને બેસી ગયો હતો.

Amreli : પુલ કેવી રીતે તૂટ્યો? 

સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, પુલનું મુખ્ય કામ પૂરું થયા બાદ તેની આસપાસ માટીકામ ચાલી રહ્યું હતું. આ જ સમયે અચાનક પુલ કડાકાભેર ધરાશાયી થઈ ગયો. ગ્રામજનોએ સીધો આક્ષેપ લગાવ્યો છે કે, પુલના બાંધકામમાં અત્યંત હલકી ગુણવત્તાનું અને નબળું મટીરિયલ વાપરવામાં આવ્યું છે. કોન્ટ્રાક્ટરે પોતાના ખિસ્સા ભરવા માટે લાખો રૂપિયાનું આંધણ કરી નાખ્યું અને લોકોના જીવ જોખમમાં મૂક્યા છે. લોકાર્પણ થાય તે પહેલા જ સુવિધા નકામી બની જતા લોકોમાં ભારે રોષ વ્યાપી ગયો છે.

Amreli Bridge Collapse:

ભ્રષ્ટાચાર કે એન્જિનિયરિંગની ખામી? 

માત્ર ગણતરીના દિવસોમાં પુલનું બેસી જવું એ કોઈ સામાન્ય બાબત નથી. આ ઘટના એન્જિનિયરિંગની મોટી ખામી છે કે પછી મસમોટો ભ્રષ્ટાચાર? તે હવે તપાસનો વિષય બન્યો છે. સ્થાનિકોએ એક અવાજે માંગ કરી છે કે આ કૌભાંડની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે અને જે પણ કોન્ટ્રાક્ટર કે જવાબદાર અધિકારી હોય તેમની સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.


આ પણ વાંચો : 21 કરોડની પાણીની ટાંકી ધરાશાયી થતા કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રી ભડક્યા

આ પણ વાંચો :ફરી એક મોટી દુર્ઘટના ટળી, અમદાવાદના શેલામાં બિલ્ડિંગની સેફ્ટી વોલ ધરાશાયી

આ પણ વાંચો : અમદાવાદના બોપલમાં ભારે વરસાદને કારણે બાંધકામ સ્થળની દિવાલ ધરાશાયી, ત્રણ કાર ફસાઈ