Ahmedabad News/ ફરીવાર ટ્રાફિક પોલીસનો છબરડો, હેલ્મેટ ના પહેરવાનો વસ્ત્રાલના યુવકને 10 લાખ રૂપિયાનો આવ્યો મેમો, પોલીસ કમિશનરને કરી અરજી

સામાન્ય રીતે હેલ્મેટ ન પહેરવા બદલનો દંડ 500 થી 1000 હોય છે, પરંતુ આ કેસમાં 10 લાખથી વધુ રકમનો મેમો આવતા અનેક સવાલો ઉભા થયા છે. તંત્રનો છબરડે સામે આવ્યો છે.

Top Stories Ahmedabad Gujarat Breaking News
Yogesh Work 2025 03 25T163709.470 ફરીવાર ટ્રાફિક પોલીસનો છબરડો, હેલ્મેટ ના પહેરવાનો વસ્ત્રાલના યુવકને 10 લાખ રૂપિયાનો આવ્યો મેમો, પોલીસ કમિશનરને કરી અરજી

Ahmedabad News : હેલ્મેટ વગર વાહન ચલાવવું એ કાયદાનું ઉલ્લંઘન છે અને તેના માટે દંડની જોગવાઈ છે. પરંતુ, અમદાવાદના વસ્ત્રાલમાં રહેતા એક યુવકને હેલ્મેટ વગર વાહન ચલાવવા બદલ 10 લાખ રૂપિયાનો મેમો ફટકારવામાં આવ્યો છે, જેણે સૌને ચોંકાવી દીધા છે.

બનાવ એવો છે કે વસ્ત્રાલના એક યુવકને સરખેજ વિસ્તારમાં ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ ટ્રાફિક પોલીસે મેમોનો મેસેજ આપ્યો હતો. જ્યારે યુવકે મેમોનો મેસેજ જોયો તો તેના હોશ ઉડી ગયા, કારણ કે તેમાં દંડની રકમ 10 લાખ 500 રૂપિયા લખેલી હતી. આટલી મોટી રકમનો મેમો જોઈને યુવક અને તેના પરિવારજનોની ઊંઘ હરામ થઈ ગઈ.

યુવકને આટલી મોટી રકમનો મેમો આવવા બદલ કોર્ટમાં જવું પડી શકે છે. જો કે, આટલી મોટી રકમ ભરવી યુવક કે કોઈ પણ મધ્યમ વર્ગના નાગરિક માટે અશક્ય છે, તેથી તેણે પોલીસ કમિશનર કચેરી ખાતે અરજી કરી અને પોતાની પરિસ્થિતિ જણાવી હતી. યુવકે વિનંતી કરી કે આ મેમોમાં કોઈ ભૂલ હોવી જોઈએ અને તેની તપાસ થવી જોઈએ.

Yogesh Work 2025 03 25T163310.036 e1742900640949 ફરીવાર ટ્રાફિક પોલીસનો છબરડો, હેલ્મેટ ના પહેરવાનો વસ્ત્રાલના યુવકને 10 લાખ રૂપિયાનો આવ્યો મેમો, પોલીસ કમિશનરને કરી અરજી

મળતી માહિતી અનુસાર, અમદાવાદના વસ્ત્રાલમાં રહેતા 22 વર્ષના હડિયા અનિલને સરખેજ શાંતિપુરા સર્કલ ખાતે ટ્રાફિક નિયમ ભંગ બદલ 10 લાખ 50 હજારનો મેમો આવતા પરિવારના હાજા ગગડ્યા છે. વકીલાતનો અભ્યાસ કરતો યુવક ગત વર્ષે જુલાઇમાં પરિવારના પાન પાર્લર પર પાન મસાલા આપવા એકટિવા પર હેલ્મેટ વિના જઈ રહ્યો હતો, ત્યારે ફરજ પરના ટ્રાફિક જવાનએ તેને રોકી લાયસન્સ માંગીને કાર્યવાહી કરેલ તેના પંદરેક મિનિટના ગાળામાં મોબાઈલ પર નિયમભંગનો મેસેજ આવેલ. જોકે ઓઢવ પોલિસ દ્વારા ગત માસે પોલિસ ચોકી માથી બોલાવીને કોર્ટમાં જવાનું કહેતા યુવક જ્યારે મેટ્રો કોર્ટમાં જતા તેઓ ને મેટ્રો કોર્ટની વેબસાઈટ જોતા આ નિયમભંગને લઈ ને 10 લાખ 50 હજારનો મેમો જોઈ પરિવાર ચિંતામાં મુકાયો. ગત જુલાઈથી કોર્ટ કચેરીના અનેક વાર ધક્કા ખાધા બાદ યુવક તેના પિતા સાથે આજે શાહીબાગ કમિશ્ર્નર કચેરી એ રજુઆત કરવા આવ્યા છે.

સામાન્ય રીતે હેલ્મેટ ન પહેરવા બદલનો દંડ 500 થી 1000 હોય છે, પરંતુ આ કેસમાં 10 લાખથી વધુ રકમનો મેમો આવતા અનેક સવાલો ઉભા થયા છે. શું ટ્રાફિક પોલીસ દ્વારા મેમો બનાવવામાં કોઈ ભૂલ થઈ છે ? કે પછી આ કોઈ અન્ય પ્રકારનો કેસ હોય શકે છે ? હાલમાં આ અંગે પોલીસ દ્વારા કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

Yogesh Work 2025 03 25T163423.994 e1742900688327 ફરીવાર ટ્રાફિક પોલીસનો છબરડો, હેલ્મેટ ના પહેરવાનો વસ્ત્રાલના યુવકને 10 લાખ રૂપિયાનો આવ્યો મેમો, પોલીસ કમિશનરને કરી અરજી

આ ઘટનાએ અમદાવાદમાં ભારે ચર્ચા જગાવી છે. લોકો આશ્ચર્યમાં છે કે હેલ્મેટ ન પહેરવા બદલ આટલો મોટો દંડ કેવી રીતે હોઈ શકે. યુવક અને તેના પરિવારજનો હાલમાં પોલીસના જવાબની રાહ જોઈ રહ્યા છે અને આશા રાખી રહ્યા છે કે તેમને ન્યાય મળશે.આ ઘટના એ પણ દર્શાવે છે કે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું કેટલું મહત્વનું છે, પરંતુ જ્યારે આવી અસામાન્ય ઘટના બને છે ત્યારે તંત્રની કાર્યપદ્ધતિ પર પણ સવાલ ઉઠે છે. હવે જોવાનું એ છે કે પોલીસ આ મામલે શું કાર્યવાહી કરે છે અને યુવકને ક્યારે ન્યાય મળે છે.

અમદાવાદમાં રોડ રસ્તા, ટ્રાફિક જામ અને અકસ્માતનું પ્રમાણ વધી રહ્યું છે. જેને લઇને હાઇકોર્ટએ પણ ટ્રાફિક પોલીસને ટકોર કરી હતી. હાઇકોર્ટેના ટકોર બાદ ટ્રાફિક પોલીસે 23 જ દિવસ માં ટ્રાફિક નિયમ નો ભંગ કરનાર 2 લાખ એક હજાર 155 વાહન ચાલકો વિરુધ્ધ કેસો કરી ને 13.21 કરોડ નો દંડ ટ્રાફિક ડ્રાઇવ માં ફટકારવા માં આવ્યો છે. આ ડ્રાઇવ સૌથી વધુ હેલ્મેટ અને રોંગ સાઇડ આવતા વાહન ચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. એટલું જ નહીં ચાલુ વર્ષ 2025 ના અઢી મહિનામાં 6.84 લાખ વાહન ચાલકો કેસ કરી તેની સામે 45 કરોડ દંડ ફટકારવામાં આવ્યો છે. જોકે વર્ષ 2023 થી ચાલુ વર્ષ 2025 સુધી કુલ 27 કરોડ દંડ વસૂલ્યો છે.

@ Suman Thakor Mtv Reporter


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: વાહનચાલકોને મેમો નહી આપવાના બદલામાં લાંચ લેતા હેડ કોન્સ્ટેબલ અને TRB ના જવાન ઝડપાયા

આ પણ વાંચો: ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા અમદાવાદીઓએ બે અઠવાડિયામાં 1 કરોડનો મેમો ભર્યો

આ પણ વાંચો: અમદાવાદમાં મેમો ન ફાડવા માટે 200 ની લાંચ લેતો ટીઆરબીનો જવાન ઝડપાયો