Gujrat Mansoon: હવામાન વિભાગે આગામી 24 કલાક દરમિયાન ગુજરાતના વિવિધ ભાગોમાં ભારે વરસાદની ચેતવણી આપી છે. ગુજરાતના મહિસાગર, દાહોદ, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત, નવસારી, દાદરા અને નગર હવેલી, દમણ, વલસાડ જિલ્લાના વિવિધ ભાગોમાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં 30 જૂન સુધી હવામાન વરસાદી રહેવાની ધારણા છે.
હવામાન વિભાગે આગામી 24 કલાક દરમિયાન ગુજરાતના સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, છોટા ઉદેપુર, ડાંગ, તાપી, અમરેલી અને ભાવનગર જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આ સાથે જ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અમદાવાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, બોટાદ અને દીવ જિલ્લામાં ભારે વરસાદ માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ખરાબ હવામાન દરમિયાન ગુજરાતના વિવિધ ભાગોમાં 30 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. હવામાન વિભાગે 25 જૂને સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહિસાગર, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલી જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે.
હવામાન વિભાગે 25 જૂને જ ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદનું યલો એલર્ટ જારી કર્યું છે. દરમિયાન, ભારે વરસાદને કારણે સુરત અને વલસાડ શહેરોમાં પાણી ભરાવાની સમસ્યા જોવા મળી રહી છે.
તે જ દિવસે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, તાપી, દમણ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવ જીલ્લા હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.
આ પણ વાંચો:આગામી 7 દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ આવશે, 24 જીલ્લામાં યલો એલર્ટ
આ પણ વાંચો:અતિભારે વરસાદ સુરતના હાલ બેહાલ, જાણો ડાયમંડ સિટીમાં ક્યાં કેવો પડ્યો મેધો
આ પણ વાંચો:સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં 12 કલાકમાં 10 ઇંચ વરસાદ

