Not Set/ #StatueOfUnity : સરદાર ન હોત તો ભોલેનાથના ભક્તોને સોમનાથ જવા માટે વિઝા લેવા પડ્યા હોત : PM મોદી

નર્મદા, ગુજરાતમાં કેવડિયા કોલોની ખાતે નિર્માણ કરવામાં આવેલી સરદાર વલ્લભભાઇ પટેલની ૧૮૨ મીટરની પ્રતિમાનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકાર્પણ કર્યું છે. આ સાથે જ સરદાર પટેલની આ પ્રતિમા વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા બની ગઈ છે. #WATCH: Inauguration of Sardar Vallabhbhai Patel's #StatueOfUnity by PM Modi in Gujarat's Kevadiya pic.twitter.com/PKMhielVZo — ANI (@ANI) October 31, 2018 સ્ટેચ્યુ […]

Top Stories Gujarat Others Trending

નર્મદા,

ગુજરાતમાં કેવડિયા કોલોની ખાતે નિર્માણ કરવામાં આવેલી સરદાર વલ્લભભાઇ પટેલની ૧૮૨ મીટરની પ્રતિમાનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકાર્પણ કર્યું છે. આ સાથે જ સરદાર પટેલની આ પ્રતિમા વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા બની ગઈ છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કરતાં સમયે વાયુસેનાના વિમાનો દ્રારા ભારતીય તિંરગાના ત્રણેય રંગો દ્રારા સરદારની પ્રતિમાને સલામી આપવામાં આવી હતી.

સરદાર પટેલની સૌથી ઉંચી પ્રતિમાનું અનાવરણ કર્યા બાદ પીએમ મોદીએ જણાવ્યું હતું કે, દેશ આજે રાષ્ટ્રીય એકતા દિવસ મનાવી રહ્યો છે”.

તેઓએ વધુમાં જણાવતા કહ્યું, 

રન ફોર યુનિટી દેશભરમાં યોજાઇ રહી છે.

આપની ભારત ભક્તિની ભાવના છે તે પ્રતિબિંબિત થાય છે.

સરદાર સાહેબના આહવાન પર દેશના સેકડો રજવાડાઓએ  ત્યાગની મિસાલ કાયમ કરી છે. અમારે આ ત્યાગને ન ભૂલવો જોઈએ.

ભારતના સ્વર્ણિમ પુત્રને ઉજાગર કર્યુ છે.

અમે આ વિરાટ પ્રતિમાના નિર્માણ માટે લોખંડ અને માટી માંગી હતી, ત્યારે દેશના લાખો ખેડૂતોએ પોતે આગળ આવીને આ શુભ કામ માટે લોખંડ અને માટી આપી છે.

ભારતે પોતાના માટે જ નહીં પરંતુ વિશ્વ માટે ઇતિહાસ રચ્યો છે.

મારું સૌભાગ્ય છે કે સરદાર સાહેબની વિશાળ પ્રતિમા દેશને સમર્પિત કર્યુ છે.

દેશના મહાપુરુષોને યાદ કરવા એક કોઈ ગુનો છે શું ? કેટલાક લોકો સરદાર પટેલની આ મૂર્તિ બનાવવાનો વિરોધ કરી રહ્યા છે.

મે એવો વિચાર પણ ન હતો કર્યો કે રાજ્યના સીએમ થયાં બાદ પીએમ થઇને મને મે સરદાર સાહેબની વિશાળ પ્રતિમા દેશને અર્પણ કરીશ.

મે એવો વિચાર પણ ન હતો કર્યો કે રાજ્યના સીએમ થયાં બાદ પીએમ થઇને મને મે સરદાર સાહેબની વિશાળ પ્રતિમા દેશને અર્પણ કરીશ.

કોઈ પણ દેશના ઇતિહાસમાં એવા અનેક અવસર આવે છે, કે જયારે પૂર્ણતાનો અહેસાસ કરાવે છે.

આજની પળ કે જે દેશના ઈતિહાસમાં હમેંશાની માટે દર્જ થઇ જાય છે, જેને મીટાવવું મુશ્કેલ છે.

આઝાદીના આટલા વર્ષો બાદ પણ એક અધૂરાપણું લઈને ચાલી રહ્યા હતા, પરંતુ આજે ભારતના વર્તમાને સરદાર પટેલના વિરાટ વ્યક્તિત્વને ઉજાગર કરવાનું કામ કર્યું હતું.

આજે જે ધરતીથી લઈ ગગન સુધી સરદાર સાહેબનો અભિષેક થઈ રહ્યો છે તે કામ ભવિષ્ય માટે એક પ્રેરણાનું આધાર છે.

જયારે હું એ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકે સરદાર પટેલી આ પ્રતિમાની કલ્પના કરી હતી, ત્યારે અહેસાસ કર્યો ન હતો કે દેશના વડાપ્રધાન તરીકે મને પુણ્યનું કક્મ કરવાનો મૌકો મળશે.

દેશમાં ગવર્નન્સને સ્થાપિત કરવા માટે ગમે એટલું દબાણ કે મતભેદો ના કેમ હોય, પરંતુ સરદાર સાહેબે આ કરી બતાવ્યું છે.

જો સરદાર પટેલ દ્વારા આ દેશના એકીકરણનો સંકલ્પ ન કરવામાં આવ્યો હોત તો આજે ગીરના સિંહ તેમજ શિવભકતોએ સોમનાથમાં પૂજા કરવા માટે કે હૈદરાબાદના ચારમિનારા જોવા માટે વિઝા લેવા પડ્યા હોત.

આ કામ માટે ગુજરાતની જનતાને મને જે સહકાર આપ્યો છે, તેના માટે હું તેઓનો આભારી છું.

ભારતને પ્રેમ કરનાર દરેકને અભિનંદન કરું છું.

દેશના ખૂણે-ખૂણે એકતા અંખડતાની દોડ શરુ થઇ છે.

રાષ્ટ્રના ઈતિહાસની આ સૂવર્ણ પળ છે.

ભારતના વર્તમાને ઈતિહાસના સૂવર્ણ પૂષ્પને ખીલવ્યું છે.

ભારતે પોતાના માટે નવો ઈતિહાસ રચ્યો છે.

ભારતે ગગનચૂંબી પ્રેરણારૂપી આધાર બનાવ્યો છે.

ભાવિપેઢીને સરદાર સાહેબની પ્રતિમા સાહસની યાદ આપાવશે.

પહેલો ધ્વજ ફરકાવ્યો તે પણ ઉપહારમાં મળ્યો છે.

લોખંડનો પહેલો ટુકડો ઉપહારમાં મળ્યો હતો.

નિરાશાવાદીઓને લાગતુ હતુ કે ભારત વિખેરાઈ જશે, પરંતુ એ સમયે આશાની કિરણ સરદાર પટેલ હતા.

સરદારમાં કૌટિલ્યની કુટનીતિ અને શિવાજીના સૌર્યનો સમાવેશ થાય છે.

સરદાર સાહેબે જ દુનિયાને રસ્તો બતાવ્યો છે.

જોતજોતામાં ભારત એક બની ગયું હતું.

પ્રતિમાના નિર્માણને લોકોએ જનઆંદોલન બનાવ્યું છે.

ઇન્ડિયન સિવિલ સર્વિસની સ્થિતિ સરદારે બદલી છે.

આ પ્રતિમા ન્યૂ ઇંડિયા અને નવા ભારતની અભિવ્યક્તિ છે.

આ રાષ્ટ્ર શાશ્વત હતું અને શાશ્વત રહેશે.

દેશની વિકાસયાત્રામાં આદિવાસી ભાઈ-બહેનોનું યોગદાન છે.

https://api.mantavyanews.ingujarat-pm-narendra-modi-inaugurate-statue-of-unity-speech

આ પહેલા કેવડીયામાં પીએમ મોદીએ વેલી ઓફ ફ્લાવર્સનું ઉદ્દઘાટન કર્યું હતું તેમજ કચ્છના ધોરડો રણની જેમ બનેલા ટેન્ટ સીટીનું અનાવરણ કર્યું હતું.

અહીં ૨૫૦ જેટલા ટેન્ટ બનાવવામાં આવ્યા છે.