મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ નાગરિકોની રજૂઆતો-ફરિયાદોના ઓનલાઈન નિવારણનો રાજ્ય સ્વાગત તા. 30મી જૂન, સોમવારે યોજાશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં દર મહિનાના ચોથા ગુરુવારે યોજવામાં આવતો રાજ્ય સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી સોમવાર તા. 30 જૂન, 2025ના રોજ યોજાશે.
સમગ્ર રાજ્યમાં આગામી ગુરુવાર તા. 26 થી શનિવાર 28 જૂન દરમિયાન યોજાનારા ‘શાળા પ્રવેશોત્સવ’ અને ‘કન્યા કેળવણી મહોત્સવ’ને અનુલક્ષીને જૂન મહિનાનો રાજ્ય સ્વાગત આગામી તારીખ 30 જૂન, સામવારે યોજાશે, તેની સૌ સંબંધકર્તાઓને નોંધ લેવા મુખ્યમંત્રીશ્રીના જનસંપર્ક એકમ દ્વારા જણાવવામાં આવ્યું છે.
નાગરિકો, અરજદારો આ સ્વાગત કાર્યક્રમ માટેની રજૂઆતો સોમવાર, તા. 30મી જૂનના રોજ સવારે 8-00 થી 11-00 દરમિયાન મુખ્યમંત્રીશ્રીના જનસંપર્ક એકમ, સ્વર્ણિમ સંકુલ-2, ગાંધીનગર ખાતે રૂબરૂ આવીને કરી શકશે.
આ પણ વાંચો:અમદાવાદમાં ત્રિપદા ઈન્ટરનેશનલ સ્કૂલે 17 વિદ્યાર્થીઓને નાપાસ કર્યા, NSUIનો આક્ષેપ
આ પણ વાંચો:NSUI કાર્યકર્તાઓ 1 કરોડની ખંડણી માંગી, 5 ની ધરપકડ, 2 ફરાર
આ પણ વાંચો:અમદાવાદમાં ફી વધારા સામે NSUIના કાર્યકર્તાઓનો ભારે વિરોધ

