Ahmedabad News/ અમદાવાદમાં ત્રિપદા ઈન્ટરનેશનલ સ્કૂલે 17 વિદ્યાર્થીઓને નાપાસ કર્યા, NSUIનો આક્ષેપ

અમદાવાદની ત્રિપદા ઇન્ટરનેશનલ સ્કૂલે RTE ના 17 બાળકોને ધોરણ 5માં નપાસ કર્યા છે. જેની ફરિયાદ વાલીઓએ NSUI કરી હતી ત્યાર બાદ NSUI એ જિલ્લા શિક્ષણ

Top Stories Ahmedabad Gujarat

Ahmedabad News: RTE (Right to Education)નો કાયદો ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ (Students)ને સારું અને મફત શિક્ષણ (Free education) મેળવી શકે તે માટે સરકાર દ્વારા 2009થી અમલમાં લાવવામાં આવ્યો હતો. 2010 થી લઈને 2024 સુધીમાં અત્યાર સુધીમાં લગભગ સાડા ત્રણ કરોડ વિદ્યાર્થીઓએ RTE નો લાભ લીધો છે. પરંતુ ઘણી સ્કૂલો RTE ના બાળકો સાથે ભેદભાવ કરી રહી છે RTE બાળકોને અલગ ક્લાસમાં બેસાડવામાં આવે છે તેમજ તેમને માનસિક રીતે પ્રતાડિત કરવામાં આવે છે.. એટલું જ નહીં તેમની પાસે થી સ્પોર્ટસ અથવા બીજી એક્ટિવિટી નામે ફી પણ ઉઘરાવામાં આવે છે. એટલું જ ઘણી સ્કૂલો RTEના બાળકોને નાપાસ પણ કરી રહી છે.

અમદાવાદની ત્રિપદા ઇન્ટરનેશનલ સ્કૂલે (Tripada International School) RTE ના 17 બાળકોને ધોરણ 5માં નપાસ કર્યા છે. જેની ફરિયાદ વાલીઓએ NSUI કરી હતી ત્યાર બાદ NSUI એ જિલ્લા શિક્ષણ અધિકારીનું આ બાબતે ધ્યાન દોર્યું હતું. આ પ્રકારની સ્કૂલો જે બેફામ બનીને RTEના બાળકોના હકને મારી રહી છે તેવી બેફામ બનેલી સ્કૂલો ઉપર ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ એવી માગ કરવામાં આવી છે તેમજ RTE વધુ બેઠકો ફાળવવા માટે પણ જીલ્લા શિક્ષણાધિકારી, શિક્ષણ મંત્રીને રજૂઆત કરવામાં આવી છે.

અમદાવાદ શહેરના DEOએ જણાવ્યું હતું કે ફરિયાદ મળ્યા બાદ અગાઉ પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. વાલીઓના સંતોષ માટે વિદ્યાર્થીઓની પરીક્ષા ફરીથી લેવાનો આદેશ જારી કરવામાં આવ્યો છે.

@અનિતા પરમાર


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:RTE માં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓના માતા-પિતા માટે ખુશખબર, આવક મર્યાદા વધારીને 6 લાખ રૂપિયા કરવામાં આવી

આ પણ વાંચો:લયા સ્કૂલનું કારસ્તાન સામે આવ્યું, RTE હેઠળ પ્રવેશ પામેલ બાળકને હેરાન કરવાનો આક્ષેપ

આ પણ વાંચો:સુધારેલા વય નિયમોને કારણે ગુજરાતની અડધી RTE બેઠકોનો થયો ઘટાડો