Anand News/ લયા સ્કૂલનું કારસ્તાન સામે આવ્યું, RTE હેઠળ પ્રવેશ પામેલ બાળકને હેરાન કરવાનો આક્ષેપ

આણંદની RTE હેઠળ પ્રવેશ મેળવનાર બાળકને શાળા દ્વારા હેરાન કરવાનો આક્ષેપ, કલેક્ટરને આવેદન પત્ર અપાયું.

Top Stories Gujarat Others Breaking News

Anand News : આણંદની લયા સ્કૂલ વિરુદ્ધ વાલીઓએ આણંદ કલેક્ટરને આવેદનપત્ર આપીને ગંભીર આક્ષેપો કર્યા છે. વાલીઓના જણાવ્યા અનુસાર, RTE (Right to Education) હેઠળ શાળામાં પ્રવેશ મેળવનાર તેમના બાળકને શાળા દ્વારા સતત હેરાન કરવામાં આવ્યો હતો.

વાલીઓએ જણાવ્યું કે તેમનું બાળક ભણવામાં નબળું હોવાથી શાળાના શિક્ષકો અને સ્ટાફ તેને વારંવાર ઠપકો આપતા હતા અને તેના કારણે બાળકનું મનોબળ તૂટી ગયું હતું. તેમણે વધુમાં જણાવ્યું કે છેલ્લા 2 વર્ષથી આ પ્રકારનું હેરાનગતિ ચાલતી હતી અને જેના કારણે બાળકની માનસિક સ્થિતિ પર ખરાબ અસર પડી હતી.

આખરે કંટાળીને વાલીઓએ બાળકને અન્ય ખાનગી શાળામાં દાખલ કરાવ્યું. શાળા બદલતા જ બાળકના પરિણામમાં ચમત્કારિક સુધારો જોવા મળ્યો. આનંદાલયમાં સ્કૂલમાં જ્યાં બાળકને D ગ્રેડ આવતો હતો, ત્યાં નવી શાળામાં 6 મહિનામાં જ તેણે ટોપ કર્યું. વાલીઓએ શાળાના આ પ્રકારના વર્તન સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે અને અન્ય બાળકો સાથે પણ આવું ન થાય તે માટે યોગ્ય પગલાં લેવાની અપીલ કરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સુરતની શાળાઓમાં RTE પ્રવેશ હેઠળ ખોટી આવકવાળા વાલીઓ સામે કાર્યવાહી થશે

આ પણ વાંચો: RTE હેઠળ 100 વિદ્યાર્થીઓના બોગસ એડમિશનનો થયો પર્દાફાશ, 100 વિદ્યાર્થીઓના એડમિશન કરાયા રદ

આ પણ વાંચો: સુધારેલા વય નિયમોને કારણે ગુજરાતની અડધી RTE બેઠકોનો થયો ઘટાડો