Porbandar News : પોરબંદરમાં પુલ પર પોલીસની બોલેરો ગાડી પલટી (Police Bolero Accident)જતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અકસ્માત (Accident)ની જાણ થતાં તાત્કાલિક ક્રેનને સ્થળ પર બોલાવવામાં આવી હતી અને પલટી ગયેલી બોલેરોને પુલ પરથી હટાવવામાં આવી હતી.
પ્રાથમિક માહિતી મુજબ, પોલીસની બોલેરોનો નંબર 8858 હોવાનું જાણવા મળ્યું છે. સદનસીબે, અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. તેમજ કોઈ વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી હોવાના અહેવાલ પણ સામે આવ્યા નથી.
ઘટના બાદ પોલીસ દ્વારા અકસ્માત અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. બોલેરો કોણ ચલાવી રહ્યું હતું, અકસ્માત કયા સંજોગોમાં સર્જાયો અને ઘટના સમયે વાહનમાં કેટલા લોકો સવાર હતા સહિતની વિગતો મેળવવામાં આવી રહી છે.
અકસ્માત (Accident) ચોક્કસ કારણ પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ સામે આવશે.
