રાજયમાં મહાનગર પાલિકા દ્વારા નોનવેજ ની લારીઓ દૂર કરવાનો જે નિર્ણય લેવાયો છે તે અંતર્ગત આજે કોર્પોરેશનની આરોગ્ય શાખા સંલગ્ન દ્વારા હાથ ધરવામાં આવેલા ચેકિંગ અંતર્ગત શહેરના સામાકાંઠા વિસ્તારમાં સંતકબીર રોડ પર આવેલી શંકર વિજય એન્ટરપ્રાઈઝમાંથી મોટી માત્રામાં એક્સ્પાઈરી ડેઈટવાળા કોલ્ડ્રીક્સ અને ફલેવર્ડ મિલ્કનો જ્થ્થો મળી આવતા તેમણે ડીએમસીની સુચનાથી તાત્કાલીક અસરથી પેઢીને સીલ કરી દેવામાં આવી હતી અને એક્સ્પાઈરી ડેઈટવાળા ફલેવર્ડ મિલ્ક અને કોલ્ડ્રીંક્સના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.
મળતી માહિતી મુજબ આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ વિભાગ દ્વારા સંતકબીર રોડ પર શંકર વિજય એન્ટરપ્રાઈઝમાંથી ચેકિંગ હાથ ધરવામાં આવયું હતું. ચેકિંગ દરમિયાન વર્ષ 2017 થી 2021 સુધીના અલગ અલગ સમયગાળામાં એકસ્પાઈર થયેલુ 646 લીટર બેવરેજીસનો જથ્થો મળી આવ્યો હતો.
આ પણ વાંચો ;ગુજરાત / રાજકોટ-ગોંડલ હાઇવે પર એસટી બસ અને કાર વચ્ચે અકસ્માતમાં 5 લોકોના મોત થયા
જેમાં અમુલ કુલ ફલેવર્ડ મિલ્કની 2400 બોટલ, સ્પ્રાઈટ કોલ્ડ્રીંક્સની 2.50 મીલીની 18 બોટલ, ફેન્ટા 1.250 મીલીની 12 બોટલ અને 750 મીલીની 45 બોટલ જ્યારે લીમ્કાની 750 મીલીની 26બોટલ મળી આવી હતી જેનો નાશ કરવામાં આવ્યો હતો અને ડીએમસીની સુચનાથી શંકરવિજય એન્ટરપ્રાઈઝ નામની પેઢીને સીલ કરી દેવામાં આવી હતી.આ ઉપરાંત અલગ અલગ 19 સ્થળે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
આ ઉપરાંતહેરી કાદરભાઈ વૈદ્યને લાયસન્સ અંગે નોટિસ અપાઈ હતી. રામદેવ ડેરીફાર્મ અને નીલ કોલ્ડ્રીંક્સને લાયસન્સ સંદર્ભે નોટિસ આપવામાં આવી હતી. ખોડલ ખમણ હાઉસમાંથી વાસી 3 કિલો ખમણ, એમઆર પીઝામાંથી 3 કિલો વાસી પીપેઈડ ફૂડ અને મચ્છુ ડેરીમાં તારીખ વગરના 50 પેકેટ છાશનો નાશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ડેરીમાંથી મિક્સ દૂધનો નમૂનો લેવામાં આવ્યો હતો. જ્યારે રાધેશ્યામ ડેરી, ગોપાલ ડેરી ફાર્મ, મહાલક્ષ્મી ડેરીમાંથી મિક્સ દૂધ તથા ભેંસના દૂધના નમૂનો લઈ પરિક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યો છે.
આ પણ વાંચો ;Political / કોંગ્રેસ પાર્ટીનો કચરો અમે નથી લેવા માંગતા : CM કેજરીવાલ
