સનાતન સંસ્કૃતિ અને આધ્યાત્મિક ચેતનાનું પ્રતીક ગણાતા મહાશિવરાત્રી મેળાનો આજે ગિરનાર તળેટીએ ભવ્ય શુભ આરંભ થયો. મહાશિવરાત્રી મેળાના પ્રથમ દિવસે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ગિરનાર દરવાજાથી ભવનાથ મંદિર સુધી 3.5 કિલોમીટર ખુલ્લા પગે પદયાત્રા કરીને પહોંચ્યા હતા.
હર્ષ સંઘવી (Harsh Sanghavi) સાથે પદયાત્રામાં વિવિધ નેતાઓ જોડાયા
પદયાત્રા દરમિયાન નાયબ મુખ્યમંત્રી સાથે સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી તેમજ જુનાગઢ જિલ્લાના પ્રભારી મંત્રી ડો. પ્રદ્યુમન વાજા અને રાજ્ય ઉર્જા મંત્રી તથા સહપ્રભારી મંત્રી કૌશિક વેકરીયા પણ સહભાગી બન્યા હતા.
ગિરનાર તળેટીનું વાતાવરણ ભક્તિમય બન્યું
ગિરનાર દરવાજાથી ભવનાથ મંદિર સુધીની પદયાત્રા દરમિયાન વિવિધ સંસ્થાઓ, અગ્રણીઓ અને નાગરિકો દ્વારા ઠેર ઠેર પુષ્પવર્ષાથી સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું હતું. “હર હર મહાદેવ” અને “ઓમ નમઃ શિવાય”ના જયઘોષથી ગિરનાર તળેટીનું વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.
વિવિધ અધિકારીઓ પણ હાજર રહ્યા
આ પ્રસંગે જુનાગઢ જિલ્લા મેયર શ્રી ધર્મેશ પોશિયા, ડેપ્યુટી મેયર આકાશ કટારા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પલ્લવીબ ઠાકર, જુનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખ હરેશ ઠુંમર, ધારાસભ્ય સંજય કોરડીયા, ધારાસભ્ય અનિરુદ્ધ દવે, ધારાસભ્ય રમેશ ટીલાળા, જુનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુ મકવાણા, જુનાગઢ શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલીયા, જુનાગઢ રેન્જ આઈજી નિલેશ ઝાઝડીયા, કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયા, પોલીસવડા સુબોધ ઓડેદરા, જિલ્લા વિકાસ અધિકારી એચ.પી. પટેલ, કમિશનર તેજસ પરમાર સહિત અનેક પદાધિકારીઓ, અધિકારીઓ અને હજારો શિવભક્તો ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો:ભવનાથ તળેટીમાં જામશે ભક્તિનો મેળો! 11 ફેબ્રુઆરીથી ધજારોહણ સાથે મેળાનો પ્રારંભ
