દેશમાં બેરોજગારીનું પ્રમાણ દિન-પ્રતિદિન વધી રહ્યું છે, આજે ભણેલા ગણેલા બરોજગારોને નોકરી મળતી નથી તે કોઇપણ નોકરી કરવા તૈયાર થઇ જાય છે,હાલમાં અમદાવાદ ખાતે ટ્રાફિક બ્રિગેડની ભરતી કરવામાં આવશે તેમાં જેટલી જગ્યા છે તેના કરતા પણ વધારે ફોર્મ ભરાયા છે.અમદાવાદમાં 700 TRBની ભરતી કરવામાં આવશે
ટ્રાફિક વિભાગમાં 700 ટીઆરબી જવાનોની આગામી દિવસોમાં ભરતી કરાશે, આ ભરતી માં 700 જગ્યાઓ જગ્યા માટે 18000 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. જોકે 9 પાસ ઉમેદવારો પણ પોતાની ઉમેદવારી નોંધાવી શકે છે. મહત્વપૂર્ણ છે કે ટ્રાફિક પોલીસને મદદ મળી રહે તે માટે 700 ટ્રાફિક બ્રિગેડની ભરતી કરવામાં આવશે.અગાઉ 700 ટીઆરબી જવાનોને ગેરશિસ્ત ,ગેરરીતિ બદલ છૂટા કરવામાં આવ્યા હતા બાદમાં હવે એક સાથે 700 ટીઆરબી જવાનોની ભરતી કરવામાં આવશે. આ ભરતી માટે ટ્રાફિક વિભાગે ફોર્મ બહાર પાડયા હતા.જેમાં 9 પાસથી વધારે ભણેલા લોકો અરજી કરી શકે છે. અને હાલ સુધી 18000 જેટલા ઉમેદવારી નોંધાવી છે.
અમદાવાદ ટ્રાફિક પોલીસ પૂર્વ વિભાગના ડીએસપી ભગીરથ ગઢવી એ અંગે મીડીયાને માહિતી આપતા કહ્યું કે ટ્રાફિક પોલીસને મદદરૂપ થવા હેતુસર 700 જેટલા ટીઆરબી જવાનોની આગામી સમયમાં ભરતી કરવામાં આવશે. જેને લઈ ભરતી પ્રક્રિયા 23 એપ્રિલથી શરૂ કરવામાં આવશે. આ ભરતીમાં પ્રથમ ફિઝિકલ પરીક્ષા લેવામાં આવશે જેમાં પાસ થયેલા ઉમેદવારોની પુશઅપ અને પુલ અપની પરીક્ષા લેવામાં આવશે અને બાદમાં લેખિત પરીક્ષા યોજાશે.
ફાઇનલ થયેલ ટીઆરબી જવાનોને ટ્રેનિંગ આપવામાં આવશે.જેમાં ડીસીપ્લીન,નિયમિતતા અને પ્રમાણિકતાની ટ્રેનિંગ આપવામાં આવશે.આ ભરતી થયેલાં ઉમેદવારીને હાલ પૂરતી 3 વર્ષ માટે નિમણૂક કરવામાં આવશે. ટ્રાફિક બ્રિગેડની નવી ભરતીમાં સિલેક્ટ થનાર જવાનને માસિક 8000 રૂપિયા વેતન આપવામાં આવશે.
