- ધોરાજી- ભાદર ડેમ ઓવરફ્લો
- ભાવનગર- કાળુભા ઓવરફ્લો
- ખાંભા- રાયડી ડેમ ઓવરફ્લો
- સુરેન્દ્વનગર – વડોદ ડેમ ઓવરફ્લો
સૌરાષ્ટ્રનો સૌથી મોટો અને જીવાદોરી સમાન એવો ભાદર ડેમ બીજી વખત ઓવરફ્લો થયો છે. ઉપરવાસમાં પડેલા ધોધમાર વરસાદના પગલે ડેમમાં નવા નીરની આવક થઈ છે. ડેમ ઓવરફ્લો થતા ડેમના ત્રણ દરવાજા અઢી ફૂટ સુધી ખોલવામાં આવ્યા હતા.
આ તરફ બોટાદ શહેર સહિતના પડેલા ભારે વરસાદના પગલે કાળુભા ડેમ પોતાની મહત્તમ સપાટીએ પહોંચ્યો છે. કાળુભા ડેમ સંપૂર્ણ સપાટીએ ભરાતા તંત્ર દ્વારા ડેમનો એક દરવાજો ખોલાયો છે. અમરેલીના ખાંભા ગીર પંથકમાં અનરાધાર વરસાદ વરસ્યો હતો. જેથી ખાંભાનો રાયડી ડ઼ેમ બીજીવાર ઓવરફ્લો થયો હતો. રાયડી ડેમના બે દરવાજા એક એક ફૂટ ખોલવામાં આવ્યા હતા. જેથી આસપાસના ગામોને એલર્ટ આપવામાં આવ્યા હતા.
સાથે સાથે સુરેન્દ્રનગર જિલ્લાનો વડોદ ડેમ પણ આવરફ્લો થયો છે. વડોદ ડેમ આ સીઝનમાં આ ત્રીજી વખત ઓવરફ્લો થયો છે. ભારે વરસાદના પગલે ડેમમાં પાણીની આવક વધતા ફરી ઓવરફ્લો થયો. વડોદ ડેમના 2 દરવાજા અડધો ફુટ ખોલવામાં આવ્યા છે. અને ઉઘલ, લીયાદ, સહિત નીચાણવાળા ગામોને કર્યા એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. ત્યારે ગુજરાતમાં પાણીની અછત અથવા કુદરતી સ્તોત પર નીરભર સૌરાષ્ટ્રનાં એક પછી એક ડેમ ઓવરફ્લો થવાથી જનાતા રાજીના રેડ થઇ ગઇ છે.
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
