Surat News/ દોઢ વર્ષની ઉંમરે દત્તક લીધો, 17મો જન્મદિવસ ઉજવ્યો ને બે દિવસમાં જ પરિવારનો દીવો ઓલવાયો

Surat Dump Truck Accident: ભરૂચના અનાથ આશ્રમમાંથી દોઢ વર્ષની ઉંમરે દત્તક લીધેલા 17 વર્ષના પ્રિન્સનું સુરતમાં ડમ્પરની અડફેટે મોત થયું. બે દિવસ પહેલાં જ તે ઉજ્જૈનનાં દર્શન કરીને પરત ફર્યો હતો.

Top Stories Gujarat Surat
Surat Dump Truck Accident: દોઢ વર્ષની ઉંમરે દત્તક લીધેલા પ્રિન્સનું અકસ્માતમાં મોત, રાણા પરિવાર પર આભ તૂટ્યું

Surat News: સંતાનની ખોટ પૂરી કરવા માટે ભરૂચના અનાથ આશ્રમમાંથી દોઢ વર્ષની ઉંમરે દત્તક લીધેલા પ્રિન્સ (Surat Dump Truck Accident)ને રાણા પરિવારે લાડકોડથી મોટો કર્યો હતો. માતા-પિતાએ સંઘર્ષ કરીને તેને ભણાવ્યો અને ભવિષ્યમાં વૃદ્ધાવસ્થાનો સહારો બનશે એવી આશા રાખી હતી. પરંતુ સુરતમાં ટ્યુશનથી સાયકલ પર ઘરે પરત ફરી રહેલા 17 વર્ષના પ્રિન્સનું ડમ્પરની અડફેટે મોત થતાં પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. બે દિવસ પહેલાં જ ઉજ્જૈનનાં દર્શન કરીને પરત ફરેલા પ્રિન્સના મોતથી સમગ્ર પરિવારમાં શોક છવાયો છે.

Surat Dump Truck Accident: ટ્યુશનથી ઘરે જતી વખતે ડમ્પરે લીધો ભોગ

મળતી માહિતી મુજબ, પ્રિન્સ રમેશલાલ રાણા ટ્યુશનથી સાયકલ પર ઘરે પરત ફરી રહ્યો હતો. આ દરમિયાન ચાર રસ્તા નજીક એક ડમ્પરની અડફેટે આવ્યો હતો. ડમ્પરનું પાછળનું વ્હીલ પ્રિન્સ પરથી ફરી વળતાં તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં 108 એમ્બ્યુલન્સ દ્વારા તેને સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.

Surat Dump Truck Accident: દોઢ વર્ષની ઉંમરે દત્તક લીધેલા પ્રિન્સનું અકસ્માતમાં મોત, રાણા પરિવાર પર આભ તૂટ્યું
Surat Dump Truck Accident: દોઢ વર્ષની ઉંમરે દત્તક લીધેલા પ્રિન્સનું અકસ્માતમાં મોત, રાણા પરિવાર પર આભ તૂટ્યું

પ્રતિબંધિત સમયમાં પણ ભારે વાહનોની અવરજવર?

શહેરમાં પોલીસ કમિશનરના જાહેરનામા મુજબ સવારે 8થી બપોરે 1 વાગ્યા સુધી અને સાંજે 5થી રાત્રે 10 વાગ્યા સુધી ડમ્પર સહિતનાં ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ છે. તેમ છતાં પ્રતિબંધિત સમયમાં આવા વાહનો શહેરના માર્ગો પર કેવી રીતે દોડી રહ્યા છે, તે અંગે સવાલો ઊભા થયા છે. આ અકસ્માત બાદ ટ્રાફિક વ્યવસ્થા અને નિયમોના અમલ સામે પણ સ્થાનિકોમાં નારાજગી જોવા મળી રહી છે.

દોઢ વર્ષની ઉંમરે દત્તક લીધો હતો પ્રિન્સને

પ્રિન્સના મામા રજનીકાંત રાણાએ જણાવ્યું હતું કે, માતા-પિતાને સંતાન ન હોવાથી તેમણે ભરૂચના અનાથ આશ્રમ (Bharuch Orphanage)માંથી પ્રિન્સને દોઢ વર્ષની ઉંમરે દત્તક લીધો હતો. તેને પરિવારનો હિસ્સો બનાવવા અને ઉછેરવા માટે ઘણો સંઘર્ષ કર્યો હતો. અકસ્માતની જાણ થતાં જ પરિવારજનો સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા.

Surat Dump Truck Accident: દોઢ વર્ષની ઉંમરે દત્તક લીધેલા પ્રિન્સનું અકસ્માતમાં મોત, રાણા પરિવાર પર આભ તૂટ્યું
Surat Dump Truck Accident: દોઢ વર્ષની ઉંમરે દત્તક લીધેલા પ્રિન્સનું અકસ્માતમાં મોત, રાણા પરિવાર પર આભ તૂટ્યું

બે દિવસ પહેલાં જ ઉજ્જૈનનાં દર્શન કરીને આવ્યો હતો

પ્રિન્સનાં માસી ભાવનાબેન રાણાએ જણાવ્યું હતું કે, પરિવારજનોએ અનેક મુશ્કેલીઓ વેઠીને તેને મોટો કર્યો હતો. તેનું કાનનું ઓપરેશન પણ કરાવ્યું હતું. બે દિવસ પહેલાં જ તે ઉજ્જૈનનાં દર્શન કરીને પરત ફર્યો (Ujjain Visit) હતો. તાજેતરમાં જ તેણે 17 વર્ષ પૂર્ણ થયાની ખુશી પણ પરિવાર સાથે વ્યક્ત કરી હતી. તે ધોરણ 10ની પરીક્ષા (Class 10 Student)ની તૈયારી કરી રહ્યો હતો.

ડમ્પર ચાલકની અટકાયત, પરિવારની કડક કાર્યવાહીની માગ

અકસ્માત બાદ પોલીસે ડમ્પર કબજે કરીને ચાલકની અટકાયત કરી છે. બીજી તરફ, એકના એક દત્તક પુત્રને ગુમાવનાર રાણા પરિવાર જવાબદાર ચાલક સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવાની માગ કરી રહ્યો છે. વારંવાર થતા ડમ્પર અકસ્માતો અને પ્રતિબંધિત સમયમાં ભારે વાહનોની અવરજવરને લઈને સ્થાનિકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે.


આ પણ વાંચો: મોરબી અકસ્માત: ડમ્પરની ટક્કરે કારનો કચ્ચરઘાણ, 2 શ્રમિકોનાં મોત

આ પણ વાંચો: કામરેજ નજીક એક્સપ્રેસ વે પર ગમખ્વાર અકસ્માત, ડમ્પર પાછળ કાર ઘૂસતાં 4નાં મોત

આ પણ વાંચો: કાલોલ નજીક ST બસ અને ડમ્પર વચ્ચે ભયાનક અકસ્માત, ડમ્પરચાલકનું મોત; 15થી વધુ ઈજાગ્રસ્ત