National News/ પ્રિયંકા ગાંધીની અટકાયત બાદ મંદિર માર્ગ પોલીસ સ્ટેશન પહોંચ્યા સોનિયા ગાંધી, કસ્ટડી બાદ નેતાઓ રિલીઝ

Priyanka Gandhi

NATIONAL Top Stories
Priyanka Gandhi: સોનિયા ગાંધી પોલીસ સ્ટેશન પહોંચ્યા

New Delhi News: નવી દિલ્હીમાં કોંગ્રેસના (Priyanka Gandhi) વિરોધ પ્રદર્શન દરમિયાન પ્રિયંકા ગાંધીની અટકાયત બાદ કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધી ( Sonia Gandhi ) મંદિર માર્ગ પોલીસ સ્ટેશન ( Mandir Marg Police Station) પહોંચ્યા હતા. પોલીસે પ્રિયંકા ગાંધીને અટકાયતમાં લઈને મંદિર માર્ગ પોલીસ સ્ટેશનમાં રાખ્યા છે.

NEET પેપર લીક મુદ્દે ચાલી રહેલા વિરોધ વચ્ચે કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધી મંદિર માર્ગ પોલીસ સ્ટેશન પહોંચ્યા, જ્યાં પ્રિયંકા ગાંધી પોલીસ કસ્ટડીમાં છે. સોનિયા ગાંધીએ પોલીસ સ્ટેશનમાં પ્રિયંકા ગાંધી સાથે મુલાકાત કરી અને ત્યારબાદ ત્યાંથી રવાના થયા. આ દરમિયાન મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો પોલીસ સ્ટેશન બહાર એકત્ર થયા હતા અને સૂત્રોચ્ચાર કર્યા હતા.

NEET મુદ્દે ચાલી રહેલા વિરોધ પ્રદર્શનમાં સોનિયા ગાંધીની આ પ્રથમ સીધી હાજરી રહી હતી. જોકે, પોલીસ સ્ટેશન બહાર મીડિયા હાજર હોવા છતાં તેમણે કોઈ નિવેદન આપ્યું નહોતું.

આ પહેલા મંગળવારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન નજીક પહોંચીને NEET પેપર લીક મુદ્દે વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિરોધ દરમિયાન દિલ્હી પોલીસે કાર્યવાહી કરીને પ્રિયંકા ગાંધી સહિત અનેક કોંગ્રેસી નેતાઓને અટકાયતમાં લીધા હતા. આ સમગ્ર ઘટનાક્રમ બાદ રાજધાની દિલ્હીમાં રાજકીય માહોલ વધુ ગરમાયો છે.

PM આવાસ નજીકથી કસ્ટડીમાં લેવાયેલા રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને અન્ય વિરોધ પક્ષના નેતાઓને પોલીસે મુક્ત કર્યા. પ્રિયંકા ગાંધીએ વિદ્યાર્થીઓની માંગણીઓને યોગ્ય ગણાવી શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે સંસદમાં ચર્ચાની માંગણી કરી