New Delhi: દિલ્હીમાં કોકરોચ જનતા પાર્ટી (CJP)ના પ્રદર્શન દરમિયાન વિદ્યાર્થીઓ પર થયેલા પોલીસ એક્શન અને લાઠીચાર્જ (Delhi Student Protest Lathicharge)નો મુદ્દો હવે રાજકીય રીતે ગરમાયો છે. આ ઘટનાને લઈને વિરોધ પક્ષોએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi)ના મૌન પર સવાલ ઉઠાવતા સમગ્ર ઘટનાને “અન-ઈન્ડિયન” એટલે કે ગેર-ભારતીય ગણાવી છે.
રાહુલ ગાંધીએ માંગ કરી છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિદ્યાર્થીઓ સાથે થયેલી કાર્યવાહી બદલ માફી માંગે.
રાહુલ ગાંધીનો સરકાર પર પ્રહાર
મીડિયા સાથેની વાતચીતમાં રાહુલ ગાંધી (Rahul Gandhi )એ જણાવ્યું કે વિદ્યાર્થીઓ પર બળપ્રયોગ કરવો યોગ્ય નથી. તેમણે કહ્યું કે વિદ્યાર્થીઓને માર મારવા (Delhi Student Protest Lathicharge)ની ઘટના દેશના મૂલ્યો વિરુદ્ધ છે અને વડાપ્રધાને આ મામલે જવાબ આપવો જોઈએ.
રાહુલ ગાંધીએ દેશની પરીક્ષા વ્યવસ્થા અંગે પણ સવાલો ઉઠાવ્યા હતા. તેમણે આરોપ લગાવ્યો કે ભારતની ટેસ્ટિંગ સિસ્ટમ ગંભીર સમસ્યાઓનો સામનો કરી રહી છે અને તે “ઉધઈથી ખોખલી” થઈ ગઈ છે. તેમણે કહ્યું કે શિક્ષણ મંત્રાલય માત્ર મધ્યસ્થીની ભૂમિકા ભજવે છે, પરંતુ વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી ગૃહ મંત્રાલય હેઠળ આવતી પોલીસ દ્વારા કરવામાં આવી છે. આ મુદ્દે તેમણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પર પણ નિશાન સાધ્યું અને જવાબદારી નક્કી કરવાની માંગ કરી.
Met the Hon’ble Lok Sabha Speaker today along with MPs of the Opposition.
Our demand is simple: Parliament must have a detailed discussion on the brutality unleashed on students yesterday and on the government’s complete lack of accountability for the examination crisis.… pic.twitter.com/qc2ptKQUt7
— Rahul Gandhi (@RahulGandhi) July 21, 2026
Delhi Student Protest Lathicharge: સંસદમાં ચર્ચા મુદ્દે પણ ઉઠાવ્યા સવાલ
રાહુલ ગાંધીએ લોકસભાના સ્પીકર ઓમ બિરલા (Om Birla) પર પણ આક્ષેપ કર્યા હતા. તેમણે કહ્યું કે વિપક્ષ જ્યારે આ મુદ્દે સંસદમાં ચર્ચાની માંગ કરે છે ત્યારે સરકારની પરવાનગી લેવાની વાત કરવામાં આવે છે, જે લોકશાહી પ્રક્રિયા અંગે સવાલ ઊભા કરે છે.
વિપક્ષી નેતાઓએ પણ સરકારને ઘેરી
અખિલેશ યાદવનો આરોપ
સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે (Akhilesh Yadav) કેન્દ્ર સરકાર પર આકરો હુમલો કર્યો હતો. તેમણે સરકારની સરખામણી હિટલરના શાસન સાથે કરતા આરોપ લગાવ્યો કે વિદ્યાર્થીઓ સામે બળનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
પ્રિયંકા ગાંધીનું નિવેદન
કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધીએ પેપર લીક અને પરીક્ષા વ્યવસ્થાને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે માતા-પિતા મુશ્કેલીથી બાળકોને ભણાવે છે, પરંતુ યુવાનોના ભવિષ્ય સાથે ચેડાં થતા હોવા છતાં યોગ્ય પગલાં લેવામાં આવતા નથી.
અરવિંદ કેજરીવાલનો હુમલો
આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલે કેન્દ્ર સરકાર પર આરોપ લગાવ્યો કે શિક્ષણ વ્યવસ્થા સુધારવાના બદલે સરકારે દેશના યુવાનો સામે જંગ જેવી સ્થિતિ ઊભી કરી છે.
મલ્લિકાર્જુન ખડગેનો આક્ષેપ
રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે (Mallikarjun Kharge)એ પણ સરકારને ઘેરી હતી. તેમણે આરોપ લગાવ્યો કે વિપક્ષનો અવાજ દબાવવામાં આવી રહ્યો છે અને વિદ્યાર્થીઓ સામે ટીયર ગેસ તથા લાઠીચાર્જ (Delhi Student Protest Lathicharge) જેવી કાર્યવાહી કરવામાં આવી.
ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને મળવા પહોંચ્યા નેતાઓ
ઘટના બાદ રાહુલ ગાંધી, અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) અને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જે.પી. નડ્ડા (JP Nadda) દિલ્હીની RML અને લેડી હાર્ડિંજ હોસ્પિટલ પહોંચ્યા હતા. અહીં તેમણે ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓની મુલાકાત લીધી અને તેમની સ્થિતિ અંગે માહિતી મેળવી હતી.
ઘટનાને લઈને રાજકીય ઘમાસાણ તેજ
વિદ્યાર્થીઓ (Delhi Student Protest Lathicharge) પર પોલીસ કાર્યવાહીનો મુદ્દો હવે માત્ર પ્રદર્શન (Delhi Student Protest Lathicharge) પૂરતો સીમિત રહ્યો નથી પરંતુ તે કેન્દ્ર સરકાર અને વિપક્ષ વચ્ચેના રાજકીય ટકરાવનું કારણ બન્યો છે. એક તરફ વિપક્ષ સરકાર પાસેથી જવાબદારી અને માફીની માંગ કરી રહ્યો છે, જ્યારે બીજી તરફ સમગ્ર મામલે રાજકીય ચર્ચા તેજ બની છે.
આ પણ વાંચો:‘કોકરોચ જનતા પાર્ટી’ બાદ હવે ‘ઈશ્ક કરો પાર્ટી’ની એન્ટ્રી, પૂર્વ સુપ્રીમ કોર્ટ જજની અનોખી પહેલ
આ પણ વાંચો:‘કોકરોચ જનતા પાર્ટી’ના સ્થાપક અમેરિકાથી દિલ્હી પહોંચ્યા, પોલીસે જંતર-મંતર પર વિરોધની આપી મંજૂરી
આ પણ વાંચો:‘કોકરોચ જનતા પાર્ટી’ પર ઉપરાષ્ટ્રપતિની ટિપ્પણી, યુવાઓને સાચી માહિતી પહોંચાડવાની આપી સલાહ
