National News/ ‘કોકરોચ જનતા પાર્ટી’ના સ્થાપક અમેરિકાથી દિલ્હી પહોંચ્યા, પોલીસે જંતર-મંતર પર વિરોધની આપી મંજૂરી

NEET પેપર લીક અને શિક્ષણમાં ગેરરીતિઓ મુદ્દે ‘Cockroach Janata Party’ (CJP) ને દિલ્હી પોલીસે જંતર-મંતર પર શાંતિપૂર્ણ પ્રદર્શનની મંજૂરી આપી છે. સંસ્થાના સ્થાપક અભિજિત દીપકે અમેરિકાથી દિલ્હી પહોંચ્યા છે, વાંચો વિગત.

NATIONAL Top Stories India
Cockroach Janata Party

NEET Paper Leak Protest 2026: મેડિકલ પ્રવેશ પરીક્ષા ‘NEET’ ના પેપર લીક અને દેશની શિક્ષણ વ્યવસ્થામાં કથિત ગેરરીતિઓના મુદ્દે રાજધાની દિલ્હીમાં મોટું આંદોલન શરૂ થવા જઈ રહ્યું છે. દિલ્હી પોલીસે ‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP- Cockroach Janata Party) ને જંતર-મંતર પર શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કરવાની સત્તાવાર મંજૂરી આપી દીધી છે. આ પહેલા પ્રદર્શન પર રોક લગાવવાની માંગ કરતી અરજી પર દિલ્હી હાઈકોર્ટે તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો હતો, જેના કારણે હવે આ પ્રદર્શનના માર્ગમાં તમામ કાનૂની અવરોધો દૂર થઈ ગયા છે.

Cockroach Janta Party

અમેરિકાથી દિલ્હી પહોંચ્યા સંગઠનના સ્થાપક અભિજિત દીપકે

આ વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ કરી રહેલા ‘કોકરોચ જનતા પાર્ટી’ ના સ્થાપક અભિજિત દીપકે શનિવારે સવારે જ અમેરિકાના બોસ્ટનથી નવી દિલ્હી એરપોર્ટ પર ઉતર્યા છે. ભારત પહોંચતાની સાથે જ તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોતાના સમર્થકોને ખાસ અપીલ કરી છે.

તેમણે લખ્યું કે, “લેન્ડિંગ થઈ ગયું છે. જંતર-મંતર પર આપ સૌને મળવાની આતુરતાથી રાહ જોઈ રહ્યો છું. સાથે પુસ્તક અને આપણો તિરંગો લાવવાનું ભૂલતા નહીં! પોલીસકર્મીઓને સહાનુભૂતિ અને કૃતજ્ઞતાના પ્રતીક તરીકે ફૂલ અર્પણ કરો. આપણે આ આંદોલન પ્રેમ અને શાંતિથી ચલાવવાનું છે.”

શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ: Cockroach Janata Party

આ આંદોલનનો મુખ્ય ઉદ્દેશ્ય NEET પેપર લીક મુદ્દે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરવાનો છે. આ અગાઉ જાણીતા શિક્ષણ સુધારક અને ક્લાઈમેટ એક્ટિવિસ્ટ સોનમ વાંગચુકે પણ જાહેરાત કરી હતી કે જો 5 જૂન સુધીમાં શિક્ષણ મંત્રી રાજીનામું નહીં આપે, તો તેઓ પણ આ વિરોધ પ્રદર્શનમાં જોડાશે. CJP ના કાર્યકર્તાઓ શનિવારે સવારે શાંતિપૂર્ણ પ્રદર્શનની પરવાનગી મેળવવા માટે સંસદ માર્ગ પોલીસ સ્ટેશન બહાર પણ એકઠા થયા હતા.

સેન્ટ્રલ દિલ્હી 12 ઝોનમાં વહેંચાયું, મંત્રીઓના નિવાસસ્થાને સુરક્ષા વધી

આ વિરોધ પ્રદર્શનને જોતા દિલ્હી પોલીસ સંપૂર્ણ રીતે એક્શન મોડમાં(Cockroach Janata Party) આવી ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન સહિતના વરિષ્ઠ મંત્રીઓના સત્તાવાર નિવાસોની આસપાસ સુરક્ષા સખત કરી દેવામાં આવી છે.

12 ઝોન અને DCP ની કમાન: કાયદો અને વ્યવસ્થા જાળવી(Cockroach Janata Party) રાખવા માટે સેન્ટ્રલ દિલ્હીને 12 અલગ-અલગ ઝોનમાં વહેંચવામાં આવ્યું છે અને દરેક ઝોનની કમાન DCP રેન્કના અધિકારીને સોંપવામાં આવી છે.

1,000 થી વધુ જવાનો તૈનાત: નવી દિલ્હી વિસ્તારમાં 1,000 થી વધુ પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. પોલીસ હેડક્વાર્ટર દ્વારા જવાનોને કડક સૂચના આપવામાં આવી છે કે પ્રદર્શનકારીઓ (Cockroach Janata Party)સાથે બિનજરૂરી ટકરાવ ટાળવો અને વાતચીત દ્વારા સ્થિતિ શાંત રાખવી. આ પ્રદર્શનના કારણે લ્યુટિયન્સ દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં ટ્રાફિક વ્યવસ્થા પ્રભાવિત થવાની સંભાવના છે.

NEET Paper Leak Jantar Mantar Protest 2026:

મેડિકલ પ્રવેશ પરીક્ષા ‘NEET’ ના પેપર લીક અને દેશની(Cockroach Janata Party) શિક્ષણ વ્યવસ્થામાં કથિત ગેરરીતિઓના મુદ્દે રાજધાની દિલ્હીના ઐતિહાસિક જંતર-મંતર ખાતે મોટું આંદોલન થયું હતું. દિલ્હી પોલીસે ‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP) ને શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કરવાની સત્તાવાર મંજૂરી આપી દીધી હતી. દિલ્હી હાઈકોર્ટે પણ પ્રદર્શન પર રોક લગાવવાની માંગ કરતી અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કરી દેતા, આ આંદોલનના માર્ગમાં તમામ કાનૂની અવરોધો દૂર થઈ ગયા હતા.

જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન દરમિયાન કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કરતા સંગઠનના સ્થાપક અભિજિત દીપકેએ સરકારને ખુલ્લો પડકાર ફેંક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, “તમે અમારી સોશિયલ મીડિયા પોસ્ટ હટાવી શકો છો, પરંતુ અમને નહીં હટાવી શકો. આ તો સિસ્ટમની જ ખામી છે કે જેના કારણે આજે આ ‘કોકરોચ’ રોડ પર બહાર નીકળી રહ્યા છે.”

આંદોલનને મળ્યું મોટું સમર્થન: 

લદ્દાખના જાણીતા શિક્ષણ સુધારક, ઇનોવેટર અને પર્યાવરણ કાર્યકર્તા સોનમ વાંગચૂક પણ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે વિદ્યાર્થીઓને સમર્થન(Cockroach Janata Party) આપવા દિલ્હી આવી પહોંચ્યા હતા. ‘સ્ટુડન્ટ્સ એજ્યુકેશનલ એન્ડ કલ્ચરલ મૂવમેન્ટ ઓફ લદ્દાખ’ (SECMOL) ના સ્થાપક સોનમ વાંગચૂકે અગાઉ ચેતવણી આપી હતી કે જો 5 June સુધીમાં શિક્ષણ મંત્રી રાજીનામું નહીં આપે, તો તેઓ પ્રદર્શનમાં જોડાશે.

જંતર-મંતર પર એકઠા થયેલા હજારો દેખાવકારોએ કેન્દ્ર સરકાર વિરૂદ્ધ જોરદાર સૂત્રોચ્ચાર કરીને આક્રોશ વ્યક્ત કર્યો હતો. પ્રદર્શનકારીઓએ કહ્યું હતું કે, “ધર્મના નામે હવે વિદ્યાર્થીઓના ભાગલા પાડી શકાય નહીં અને દેશમાં ધર્મની(Cockroach Janata Party) રાજનીતિ બિલકુલ સહન કરવામાં નહીં આવે.” તેમણે સિસ્ટમ પર પ્રહાર કરતા ઉમેર્યું હતું કે આ તો સિસ્ટમની જ ખામી છે જેના કારણે આજે આ બધા ‘કોકરોચ’ (Cockroach Janata Party) બહાર આવી ગયા છે. એક મંત્રીની નિષ્ફળતા અને લાપરવાહીના કારણે આજે નિર્દોષ વિદ્યાર્થીઓએ પોતાના જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.

Cockroach Janata Partyને બોલિવૂડ સેલેબ્સનો ઓપન સપોર્ટ

દેશના યુવાનો દ્વારા ચલાવવામાં આવેલા આ અનોખા આંદોલનમાં બોલિવૂડના મોટા કલાકારો પણ કૂદી પડ્યા હતા અને સોશિયલ મીડિયા પર ખુલ્લેઆમ સપોર્ટ જાહેર કર્યો હતો.

‘ડાયનાસોર ખતમ થઈ ગયા પણ કોકરોચ બચી ગયા’ – રિચા ચઢ્ઢા:

બોલિવૂડ અભિનેત્રી રિચા ચઢ્ઢાએ એક લાંબી પોસ્ટ શેર કરીને લખ્યું હતું કે, “હું અત્યારે ઓકલેન્ડમાં છું, જ્યાં દુનિયાની સૌથી શુદ્ધ હવા છે. પરંતુ મારું મન બાળપણ, સ્કૂલ અને કોલેજના શહેર દિલ્હીમાં છે. હું દેશના યુવાનોને પ્રેમ મોકલી રહી છું. આશા છે કે તમે દેખાડાના દેશભક્ત બનવાના બદલે સાચા દેશભક્ત બનશો. તમે દયાળુ, શાંત અને સમજદાર બનો.” તેમણે એક રસપ્રદ નોંધ ઉમેરતા લખ્યું હતું કે, “યાદ રાખજો, જ્યારે પૃથ્વી પર ઉલ્કાપિંડ ટકરાયો ત્યારે મોટા-મોટા ડાયનાસોર તો ખતમ થઈ ગયા, પરંતુ કોકરોચ બચી ગયા હતા અને તેઓ તેમના કરતાં વધુ સમય સુધી ટકી રહ્યા.”

અભિનેતા અતુલ કુલકર્ણીએ માફી માંગી

દિગ્ગજ અભિનેતા અતુલ કુલકર્ણીએ પણ સોશિયલ મીડિયા પર યુવાનોના આ પ્રદર્શનને સમર્થન આપવાની સાથે એક ભાવુક પોસ્ટ લખીને માફી માંગી હતી. તેમણે લખ્યું હતું કે, “પ્રિય યુવાન નાગરિકો, તમે જ્યારે અવાજ ઉઠાવવા અને પોતાના નિર્ણયોને મહત્વના બનાવવા તૈયાર થઈ રહ્યા છો, ત્યારે મને તમારી પાસેથી ઘણી આશાઓ છે. મારી પેઢીએ અને મારી પહેલા તથા પછીની પેઢીઓએ હંમેશા પોતાની જવાબદારીઓ પૂરી કરી નથી. અમે ભૂલો કરી છે અને એવા પડકારો પાછળ છોડ્યા છે જે હવે તમને વારસામાં(Cockroach Janata Party) મળ્યા છે. આ બદલ હું તમારી માફી માંગુ છું. ઈશ્વર કરે તમે ઈમાનદારી સાથે આ દેશને એક નવું સ્વરૂપ આપો.”

પ્રકાશ રાજ અને કુનિકા સદાનંદની અપીલ:

બિગ બોસ-19 ની કન્ટેસ્ટન્ટ અને એક્ટ્રેસ કુનિકા સદાનંદ તેમજ જાણીતા અભિનેતા પ્રકાશ રાજે પણ દેશના યુવા ‘કોકરોચો’ને આ વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં જોડાવા અપીલ કરી હતી. તેમણે આ મુદ્દે જણાવ્યું હતું કે, “કોકરોચ જનતા પાર્ટીએ (Cockroach Janata Party) એવા મુદ્દાઓ ઉઠાવ્યા છે જેની અત્યાર સુધી કોઈ સુનાવણી થતી નહોતી. જ્યારે સામાન્ય લોકોનો અવાજ સાંભળવામાં ન આવે, ત્યારે તેમણે આવા અનોખા રસ્તાઓ અપનાવવા જ પડે છે.”

શા માટે થયું આ આંદોલન?

આ આખું આંદોલન NEET પરીક્ષાના પેપર લીક થવાના મુદ્દે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ માટે કરવામાં આવ્યું હતું. જંતર-મંતર ખાતે ‘કોકરોચ જનતા પાર્ટી’ના(Cockroach Janata Party) આ વિરોધ પ્રદર્શનની ગંભીરતાને જોતા નવી દિલ્હી વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા અત્યંત કડક કરી દેવામાં આવી હતી અને 1000 થી વધુ પોલીસ જવાનો તહેનાત કરવામાં આવ્યા હતા.


આ પણ વાંચો:કોકરોચ જનતા પાર્ટીનું X એકાઉન્ટ બ્લોક થતાં વિવાદ દિલ્હી હાઈકોર્ટમાં, જાણો સમગ્ર વિગત

આ પણ વાંચો:સોશિયલ મીડિયા પર ધૂમ મચાવનાર ‘કોકરોચ જનતા પાર્ટી’ નું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ કેમ બ્લોક થયું?

આ પણ વાંચો:‘કોકરોચ જનતા પાર્ટી’થી કેમ ચિંતિત થઈ સુરક્ષા એજન્સીઓ? તપાસમાં સામે આવ્યું ગુજરાત કનેક્શન