Ahmedabad News/ મોટેરા જૂના ગામમાં AMCનું ડિમોલિશન એક્શન: JCB પહોંચતા જ વિરોધ, બાળકો રડ્યા, યુવકે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી

Motera Old Village Demolition: અમદાવાદના મોટેરા જૂના ગામમાં AMC દ્વારા 17 મકાનોના ગેરકાયદે ભાગ તોડવાની કાર્યવાહી શરૂ. JCB પહોંચતા સ્થાનિકોનો વિરોધ, બાળકો રડ્યા અને યુવકે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી.

Top Stories Ahmedabad Gujarat Breaking News
Motera Old Village Demolition: 17 મકાનોના ગેરકાયદે ભાગ તોડવા AMC પહોંચી

Ahmedabad News: અમદાવાદના મોટેરા જૂના ગામમાં શુક્રવારે સવારે મ્યુનિસિપલ કોર્પોરેશન (Municipal Corporation) દ્વારા ગેરકાયદે બાંધકામ (Motera Old Village Demolition) દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાતા ભારે તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી. આસારામ આશ્રમ નજીક આવેલા 17 મકાનોના ગેરકાયદે ભાગને તોડી પાડવા માટે AMCની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે સ્થળ પર પહોંચી હતી.

સ્થાનિક રહેવાસીઓએ કાર્યવાહીનો વિરોધ કરતા પોતાના મકાનના દસ્તાવેજો સાથે રસ્તા પર ઉતરી આવ્યા હતા. AMC અને પોલીસની ટીમ ગામમાં પ્રવેશતા જ લોકોએ વિરોધ નોંધાવ્યો હતો. સ્થિતિ તંગ બનતા અધિકારીઓએ માઇક દ્વારા જાહેરનામું કરીને રહેવાસીઓને 30 મિનિટની અંદર મકાન ખાલી કરવાની સૂચના આપી હતી.

Motera Old Village Demolition: સ્થાનિકો રસ્તા પર ઉતર્યા

સૂચનાનો સમય પૂર્ણ થતાં જ JCB મશીનો ગામમાં દાખલ કરવામાં આવ્યા હતા. JCB પહોંચતા જ વિસ્તારમાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. અનેક પરિવારો પોતાના ઘર અને સામાનને લઈને ચિંતિત બન્યા હતા, જ્યારે કેટલાક બાળકો ડરીને રડવા લાગ્યા હતા.

કાર્યવાહી દરમિયાન એક યુવકે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારતા પોલીસે તેની અટકાયત કરી હતી. અટકાયત સમયે યુવકે જણાવ્યું હતું કે જો તે આત્મવિલોપન કરશે તો તેની જવાબદારી સંબંધિત અધિકારીઓની રહેશે.આ દરમિયાન એક યુવતી પણ ભાવુક બની ગઈ હતી. રડતાં રડતાં તેણે જણાવ્યું કે તેના ઘરે માત્ર છ મહિનાનું બાળક છે અને અચાનક આવી સ્થિતિમાં પરિવાર ક્યાં જશે તે અંગે ભારે ચિંતા છે.

AMCના જણાવ્યા મુજબ મકાનોના ગેરકાયદે બાંધકામ  (Motera Old Village Demolition)અંગે અગાઉથી નોટિસ આપવામાં આવી હતી. રહેવાસીઓને ભાડા સહાય તેમજ વૈકલ્પિક વ્યવસ્થા અંગે પણ જાણ કરવામાં આવી હતી. તેમ છતાં ઘણા લોકોએ મકાન ખાલી ન કરતાં આજે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

જૂના ગામ તળ વિસ્તારમાં ચાલી રહેલી આ કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચાંદખેડા પોલીસ સહિતનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગેરકાયદે ભાગ દૂર કરવાની કામગીરી તબક્કાવાર આગળ વધારવામાં આવી રહી છે.


આ પણ વાંચો:અમદાવાદ શહેરમાં ગેરકાયદેસર બાંધકામો પર બુલડોઝર ફરી વળ્યું

આ પણ વાંચો:અમદાવાદના દાણીલીમડામાં ગેરકાયદેસર કતલખાનું તોડાયું

આ પણ વાંચો:ધંધુકા હત્યા કેસના આરોપીઓના ગેરકાયદે બાંધકામ પર ફરી વળ્યું બુલડોઝર