Dhandhuka News/  ધંધુકા હત્યા કેસના આરોપીઓના ગેરકાયદે બાંધકામ પર ફરી વળ્યું બુલડોઝર

Dhandhukaમાં ધર્મેશ ગમારા હત્યા કેસના આરોપીઓના ગેરકાયદે બાંધકામો પર તંત્રએ બુલડોઝર ફેરવ્યું છે. 14 શેડ અને 5 મકાનો તોડી પડાયા. SIT ની તપાસ તેજ.

Gujarat Top Stories Ahmedabad
Dhandhuka Murder Case Action

Dhandhuka Murder Case Action: ધંધુકામાં ધર્મેશ ગમારા નામના યુવાનની હત્યા બાદ રાજ્ય સરકાર અને વહીવટી તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. આજે સવારથી જ હત્યાના આરોપીઓ અને અસામાજિક તત્વોના ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફેરવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આ ડિમોલિશન દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સમગ્ર ધંધુકા શહેરને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું છે.

Dhandhuka Murder Case Action

Dhandhukaમાં ક્યાં-ક્યાં ચાલ્યું બુલડોઝર?

તંત્ર દ્વારા લેવામાં આવેલા કડક નિર્ણયો હેઠળ આજે અનેક ગેરકાયદે એકમો પર હથોડો ઝીંકાયો છે, જેમાં રાણપુર ચાર રસ્તા પાસે રસ્તા પર નડતરરૂપ 14 જેટલા ગેરકાયદેસર શેડ અને દુકાનો દૂર કરવામાં આવી છે. આ ઉપરાંત, ખાટકીવાડ વિસ્તારમાં આરોપીઓ સાથે સંકળાયેલા 5 જેટલા ગેરકાયદેસર મકાનો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે. સાથે જ, કિશન ભરવાડ હત્યા કેસના આરોપી શબ્બીર ચોપડા અને ઇમ્તિયાઝ પઠાણના ઘરે ચાલતા ગેરકાયદે વીજ જોડાણો પણ યુજીવીસીએલ દ્વારા કાપી નાખવામાં આવ્યા છે.

ઓવરટેકનો વિવાદ હત્યામાં પરિણમ્યો હતો

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા વાહન ઓવરટેક કરવા જેવી નજીવી બાબતે સમીર અને ધર્મેશ ગમારા વચ્ચે બોલાચાલી થઈ હતી. આ વિવાદ બાદ આરોપી રિઝવાને ધર્મેશને છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ ઘટના બાદ ધંધુકામાં ભારે તણાવ સર્જાયો હતો અને તોડફોડ-આગજની જેવી ઘટનાઓ બની હતી.

Dhandhuka Murder Case Action

SIT ની રચના અને કડક કાર્યવાહી

અમદાવાદ ગ્રામ્ય એસપી ઓમ પ્રકાશ જાટના જણાવ્યા મુજબ, કેસની ગંભીરતાને જોતા સ્પેશિયલ SIT ની રચના કરવામાં આવી છે. જેમાં DySP અને PI કક્ષાના અધિકારીઓ તપાસ કરી રહ્યા છે. અત્યાર સુધીમાં હત્યાના 2 મુખ્ય આરોપીઓ સહિત હિંસા ફેલાવનાર કુલ 22 લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેઓ હાલ રિમાન્ડ પર છે.

તંત્રનો મોટો કાફલો ખડેપગે

આજના ડિમોલિશનમાં મહેસૂલ વિભાગ, નગરપાલિકા, સિટી સર્વે, ફાયર બ્રિગેડ અને યુજીવીસીએલની ટીમો પોલીસ બંદોબસ્ત સાથે જોડાઈ છે. ફેદરા-ધંધુકા હાઈવે પરના 12 જેટલા એકમોને પણ નોટિસ ફટકારવામાં આવી છે. એસપી પોતે સ્થળ પર હાજર રહી મોનિટરિંગ કરી રહ્યા છે.


આ પણ વાંચો : ધંધુકા હત્યા કેસ: રિઝવાન-સમીરને 2 દિવસના રિમાન્ડ

આ પણ વાંચો : ધંધુકામાં બાઇક ઓવરટેકિંગના વિવાદમાં યુવકની છરીના ઘા ઝીંકી હત્યા, ભરવાડ સમાજમાં શોકની લહેર

આ પણ વાંચો : દુલારચંદ યાદવ હત્યા કેસમાં અનંત સિંહને જામીન, જેલમાંથી બહાર આવવાની તૈયારી