Dhandhuka News/ ધંધુકામાં બાઇક ઓવરટેકિંગના વિવાદમાં યુવકની છરીના ઘા ઝીંકી હત્યા, ભરવાડ સમાજમાં શોકની લહેર

અમદાવાદ જિલ્લાના ધંધુકામાં ઓવરટેકિંગના સામાન્ય વિવાદે ગંભીર રૂપ લીધું. ધર્મેશ ગમારા નામના યુવકની છરીના ઘા મારી હત્યા (Murder) કરવામાં આવી. ઘટના બાદ વિસ્તારમાં તણાવ, ભારે પોલીસ બંદોબસ્ત તૈનાત.

Top Stories Gujarat Breaking News
Murder

Dhandhuka News:બે બાઇક વચ્ચેના ઓવરટેકિંગના સામાન્ય વિવાદને લઈને ધંધુકામાં એક યુવકની ક્રૂર હત્યા (Murder) કરવામાં આવી હતી. મૃતકની ઓળખ ધર્મેશ ગમારા (ભરવાડ) તરીકે થઈ છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં તીવ્ર આક્રોશ જગાવ્યો છે.ઘટના અંગે વિગતો મુજબ, ધર્મેશ ગમારા પર તેના જ કેટલાક આરોપીઓએ છરીના અનેક ઘા ઝીંકી હત્યા કરી નાખી હતી. હત્યા બાદ મૃતદેહને તાત્કાલિક પોસ્ટમોર્ટમ (PM) માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

હોસ્પિટલ પર મૃતકના પરિવારજનો સાથે ભરવાડ સમાજ અને વિવિધ હિન્દુ સંગઠનોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા. મૃતકના પરિવારજનોમાં તીવ્ર આક્રોશ અને દુ:ખ જોવા મળ્યું હતું. આ હત્યા બાદ (Murder) પોસ્ટમોર્ટમની કાર્યવાહી પૂર્ણ થયા બાદ મૃતદેહને તેમના નિવાસસ્થાને લાવવામાં આવ્યો હતો. અહીં પરિવારજનોએ લાડકા યુવકનો મૃતદેહ જોઈને હૈયાફાટ રુદન કર્યું હતું. અનેક મહિલાઓ અને સગાંસંબંધીઓ ભાંગી પડ્યા હતા. વાતાવરણમાં ભારે દુ:ખ અને આક્રોશની લાગણી છવાઈ ગઈ હતી.પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ધર્મેશ ગમારાની અંતિમયાત્રા કાઢવામાં આવી હતી.

નજીવી બાબતે હત્યા (Murder)

અંતિમયાત્રામાં પરિવારજનો, ભરવાડ સમાજના હજારો લોકો, ગામલોકો અને વિવિધ હિન્દુ સંગઠનોના કાર્યકર્તાઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. અંતિમયાત્રા દરમિયાન લોકોએ મૃતક માટે શ્રદ્ધાંજલિ આપી અને આક્રોશ વ્યક્ત કર્યો હતો.ઘટનાની ગંભીરતા જોતાં અમદાવાદ ગ્રામ્ય પોલીસે ધંધુકામાં મોટા પાયે પોલીસ કાફલો તૈનાત કર્યો છે. LCB, SOG, ક્રાઈમ બ્રાન્ચ અને DSP સહિતની ટીમો ઘટનાસ્થળે સક્રિય છે. પોલીસે તપાસ શરૂ કરી આરોપીઓની ધરપકડ કરવા માટે તમામ શક્ય પગલાં લીધાં છે.હાલમાં ધંધુકા વિસ્તારમાં શાંતિનો માહોલ છે. વહીવટી તંત્ર અને પોલીસે સ્થાનિકોને શાંતિ જાળવવા અપીલ કરી છે.


આ પણ વાંચો:ધંધુકામાં યુવકની હત્યા બાદ તોફાન! ટોળાએ દુકાન ફૂંકી મારી, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

આ પણ વાંચો:ધંધુકામાં 42 લાખના દારૂ સાથે 79 લાખનો મુદ્દામાલ કબજે

આ પણ વાંચો:ધોલેરા અને ધંધુકાના પોલીસ અધિકારીઓનું મુખ્યમંત્રીના હસ્તે સન્માન