Gujarat Weather:ગુજરાતમાં કાળઝાળ ઉનાળાની ગરમી વચ્ચે હવામાન વિભાગે માઠા સમાચાર આપ્યા છે.વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરને કારણે આગામી 19થી 21 એપ્રિલ 2026 દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ (Unseasonal Rain) પડવાની સંભાવના છે. આ દરમિયાન ગાજવીજ અને તેજ પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.

આજે (19 એપ્રિલ) ગુજરાત પ્રદેશમાં મહીસાગર, દાહોદ, છોટા ઉદેપુર અને સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ (Unseasonal Rain) અથવા ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. અન્ય વિસ્તારોમાં મોટેભાગે સૂકું વાતાવરણ રહેશે.જ્યારે કાલે (20 એપ્રિલ) વરસાદનું જોર દક્ષિણ ગુજરાત તરફ વળશે. તાપી, ડાંગ અને સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગરમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે.

દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત સહિતના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ (Unseasonal Rain) અને ગાજવીજની આગાહી છે. અમરેલી અને ભાવનગરમાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ જળવાઈ રહી શકે છે.22 એપ્રિલથી રાજ્યમાં ફરી સૂકું અને ગરમ વાતાવરણ પ્રવર્તી શકે છે. આ દરમિયાન તાપમાનમાં હળવો ઘટાડો થઈ શકે છે, પરંતુ અમુક વિસ્તારોમાં 40°Cથી ઉપરનું તાપમાન યથાવત રહેશે.
અમરેલી અને ભાવનગર જિલ્લામાં કેરીના બગીચાઓ વધુ પ્રભાવિત થઈ શકે છે. વરસાદથી ફળ પડી જવા, ફૂગનો હુમલો અને ભીનાશને કારણે નુકસાન વધી શકે છે.
