Surat News:કતારગામ વિસ્તારમાં રહેતા એક દંપતીએ ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC)માં ઊંચા પગારની સરકારી નોકરી (Job Scam) અપાવવાની લાલચ આપીને એક વ્યક્તિ પાસેથી રૂપિયા ૩૨ લાખની છેતરપિંડી કરી છે. નકલી આઈડી કાર્ડ અને જોઈનિંગ લેટર તૈયાર કરીને આ દંપતીએ ફરિયાદીને પૂર્ણ વિશ્વાસમાં લીધો હતો. જ્યારે ફરિયાદી ONGCના ગેટ પર પહોંચ્યો ત્યારે સિક્યુરિટીએ નકલી આઈડી કાર્ડ પકડી પાડતાં સમગ્ર કૌભાંડ બહાર આવ્યું.
મળતી વિગતો અનુસાર, કતારગામ વિસ્તારના નિર્મલ ધાનાણી અને તેમની પત્ની કિંજલ ધાનાણીએ ફરિયાદીને ONGCમાં કાયમી નોકરીનું વચન આપ્યું હતું. વિશ્વાસ જીતવા માટે આ દંપતીએ ONGCના અધિકૃત લેટરપેડ જેવા દેખાતા બોગસ જોઈનિંગ લેટર અને આઈડી કાર્ડ તૈયાર કરીને ફરિયાદીને આપ્યા હતા. આ તમામ દસ્તાવેજો બનાવવાના નામે તેઓએ ટુકડે-ટુકડે કુલ 32 લાખ રૂપિયા વસૂલી લીધા હતા.
નોકરીની (Job Scam) લાલચ આપી છેતરપિંડી
ફરિયાદી જ્યારે નવું આઈડી કાર્ડ લઈને ONGC કંપનીના ગેટ પર નોકરી (Job Scam) પર હાજર થવા પહોંચ્યો ત્યારે સિક્યુરિટી સ્ટાફને આઈડી કાર્ડમાં શંકા જાગી. વધુ તપાસ કરતાં જાણવા મળ્યું કે આ આઈડી કાર્ડ સંપૂર્ણપણે નકલી છે અને ONGC કંપની દ્વારા કોઈ પણ પ્રકારનો જોઈનિંગ લેટર કે આઈડી કાર્ડ જારી કરવામાં આવ્યો નથી. આ જાણવાથી ફરિયાદીના પગ નીચેથી જમીન સરકી ગઈ અને તેણે તાત્કાલિક રાંદેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી.
રાંદેર પોલીસે નિર્મલ ધાનાણી અને તેમની પત્ની કિંજલ ધાનાણી સામે છેતરપિંડીની કલમ હેઠળ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. પોલીસ અનુસાર, આ દંપતીએ માત્ર આ એક વ્યક્તિને જ નહીં, પરંતુ અન્ય અનેક લોકોને પણ ONGC, IOCL કે અન્ય સરકારી કંપનીઓમાં નોકરી (Job Scam) અપાવવાની લાલચ આપીને લાખો રૂપિયાની છેતરપિંડી કરી હોય તેવી શક્યતા છે. પોલીસ હાલ આ દિશામાં વ્યાપક તપાસ કરી રહી છે.
આ પણ વાંચો:સુરતમાં સોનામાં રોકાણના નામે 99 લાખની છેતરપિંડી, આરોપી ક્રાઈમ બ્રાન્ચના સકંજામાં
આ પણ વાંચો:સુરતમાં કાપડના વેપારી સાથે રૂ. 28.69 લાખની છેતરપિંડી
