Surat News/ સુરત : સચિન GIDCમાં 4 કરોડથી વધુ રકમની છેતરપિંડી

પોલીસે તપાસ હાથ ધરીને બન્ને આરોપીને ઝડપી લીધા હતા

Gujarat Surat

Surat News : સુરતના સચીન GIDCમાં ચાર કરોડથી વધુ રકમની છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. જેમાં GIDC પોલીસે 2 આરોપીઓને UPના મેરઠથી ઝડપી લીધા છે. તપાસમાં આરોપીઓ કાપડ વેપારીની કંપનીમાં નોકરી કરતા હોવાનું સામે આવ્યું છે. આ બંને આરોપીઓ સેલ્સ મેનેજર તરીકે નોકરી કરતા હતા.

તેમણે UPઅને રાજસ્થાનના વેપારીઓ સાથે વેપાર કર્યો હોવાનું જાણવા મળ્યું છે. આરોપીઓેએ અલગ-અલગ વેપારીઓ સાથે મળી 4.79 કરોડનો વેપાર કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

બાદમાં કાપડ મંગાવીને પૈસાની ચૂકવણી ન કરીને ફરાર થઈ ગયા હતા. આ અંગે આરોપીઓ વિરુદ્ધ GIDC પો.સ્ટે.માં ગુનો નોંધાયો હતો. જેને આધારે પોલીસે તપાસ હાથ ધરીને બન્ને આરોપીને ઝડપી લીધા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રાજકોટની સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર જન્નત મીરનો આત્મહત્યાનો પ્રયાસ

આ પણ વાંચો:સાવધાન! હજુ સાયબર ફ્રોડ રોકાયો નથી, રાજકોટમાં નિવૃત કલાર્ક દંપતી સાથે થઇ ₹88 લાખની ચીટિંગ!

આ પણ વાંચો:રાજકોટ : શહેરમાં વધુ એક વિદ્યાર્થીનો આપઘાત