Gujarat News/ એર સ્ટ્રાઇક બાદ ગુજરાતનાં શહેરોમાં બ્લેકઆઉટ:પાલનપુરમાં લગ્નપ્રસંગમાં બ્લેકઆઉટનું પાલન, વડોદરામાં પૂર્ણ થતાં સાયરન વાગ્યું;

પહેલગામ આતંકી હુમલાની ઘટના બાદ પાકિસ્તાન સરહદ પર તણાવભરી સ્થિતિ સર્જાઈ છે

Top Stories Gujarat

Gujarat News : પહેલગામ આતંકી હુમલાની ઘટના બાદ પાકિસ્તાન સરહદ પર તણાવભરી સ્થિતિ સર્જાઈ છે. પાકિસ્તાન તરફથી સતત સિઝફાયરનું ઉલ્લંઘન કરાઈ રહ્યું છે. ત્યારે દેશના સિવિલ ડિફેન્સ ડિસ્ટ્રિક્ટમાં આજે(7 મે) મોકડ્રિલનું આયોજન કરાયું છે. જેના ભાગરૂપે ગુજરાતના 18 જિલ્લાઓમાં પણ સાંજે 4 વાગ્યે સાયરન વગાડી મોકડ્રિલનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

આ મોકડ્રિલ બપોરના 4 વાગ્યાથી શરૂ થઈ હતી. ત્યારે હવે શહેરોમાં બ્લેક આઉટની પણ શરૂઆત થઈ ગઈ છે. વડોદરા શહેરમાં બ્લેક આઉટ દરમિયાન ઘરો અને દુકાનોમાં લાઇટ બંધ જોવા મળી રહી છે.

આ દરમિયાન અમદાવાદમાં ફાયરના પાઇપમાં ખામી સર્જાતા કર્મચારીઓ આગ કાબૂમાં લેવા ફાંફે ચઢ્યા હતા. મોકડ્રિલમાં જ ક્ષતિ સામે આવી હતી જો ખરેખરમાં આવી સ્થિતિ ઉભી થાય તો ફાયર વિભાગ કેવી રીતે ઇમર્જન્સી સ્થિતિનો સામનો કરી શકે એ પણ મોટો સવાલ છે.

આ મોકડ્રિલ દરમિયાન અમદાવાદ, સુરત, વડોદરા, પાટણ, ગાંધીનગર, મહેસાણા, નવસારી અને ભરૂચ જેવા વિવિધ શહેરોના લોકોને યુદ્ધની સ્થિતિમાં શું કરવું તેની સમજ આપવામાં આવી હતી.. મોકડ્રિલ દરમિયાન સાયરનો વગાડવામાં આવ્યા હતા. તેમજ દર્દીઓને કેવી રીતે દાખલ કરવા તેની પણ મોકડ્રિલ કરવામાં આવી હતી. હવે સાંજે સાડા 7.30થી 9.00 વાગ્યા દરમિયાન બ્લેક આઉટ પણ કરાશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ઓપરેશન સિંદૂરમાં મસૂદ અઝહરના આખા પરિવારનો ખાતમો

આ પણ વાંચો:ઓપરેશન સિંદૂર નામ શા માટે પસંદ કરવામાં આવ્યું?

આ પણ વાંચો:પાકિસ્તાન અને PoKમાં 9 આતંકી ઠેકાણાઓ પર મિસાઈલ એટેક