Gujarat News/ પાકિસ્તાન પર એર સ્ટ્રાઈકને લઈ ગુજરાત એલર્ટ:તમામ પોલીસ અધિકારી-કર્મચારીઓની રજાઓ રદ, રજા પરના અધિકારીઓને હાજર થવા હુકમ

રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ત્રણ દિવસ તો ભુજ, કેશોદ, કંડલા, જામનગર એરપોર્ટ પણ હાલ બંધ કરી દેવામાં આવ્યા

Top Stories Gujarat Breaking News

Gujarat News :  પહેલગામ હુમલા બાદ ભારતે પાકિસ્તાન પર એર સ્ટ્રાઈક કરી છે. જેને પગલે ગુજરાત એલર્ટ મોડ પર આવી ગયું છે. જેને પગલે આજે રાજ્યના 18 જિલ્લાઓમાં મોકડ્રિલ યોજાઈ હતી. ગુજરાત સરહદી રાજ્ય હોય અને પાકિસ્તાન સાથે તણાવ વધવાના કારણે ગુજરાત પોલીસના તમામ અધિકારી-કર્મચારીઓની રજા રદ કરી દેવામાં આવી છે. આ વચ્ચે ગાંધીનગરમાં રાજ્ય સરકાર દ્વારા કેબિનેટ બેઠક યોજવામાં આવી રહી છે. બપોર બાદ કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં એર સ્ટ્રાઇક અને મોકડ્રિલ ઉપર ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત એર સ્ટ્રાઇક બદલ સેનાને અભિનંદન પાઠવવામાં આવશે.

સુરક્ષાને ધ્યાને રાખીને રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ત્રણ દિવસ તો ભુજ, કેશોદ, કંડલા, જામનગર એરપોર્ટ પણ હાલ બંધ કરી દેવામાં આવ્યા છે. તો અમદાવાદ એરપોર્ટથી ઉડાનભરતી ભુજ, જામનગર અને રાજકોટ જતી-આવતી બધી ફ્લાઇટ્સ રદ કરી દેવાઈ છે. આ સાથે સુરક્ષાને પગલે બોર્ડર નજીકના વિસ્તારોમાં સુરક્ષાદળોએ ચેકિંગ પણ વધારી દીધુ છે.

એર ઇન્ડિયાએ આજે (7 મે) બપોરે 12 વાગ્યા સુધીમાં ઉત્તર ભારત તરફથી આવતી જમ્મુ, શ્રીનગર, લેહ, જોધપુર, અમૃતસર, ચંદીગઢની ફ્લાઇટ રદ કરી દીધી છે. સ્પાઇસ જેટે પણ હાલની આ પરિસ્થિતિને કારણે ઉત્તર ભારતથી ધર્મશાળા, લેહ, જમ્મુ, શ્રીનગર અને અમૃતસર સહિતની ફ્લાઇટ્સ આગામી સૂચના સુધી બંધ કરી દીધી છે.

અમદાવાદ એરપોર્ટે એડવાઇઝરી રીલિઝ કરી કહ્યું કે, એરસ્પેસ પ્રતિબંધો અને અમુક એરપોર્ટ્સ બંધ કરવાની ફ્લાઇટ ઓપરેશન્સ પર અસર પડી શકે, જેથી અમે તમામ પેસેન્જર્સને એરપોર્ટ જતા પહેલાં તેમનું લેટેસ્ટ ફ્લાઇટ સ્ટેટસ ચેક કરવા અનુરોધ કરીએ છીએ.ઈન્ડિગોએ X પર પોસ્ટ કર્યું છે કે, “બદલાતા હવાઈ ક્ષેત્રના વાતાવરણને કારણે, શ્રીનગર, જમ્મુ, અમૃતસર, લેહ, ચંદીગઢ અને ધર્મશાલા જતી અને આવતી અમારી ફ્લાઇટ્સ પ્રભાવિત થઈ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ઓપરેશન સિંદૂરમાં મસૂદ અઝહરના આખા પરિવારનો ખાતમો

આ પણ વાંચો:ઓપરેશન સિંદૂર નામ શા માટે પસંદ કરવામાં આવ્યું?

આ પણ વાંચો:પાકિસ્તાન અને PoKમાં 9 આતંકી ઠેકાણાઓ પર મિસાઈલ એટેક